મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ખડગેએ મોદીને આતંકવાદી કહી દીધા, પછી ફરી ગયા; ટ્રમ્પે કહ્યું- મેં ઈરાનમાં સત્તા બદલી નાખી, ગુજરાત ATSએ બે આતંકી ઝડપ્યા

National4/21/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ખડગેએ મોદીને આતંકવાદી કહી દીધા, પછી ફરી ગયા; ટ્રમ્પે કહ્યું- મેં ઈરાનમાં સત્તા બદલી નાખી, ગુજરાત ATSએ બે આતંકી ઝડપ્યા
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદનના રહ્યા. તેમણે પીએમને આતંકવાદી કહ્યા. બીજા સમાચાર મધ્ય પ્રદેશમાં પ્રથમ વખત રાત્રે લૂના એલર્ટના છે. અમે તમને એ પણ જણાવીશું કે ટ્રમ્પે ઈરાનને નવી શું ધમકી આપી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ ખુલશે. CM પુષ્કર સિંહ ધામી પણ હાજર રહેશે. 2. IPLમાં લખનઉ અને રાજસ્થાન વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી લખનઉમાં મેચ રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને આતંકવાદી કહ્યા:પછી બોલ્યા- મેં આવું નથી કહ્યું, મારો મતલબ હતો કે મોદી લોકો અને પક્ષોને ડરાવે-ધમકાવે છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ચેન્નઈમાં કહ્યું- આ AIADMKના લોકો, જેઓ પોતે અન્નાદુરાઈની તસવીર લગાવે છે, તેઓ મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? તે (મોદી) એક આતંકવાદી છે. જોકે બાદમાં ખડગેએ કહ્યું- PM મોદી લોકો અને રાજકીય પક્ષોને ડરાવી રહ્યા છે. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ આતંકવાદી છે. મારો મતલબ છે કે મોદી હંમેશા ધમકી આપે છે. તેમણે કહ્યું- ED, I-T અને CBI જેવી સંસ્થાઓ તેમના હાથમાં છે. તેઓ સીમાંકન પણ પોતાના હાથમાં લેવા માંગે છે. એટલે હું કહી રહ્યો હતો કે મોદી લોકો અને વિપક્ષી દળોને આતંકિત કરી રહ્યા છે. ન કે મોદી આતંકવાદી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો 44.4°C:MP સહિત 8 રાજ્યોમાં રાત્રે પણ લૂ અનુભવાશે; મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44°C નો આંકડો પાર કરી ગયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે. આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6 થી 11 વાગ્યા સુધી અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રમ્પે કહ્યું- મેં ઈરાનમાં સત્તા બદલી નાખી:જલ્દી મોટી ડીલ થઈ શકે છે, જો ન થાય તો અમે હુમલા માટે તૈયાર; ટ્રમ્પની ચોખવટ- સીઝફાયર નહીં લંબાવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ઈરાનમાં શાસન બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે જોકે તેમણે અગાઉ આ વાત કહી નહોતી, પરંતુ હવે શાસન બદલાઈ ગયું છે. CNBC ન્યૂઝ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે હાલની પરિસ્થિતિઓમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં એક મોટો સોદો થઈ શકે છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે કરાર પર પહોંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દરમિયાન, અમેરિકા સાથે સંભવિત વાટાઘાટો માટે ઈરાની પ્રતિનિધિમંડળના પાકિસ્તાન આગમન અંગે સસ્પેન્સ છે. ઈરાની મીડિયા અનુસાર, મુખ્ય વાટાઘાટ કરનાર અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ, વિદેશ પ્રધાન અરાઘચી અને તેમના નાયબ હાલમાં દેશમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સુપ્રીમ કોર્ટે પૂછ્યું-મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે:સબરીમાલાના વકીલે કહ્યું- ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે, તેથી પૂજાની પ્રથા પણ તેવી જ છે સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી અને ધાર્મિક ભેદભાવ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. કોર્ટે પૂછ્યું, ‘મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે હોઈ શકે?’ સુપ્રીમ કોર્ટે પૂછ્યું, 'શું બંધારણ તે ભક્તની મદદ માટે આગળ નહીં આવે, જેને ફક્ત તેના વંશ અને જન્મના કારણે દેવતાને સ્પર્શ કરવાથી રોકવામાં આવે છે?' આ બાબતે સબરીમાલાના વકીલ એડવોકેટ વી. ગિરીએ કહ્યું કે કોઈપણ મંદિરમાં થતા રીતિ-રિવાજો તે ધર્મનો અભિન્ન અંગ હોય છે. પૂજા દેવતાની લાક્ષણિકતાઓની વિરુદ્ધ ન હોઈ શકે. ભગવાન અયપ્પા ‘નૈષ્ઠિક બ્રહ્મચારી’ છે, તેથી ત્યાંની પરંપરાઓ તે મુજબ નક્કી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. IPL પછી તરત જ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે:ગિલ-બુમરાહને આરામ મળી શકે છે, ટેસ્ટમાં નવા ખેલાડીઓને તક મળી શકે છે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. 31 મેના રોજ IPL 2026ની ફાઇનલ છે અને ભારતીય ટીમનું આંતરરાષ્ટ્રીય કેલેન્ડર વ્યસ્ત છે. વર્કલોડ મેનેજમેન્ટના કારણે કેટલાક ખેલાડીઓને આરામ મળી શકે છે. જ્યારે, હર્ષ દુબે, આકિબ નબી અને દેવદત્ત પડિકલને તક મળી શકે છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ બોલિંગમાં સુધારો કર્યો છે, જેના કારણે તેના નામની ચર્ચા છે. પસંદગી સમિતિ ઉતાવળ કરવાને બદલે મેડિકલ ટીમની સલાહ પર નિર્ણય લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા', બે આતંકી ઝડપાયા:બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી, ગુજરાત ATSનું સિદ્ધપુર-મુંબઈમાં ઓપરેશન ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા. આરોપી આંતકવાદીઓ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી આવી છે. જેમાં આરોપીએ લખ્યું છે કે, ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા. આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરતમાં ભાજપના સિનીયર નેતાઓને સ્થાનિકોએ ભગાડ્યા:'ભાજપ ગો બેક'ના નારા લાગ્યા, ગોરાટ હનુમાન મંદિર બચાવવા અને અશાંતધારા મુદ્દે વિરોધ ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે કહ્યું હતું કે, ટિકિટ કાપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પહેલગામ હુમલાની પ્રથમ વરસી આજે, બૈસરન હજી પણ બંધ:સેનાએ કહ્યું- ભારત કંઈ ભૂલ્યું નથી; જે હદો ઓળંગશે તેને જડબાતોડ જવાબ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : UN રાજદૂત બોલ્યા-ભારતે ઇઝરાયલની મદદ કરીને કાયદો તોડ્યો:હથિયારો મોકલવા નિયમોની વિરુદ્ધ, તેનાથી વૈશ્વિક વ્યવસ્થા નબળી પડી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાગવત બોલ્યા-વિજ્ઞાન અને ધર્મ બંનેથી શાંતિ મળી નહીં:રાજાથી વિજ્ઞાન સુધીના બધા મોડેલ નિષ્ફળ; દુનિયા હવે ભારતના જ્ઞાનથી આશા રાખી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ગુરુદ્વારામાં બે જૂથો વચ્ચે અથડામણ, 11 ઘાયલ, મીટિંગમાં બોલાચાલી બાદ મારામારી; કિરપાણથી હુમલો, ફાયરિંગ અને આંખમાં સ્પ્રે માર્યો હોવાનો પણ દાવો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ટિમ કૂક પછી જ્હોન ટર્નસ સંભાળશે એપલની કમાન:15 વર્ષ પછી કંપનીના CEO બદલાઈ રહ્યા છે; કૂક હવે એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા: હાર્દિકે ચાલુ મેચમાં તિલકને તતડાવ્યો, સદી પછી કીસ આપી:કોણે ગિલની દાઢીની મજાક ઉડાવી?; સિનસપાટામાં વિંટી ખોવાઈ, ધંધે લાગ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુ-ચંદ્રની કૃપાથી સર્જાયો 'ગજકેસરી રાજયોગ':મિથુન-સિંહ સહિત પાંચ રાશિના જાતકોનો સુખનો સૂરજ ઊગશે, ચારેબાજુથી ધનલાભની શકયતા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જાન લઈને DM ઓફિસ પહોંચ્યા વરરાજા ઉત્તર પ્રદેશના બાંદામાં લગ્ન પહેલા વીજળી ગુલ થઈ ગઈ હતી. આનાથી ગુસ્સે ભરાયેલા વરરાજા કુલદીપ કુમાર લગ્નની જાન જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં વિરોધ કરવા માટે લઈ ગયા હતા. વરરાજાનો દાવો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી તેનું વીજળીનું બિલ બમણું થઈ ગયું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: યુદ્ધ માટે કતલની રાત:ઇસ્લામાબાદ મંત્રણા પર હજુ સસ્પેન્સ, ટ્રમ્પની ધમકીઓ અને અલ્ટિમેટમનો ઉલાળિયો, ત્રણ સવાલોએ દુનિયાને ઘુમરે ચડાવી 2. ભાસ્કર સિરીઝ: ‘આસારામના દીકરાએ વર્ષો સુધી મારી સાથે દુષ્કર્મ કર્યે રાખ્યું હતું’: FIR થતાં જ નારાયણ સાંઈ ભાગી ગયો, ₹5 લાખનું ઇનામ રખાયું 3. આજનું એક્સપ્લેનર:ચૂંટણી પછી કેટલા મોંઘા થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ; ઈરાન યુદ્ધમાં પાકિસ્તાનથી અમેરિકા સુધી 44% કિંમતો વધી, ભારતે ભાવ કેવી રીતે રોક્યા? 4. ભાસ્કર એક્સક્લૂસિવ: 'FBI મારી પાછળ 12 વર્ષથી પડી છે':USમાં $32 મિલિયન કૌભાંડના આરોપી ભાસ્કર સવાણીઃ 'અમરેલીના ફાર્મમાં રેડ પાડી, ગુજરાતી હોવાથી હેરાન કરાયો 5. તમિલનાડુમાં BJPનું ખાતું ખોલવું મુશ્કેલ:120-140 સીટો સાથે સ્ટાલીનની વાપસીના અણસાર, થલાપતિ વિજયને 5થી 15 સીટ 6. હમ લોગ : જન્મ સમયે બાળકોને, મૃત્યુ પછી મૃતદેહને પાય છે શરાબ:કોયા લોકોમાં સગી ફઈની દીકરી સાથે લગ્ન; નિયમ તોડ્યો તો જીવતે-જી પિંડદાન 7. ભાસ્કર એક્સપ્લેનર પંખા આગ ઓકે છે, રાત્રે પણ કેમ રાહત નહીં:ભારતની ગરમ રાત્રીઓ કેવી રીતે બની રહી છે 'સાઇલન્ટ કિલર'; તેનાથી કેવી રીતે બચવું? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:વૃશ્ચિક અને મકર રાશિ પર ભાગ્યની કૃપા રહેશે; કન્યા અને કુંભ જાતકોના ઘરે માંગલિક પ્રસંગોના યોગ વાંચો સંપૂર્ણ સમાચાર…
Read Original Article →