મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાનનો ફરી બે અમેરિકી હેલિકોપ્ટર નષ્ટ કર્યાનો દાવો, પાકિસ્તાનની ભારતને ધમકી; ખેડા ભાજપ પૂર્વ પ્રમુખનો રાજનીતિમાં પૈસા બનાવ્યાનો દાવો
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઇરાનના દાવા સાથે જોડાયેલા રહ્યા. તેણે બે અમેરિકી હેલિકોપ્ટર પાડ્યા હોવાનો દાવો કર્યો. બીજા મોટા સમાચાર પાકિસ્તાનની ધમકી અંગે રહ્યા. ત્યાંના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે આ વખત કોલકાતા સુધી હુમલો કરશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી આસામના હોજાઈમાં ચૂંટણી સભા કરશે. 2. રાહુલ ગાંધીના નાગરિકતા વિવાદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું-બે અમેરિકી હેલિકોપ્ટર અને બે ટ્રાન્સપોર્ટ વિમાન તોડી પાડ્યા: રિપોર્ટમાં દાવો- અમેરિકાએ પોતે જ સળગાવી દીધા, ટેકનોલોજી ચોરી થવાનો ડર હતો ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 હેલિકોપ્ટર અને 2 ટ્રાન્સપોર્ટ વિમાન તોડી પાડ્યા છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ઈસ્ફહાનના દક્ષિણી વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યારે અમેરિકી સેના પોતાના પાયલોટને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. IRGCનું કહેવું છે કે આ ઓપરેશન દરમિયાન તેણે 2 C-130 ટ્રાન્સપોર્ટ વિમાન અને 2 બ્લેક હોક હેલિકોપ્ટરને તબાહ કરી દીધા, જેનાથી અમેરિકી રેસ્ક્યુ મિશન નિષ્ફળ ગયું. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું છે અને પાયલોટને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PM મોદી બોલ્યા- TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે:એક ખાસ ધર્મના લોકો બંગાળમાં હિંદુઓનું રહેવું મુશ્કેલ કરી દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે અને હવે જનતા પરિવર્તન ઈચ્છે છે. ચૂંટણી પછી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી થશે, એક-એકનો હિસાબ લેવામાં આવશે. PM મોદીએ કહ્યું કે 1905માં ધાર્મિક શક્તિઓએ બંગાળમાં લાલ ઇશ્તેહાર બહાર પાડ્યો હતો, જેના પછી હિંદુઓનો નરસંહાર થયો હતો. TMC તે જ યાદ અપાવવા માગે છે. એક ખાસ ધર્મના લોકો બંગાળમાં હિંદુઓનું રહેવું મુશ્કેલ કરી દેશે. વડાપ્રધાને આરોપ લગાવ્યો કે TMC શાસનમાં લોકતંત્ર નબળું પડ્યું છે. બંધારણીય સંસ્થાઓની અવગણના કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનની ભારતને ધમકી- આગામી યુદ્ધ બોર્ડર સુધી સીમિત નહીં રહે:રક્ષા મંત્રીએ કહ્યું- અમે લોકો કોલકાતા સુધી પહોંચીશું, તેમના ઘરમાં ઘૂસીને માર મારીશું પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શનિવારે સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો ભારત કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન (છુપાઈને હુમલો) કરશે, તો આ વખતે સંઘર્ષ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ કોલકાતા સુધી પહોંચી શકે છે. ખ્વાજા આસિફે દાવો કર્યો કે ભારત પોતાના લોકો અથવા કસ્ટડીમાં બંધ પાકિસ્તાનીઓનો ઉપયોગ કરીને ખોટો ડ્રામા રચવાની યોજના બનાવી રહ્યું છે. ગયા વર્ષની જેમ આ વખતે ભારતને વધુ શરમનો સામનો કરવો પડશે. આસિફે આગળ એ પણ કહ્યું કે મૃતદેહોને ક્યાંક રાખીને પાકિસ્તાન પર આતંકવાદનો આરોપ લગાવી શકાય છે, પરંતુ તેમણે આ દાવા માટે કોઈ પુરાવો આપ્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોંગ્રેસે કહ્યું- આસામ CMની પત્નીના 3 પાસપોર્ટ:પૂછ્યું- ₹52000 કરોડ ક્યાંથી આવ્યા; હિમંતા વિદેશ ભાગી જશે, CMનો જવાબ- માનહાનિનો કેસ કરીશું કોંગ્રેસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિન્કી ભુઈયાં સરમા પર બેવડી નાગરિકતાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ રવિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આસામના મુખ્યમંત્રીની પત્ની પાસે ત્રણ દેશો ઇજિપ્ત, એન્ટિગુઆ-બાર્બુડા અને UAEના પાસપોર્ટ છે. પવન ખેડાએ કોન્ફરન્સમાં ત્રણ પાસપોર્ટ પણ બતાવ્યા. તેમણે કહ્યું કે સરમાની રાજનીતિ મુસ્લિમો વિરુદ્ધ નફરત પર આધારિત છે, જ્યારે તેમની પત્ની પાસે બે મુસ્લિમ દેશોના પાસપોર્ટ છે. તેમણે આગળ કહ્યું કે હિમંતાની પત્ની 52 હજાર કરોડ રૂપિયાની અમેરિકી કંપનીની પણ માલિક છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ‘આ તો ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે’:રાઘવ ચઢ્ઢાએ કહ્યું- એક જૂઠ્ઠાણાને 100 વાર બોલવાથી લોકો તેને સાચું ન માની લે, એટલે જ હું જવાબ આપી રહ્યો છું આમ આદમી પાર્ટી (AAP) સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાઘવ ચઢ્ઢાએ નવી પોસ્ટ શેર કરી છે. તેમાં તેમણે લખ્યું છે - મારા તે સહયોગીઓ માટે જેઓ મજબૂર થઈને વીડિયો જાહેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા. તેમના માટે એક નાની ઝલક. કહાની હજી બાકી છે. ચઢ્ઢાએ વધુમાં લખ્યું - પંજાબ મારા માટે માત્ર એક વિષય નથી. આ મારું ઘર છે, મારું કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. રાઘવે આ પોસ્ટ સાથે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેમણે સંસદમાં પોતાની સ્પીચ બતાવી છે. આમાં ચઢ્ઢા પંજાબના મુદ્દા ઉઠાવતા સાંભળાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો:ISIનું કામ કરતી ગેંગમાં રહી ભારતમાં પોલીસ સ્ટેશન-સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ કરાવતો; ડીસાના ઢાબામાં મજૂરી કરતો હતો ગુજરાત ATS અને બનાસકાંઠા SOGએ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને ભારતના પંજાબ રાજ્યના ગ્રેનેડ કેસમાં વોન્ટેડ બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરી છે. આરોપી ગ્રેનેડની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો ઉપર ગ્રેનેડ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો. હાલ આરોપી કેટલાક સમયથી ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી ATSએ વધુ તપાસ હાથ ધરી છે. પંજાબ પોલીસે ગુજરાત ATSને વોન્ટેડ આરોપીની માહિતી શેર કરી હતી. જેના પર કામ કરીને તપાસ કરતા વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહ છે જે હાલ ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'છાતી ઠોકીને કહું છું મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા':ખેડા ભાજપ પૂર્વ પ્રમુખ વિપુલ પટેલનો જાહેર મંચ પરથી એકરાર; વાયરલ વીડિયોએ વિવાદનો મધપૂડો છંછેડ્યો નડિયાદની પાવન ધરા પર આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લાના કદાવર રાજકીય નેતા વિપુલ પટેલે આપેલા વિવાદાસ્પદ નિવેદને રાજકીય ગરમાવો તેજ કરી દીધો છે. તેમણે જાહેરમાં હિંમતપૂર્વક એવો એકરાર કર્યો કે તેઓ છાતી ઠોકીને કહે છે કે તેમણે રાજકારણમાં રહીને અઢળક રૂપિયા બનાવ્યા છે. આ નિવેદન વાયુવેગે પ્રસરતા જ સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓ અને અચરજની લાગણી જોવા મળી રહી છે. આ સનસનાટીભરી ઘટના નડિયાદ એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતી મહોત્સવના ઝગમગાટ વચ્ચે ઘટી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે વિપુલ પટેલ મુખ્ય અતિથિ તરીકે મંચસ્થ હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલ : અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પીડિત પરિવારોનો PMને પત્ર:કહ્યું- અમે પૈસા નહીં, અકસ્માતનું કારણ જાણવા માંગીએ છીએ; બ્લેક બોક્સ ડેટાની માગ વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈન્ટરનેશનલ : દાવો- એપસ્ટીન અને અનિલ અંબાણી વચ્ચે સેંકડો મેસેજ-ઈમેલ થયા:યૌન અપરાધીએ પોતાને વ્હાઇટ હાઉસનો ઇનસાઇડર ગણાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3. નેશનલ : શંકરાચાર્ય બોલ્યા- મોહન ભાગવત લગ્ન કરીને બાળકો કેમ નથી કરતા:પહેલા પોતે કરો, પછી બીજાને કહો, ગૌ-માતાની રક્ષા માટે કાયદો બનાવો, વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઈન્ટરનેશનલ : ઈરાનના પહાડોમાં છુપાયો હતો અમેરિકન પાઈલટ:36 કલાકમાં દુશ્મનોની વચ્ચેથી બચાવાયો, ટ્રમ્પે કહ્યું- આ ઇતિહાસનું સૌથી સાહસિક રેસ્ક્યુ ઓપરેશન વાંચો સંપૂર્ણ સમાચાર 5. બિઝનેસ : RBI મીટિંગમાં વ્યાજ દરમાં ફેરફારની શક્યતા ઓછી:SBI રિસર્ચ- ગ્લોબલ નિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવ તેનું કારણ, હાલમાં રેપો રેટ 5.25% વાંચો સંપૂર્ણ સમાચાર 6. સ્પોર્ટ્સ : ચહલનો સુંદર યુવતીઓ સાથે VIDEO VIRAL:અર્શદીપે ગર્લફ્રેન્ડનો હાથ પકડી ફોટો પાડ્યો?; 'ચંપક'ને જાડેજાએ કાખમાં તેડ્યો, રોહિતે જબરા ઈશારા કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7. ધર્મ તહેવાર જ્યોતિષ : દૃષ્ટિકોણ બદલો, ભાગ્ય બદલાશે:ત્રણ શ્રમિકોની વાર્તામાં છૂપાયેલું છે જીવનનું સાચું રહસ્ય, જાણો પ્રેરણાદાયી કથા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ શખ્સના ઘરે આવ્યું ₹78 કરોડનું લાઈટ બિલ હરિયાણાના નારનૌલમાં પુનીત બુલાનાના ઘરે 78 કરોડ 92 લાખ રૂપિયાનું વીજળી બિલ આવ્યું છે. માત્ર 6 દિવસના રીડિંગમાં 9 કરોડથી વધુ યુનિટ દેખાયા હતા. ફરિયાદ બાદ વીજ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 'પ્લાન SERE' શું છે, જેના કારણે ઈરાનમાં 36 કલાક જીવતો રહ્યો પાયલટ; અમેરિકાએ રેસ્ક્યુમાં પોતાના જ 2 પ્લેન કેમ નષ્ટ કર્યા 2. સન્ડે બિગ સ્ટોરી : તમારા સુધી કેવી રીતે પહોંચે છે ગેસ અને પેટ્રોલ-ડીઝલ?: ગુજરાતના 3 પોર્ટ પર આવે છે ક્રૂડ ઓઇલ, વિદેશથી આયાતની આખી ચેઇન સમજો 3. ખાખી કવર : ઇન્દોરના રાજાએ રખાત માટે મુંબઈના સૌથી ધનાઢ્ય માણસની હત્યા કરાવી: મોહમ્મદ અલી ઝીણાએ કેસ લડ્યો, મહારાજા ફાંસીથી બચ્યા, પણ ગાદી ગઈ 4. હિન્દુ રાજા પયગંબરને મળ્યા, ભારતની પહેલી મસ્જિદ બનાવી: પયગંબરને આદુનું અથાણું આપીને મુસલમાન બન્યા; મસ્જિદની 13 સીટ પર અસર 5. કેપ્ટન બાબાનું 18 કરોડનું ફાર્મહાઉસ સીલ, મંદિર ખાલીખમ: દીકરો અરેસ્ટ, પત્ની ફરાર; ભાઈ બોલ્યો- પરિવારને બદનામ કરી નાખ્યો 6. સંડે જઝબાત: કાશ્મીરી મુસલમાન સાથે લગ્ન કર્યા, વિદેશમાં તરછોડી: સાવકા પિતાએ મને ઘરમાંથી કાઢી, મમ્મીએ પણ દરવાજા બંધ કરી દીધા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને કરિયર માટે સુવર્ણ દિવસ, નવા સંપર્કોથી વૃશ્ચિક જાતકોને આર્થિક લાભ થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →