મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને કહ્યું- અમેરિકા સાથે હવે વાતચીત નકામી; ધુરંધરના SPની પત્ની ડાયરેક્ટરથી નારાજ; આસામના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન

Gujarat4/9/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને કહ્યું- અમેરિકા સાથે હવે વાતચીત નકામી; ધુરંધરના SPની પત્ની ડાયરેક્ટરથી નારાજ; આસામના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન
નમસ્તે, ઈરાન-અમેરિકા વચ્ચે વાત બનતી હોય તેવું દેખાઈ રહ્યું નથી. બીજી તરફ, આસામના લોકોએ ઈતિહાસ રચી દીધો છે. વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડતોડ મતદાન કર્યું છે. અમે મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે પાકિસ્તાનના SP ચૌધરી અસલમની પત્ની ફિલ્મ 'ધુરંધર'ના ડાયરેક્ટરથી કેમ નારાજ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બિહારના CM નીતિશ કુમાર રાજ્યસભા સભ્ય તરીકે શપથ લેશે. 2. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં ચૂંટણી વ્યૂહરચના પર ચર્ચા થઈ શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું- અમેરિકાએ સીઝફાયરની 3 શરતો તોડી:હવે વાતચીતનો અર્થ નથી; ટ્રમ્પે કહ્યું- સમજૂતી સુધી ઈરાન આસપાસ સેના રહેશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથેના કરારનો સંપૂર્ણ અમલ ન થાય ત્યાં સુધી ઈરાનની આસપાસ અમેરિકન સૈનિકો તૈનાત રહેશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ચેતવણી આપી હતી કે જો કરારનું પાલન નહીં થાય, તો નવેસરથી આક્રમક યુદ્ધ શરૂ થશે, જે પહેલાં કરતાં મોટું, વધુ શક્તિશાળી અને વધુ વિનાશક હશે. જોકે તેમણે કહ્યું હતું કે આની શક્યતા અત્યંત ઓછી છે, અમેરિકા સંપૂર્ણપણે તૈયાર છે. બીજી બાજુ, ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામની ત્રણ મુખ્ય શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ઈરાની નેતા મોહમ્મદ બાકર ઘાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકાએ 10-મુદ્દાના પ્રસ્તાવની મૂળભૂત શરતોનું ઉલ્લંઘન કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. આસામના ઇતિહાસમાં સૌથી વધુ 85.21% મતદાન:પુડુચેરીમાં 90% મતદાન; કેરળમાં 49 વર્ષમાં બીજું રેકોર્ડ મતદાન દેશના બે રાજ્યો આસામ, કેરળમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ગુરુવારે (9 એપ્રિલ) સાંજે 6 વાગ્યા સુધી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. ચૂંટણી પંચ અનુસાર રાત્રે 8 વાગ્યા સુધી આસામમાં 85.35% મતદાન થયું. આસામના ઇતિહાસમાં આ સૌથી વધુ મતદાનનો આંકડો છે. કેરળમમાં છેલ્લા 49 વર્ષમાં બીજું સૌથી વધુ મતદાન થયું, અહીં 77.97% મત પડ્યા. જ્યારે પુડુચેરીમાં 89.78% મતદાન થયું. આસામમાં ચૂંટણી સંબંધિત હિંસામાં લગભગ 30 લોકો ઘાયલ થયા અને સાત લોકોની ધરપકડ કરવામાં આવી. શ્રીભૂમિ જિલ્લાના પથારકંડીમાં કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચેની આ અથડામણમાં લગભગ 25 લોકો ઘાયલ થયા, જેમાંથી બેની હાલત ગંભીર છે. પુડુચેરીના મન્નાદિપેટમાં પોલિંગ બૂથ પર કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે અથડામણ થઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દાવો- હુમાયુ કબીરે BJP સાથે 1000 કરોડની ડીલ કરી:TMCનો આરોપ- મુસ્લિમોને મૂર્ખ બનાવવા માટે 'બી' અને 'સી' ટીમ બનાવી પશ્ચિમ બંગાળની આમ જનતા ઉન્નયન પાર્ટીના ચેરમેન હુમાયુ કબીરનો વીડિયો સામે આવ્યો છે. તેમાં તેમને ભાજપના નેતાઓ સાથે ₹1000 કરોડની ડીલની વાત કરતા સાંભળવામાં આવી રહ્યા છે. વીડિયોમાં હુમાયુ કબીર કહી રહ્યા છે કે કોઈપણ ભોગે મમતા બેનર્જીને સત્તા પરથી હટાવવા માંગે છે. જોકે, આ ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. TMCના કુણાલ ઘોષે કહ્યું કે ભાજપે હુમાયુ દ્વારા મતુઆ, હિંદુઓ અને મુસ્લિમોને મૂર્ખ બનાવવા માટે કેટલીક 'B ટીમ' અને 'C ટીમ' બનાવી છે. હુમાયુ પાર્ટી વિધાનસભાની 294 બેઠકોમાંથી 118 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. રાજ્યમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં ચૂંટણી છે. પરિણામ 4 મેના રોજ આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સિક્કિમમાં હિમવર્ષા-ભૂસ્ખલન, સેનાએ ફસાયેલા 135 પ્રવાસીઓને બચાવ્યા:રાજસ્થાનમાં એપ્રિલમાં ઠંડી, ઉત્તરાખંડ-હિમાચલમાં બરફ પડ્યો, દેશના 17 રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ સિક્કિમમાં ભારે હિમવર્ષા વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે માર્ગ સંપર્ક તૂટી ગયો. લાચેનમાં લગભગ 1,000 પ્રવાસીઓ ફસાયેલા છે અને તેમને વહેલી તકે બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. સેનાએ કુલ 135 ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા છે. ઉત્તર ભારતમાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજસ્થાનમાં 20 દિવસથી બદલાયેલા હવામાનને કારણે તાપમાન 7 ડિગ્રી સુધી ઘટ્યું છે. હવામાન વિભાગે ગુરુવાર માટે છત્તીસગઢ અને બિહાર સહિત 17 રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, સિક્કિમ, બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. મહિલા અનામત સુધારાના ડ્રાફ્ટને કેન્દ્રની મંજૂરી:આ જ મહિને બિલ પસાર થવાની શક્યતા; મોદીએ કહ્યું- આ ભારતની કરોડો મહિલાઓની આશાની ઝલક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાના ડ્રાફ્ટ બિલને મંજૂરી આપવામાં આવી. આ પ્રસ્તાવ હેઠળ લોકસભાની બેઠકો હાલની 543થી વધારીને 816 કરવામાં આવશે, જેમાં 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. સરકારે બજેટ સત્રને લંબાવીને 16 થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં આ સુધારા બિલને પસાર કરવામાં આવે તેવી સંભાવના છે. સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ આ કાયદો 31 માર્ચ 2029થી લાગુ પડશે. તે જ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રથમ વખત પ્રભાવી થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ભાજપે સ્થાનિક સ્વરાજ્ય માટે એક બાદ એક ઉમેદવારો ઉતાર્યા:વડોદરામાં ઇન્સ્ટા.સ્ટારને મેદાને ઉતારી, અનેકના હાર્ટબીટ વધ્યા, કપાશે કે ટિકિટ મળશેની ભારે ઉત્તેજના પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, અરવલ્લી, વાવ-થરાદ અને દાહોદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ IPS મનોજ નીનામા અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ઈન્સ્ટા સ્ટાર અંકિતા પરમારને ભાજપે વડોદરાની પોર બેઠક પરથી ટિકિટ આપી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કિંગ ખાનથી લઈ 'ધૂરંધર' રણવીર સુધી, જામનગર બન્યું બોલિવૂડ નગરી:અનંત અંબાણીના જન્મ દિવસની બે દિવસ ધમાકેદાર પાર્ટી, આજે રાજભા ગઢવીનો લોકડાયરો જામનગરના આંગણે બોલીવૂડના માંધાતાઓની માયાનગરી જાણે સજીવન થઈ છે. અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે એરપોર્ટ પર ઉતરેલા ગ્લેમર જગતના સિતારાઓનો કાફલો લક્ઝરી ગાડીઓના રસાલા સાથે વનતારાના સાનિધ્યમાં રવાના થયો હતો, જેનાથી આખું શહેર ઝાકઝમાળથી ભરાઈ ગયું છે. ફિલ્મી ફલક પર રાજ કરતા સિતારાઓના આગમનથી જામનગરના આકાશમાં ગ્લેમરની રોશની ફેલાઈ છે. ગત 07 એપ્રિલે વિશ્વવિખ્યાત સંગીત સમ્રાટ એ.આર. રહેમાને જામનગરની ધરા પર કદમ મૂક્યા હતા, જ્યારે 08 એપ્રિલની બપોરે બોની કપૂર, રણવીરસિંહ અને ઓરીના આગમનથી એરપોર્ટ પર ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સુપ્રીમ કોર્ટે કહ્યું-મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી સમાજમાં ભાગલા પડશે:તેનાથી હિંદુ ધર્મને નુકસાન, કેન્દ્રએ કહ્યું- ધાર્મિક બાબતોમાં અદાલતોની દખલગીરી અયોગ્ય વાંચો સંપૂર્ણ સમાચાર 2.નેશનલ : રાઘવ ચઢ્ઢા બનાવશે નવી Gen-Z પાર્ટી!:AAP સાથે તડાફડી વચ્ચે રીલ શેર કરી આપ્યો સંકેત?, નવી પાર્ટીના સૂચન પર કહ્યું 'રસપ્રદ વિચાર' વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મોદીએ કહ્યું-TMCના શાસનમાં લોકો ભયભીત:4 મે પછી ગુંડાગીરીનો હિસાબ લઈશું; યુવાનોના સપના કચડી નાખ્યા, અહીં દીકરીઓ સુરક્ષિત નથી વાંચો સંપૂર્ણ સમાચાર 4.નેશનલ : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને જાનથી મારી નાખવાની ધમકી:ઓડિયો મેસેજમાં કહ્યું- દુનિયામાંથી જવાનો ટાઈમ થઈ ગયો છે, જેમ અતીકને માર્યો, તેમ જ મારવાના છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું ₹1 હજાર ઘટીને ₹1.51 લાખ પર આવ્યું:ચાંદીની કિંમત ₹9 હજાર ઘટીને ₹2.35 લાખ થઈ, તમારા શહેરમાં સોનાના ભાવ જુઓ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : મેદાન પર માત્ર 16 ખેલાડીઓને એન્ટ્રી:IPLના નવા નિયમમાં બાઉન્ડ્રીની બહાર હલનચલન પર પ્રતિબંધ; માત્ર 5 વધારાના ખેલાડીઓ જ રહી શકશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સફળતાનો પત્ર અને સિદ્ધિઓનું છત્ર એટલે નક્ષત્ર:ભાગ્ય બદલવાની અમોઘ ચાવી અને સફળતાનું આકાશ, જાણો રોહિણી-પુનર્વસુની શક્તિ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ગામમાં ગાળો બોલવા પર દંડ થશે મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાનું એક ગામ ગાળ મુક્ત બની ગયું છે. અહીં ગાળ આપવા બદલ ₹500નો દંડ અને એક કલાક સફાઈ કરવાની સજાની જોગવાઈ છે. આ નિયમો દરેક વ્યક્તિ પર લાગુ થશે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: શું 48 કલાકમાં તૂટી જશે સીઝફાયર, નેતન્યાહૂ હવે ટ્રમ્પનું સાંભળતા નથી; લેબનોનમાં કહેર કેમ મચાવી રહ્યું છે ઈઝરાયલ? 2. Editor's View: યુદ્ધવિરામનું અસલી સત્ય: ચીન-અમેરિકાની ગેમમાં પાકિસ્તાન બરાબર ફસાયું, ઇઝરાયલને ગાળિયો પહેરાવી ટ્રમ્પ છટકવાની ફિરાકમાં 3. MATCH મસાલા : નેહરાનો બાટલો ફાટ્યો, ગિલને ગ્રાઉન્ડ પર જ ઘચકાવ્યો: પાકિસ્તાનીઓના નવા નાટક, કબૂતર છોડ્યા; ગોએન્કાએ ટીમને શેની પાર્ટી આપી? 4. ભાસ્કર સિરીઝ : ‘આસારામ તો અહીં રાસલીલા રચાવી રહ્યા છે’: પોલીસની ટીમ સામે આસારામનો મિજાજ, ‘તુમ્હારી હિંમત કૈસે હુઈ? પતા હૈ, મૈં કૌન હૂં?’; જુઓ સિરીઝનો એપિસોડ-31 5. એક્સક્લૂસિવ : SP ચૌધરી અસલમની પત્નીએ 'ધૂરંધર'ની કમાણીમાં ભાગ માગ્યો: કહ્યું- આદિત્ય રૂ.25 કરોડ આપે; રહેમાન ડકૈતની ધમકી, દાઉદ કનેક્શન, લ્યારી વિશે નૌરિન ચૌધરીની સ્ફોટક વાતો 6. ભાજપે ટિકિટ આપી તે પૂર્વ IPS મનોજ નિનામા કોણ છે?: વાંચો ખાખીધારીમાંથી ખાદીધારી બનવાની સફર, આસારામને જોધપુરથી પકડી અમદાવાદ લાવ્યા હતા 7. બ્લેકબોર્ડ: તે દીકરી જેવી હતી, તેના પિતાએ કહ્યું-તે બળાત્કાર કર્યો: હું પાગલ થઈ ગયો હતો, 25 વર્ષ પછી નિર્દોષ છૂટ્યો; એવું લાગે છે- કોઈ મને મારી નાખશે 8. ‘દીકરી છે, કન્યાદાન કરીશ કહીને 3 વર્ષ સુધી રેપ કર્યો‘: કેપ્ટન બાબા પર પહેલી FIR કરાવનારી મહિલા બોલી- બદનામીનો ડર બતાવ્યો 9. પુડુચેરી કેમ મનાવે છે બે વાર સ્વતંત્ર્યતા દિવસ: અંગ્રેજોના બદલે ફ્રાંસનું ગુલામ કેમ બન્યું; ત્રણ રાજ્યોમાં ફેલાયેલા મિની ફ્રાંસમાં આજે વોટિંગ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: ગ્રહો મિથુન રાશિના પ્રગતિના દ્વાર ખોલશે, તુલા જાતકોના પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →