મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:હોર્મુઝ મામલે બ્રિટનમાં મિટિંગ, ભારત સામેલ થયું, ઇરાને એમેઝોન ડેટા સેન્ટર પર હુમલાનો વીડિયો જાહેર કર્યો, સોના-ચાંદીમાં મોટો કડાકો

National4/2/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:હોર્મુઝ મામલે બ્રિટનમાં મિટિંગ, ભારત સામેલ થયું, ઇરાને એમેઝોન ડેટા સેન્ટર પર હુમલાનો વીડિયો જાહેર કર્યો, સોના-ચાંદીમાં મોટો કડાકો
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના રહ્યા. શાહે કહ્યું કે તેઓ 15 દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં રહેશે, જેથી મમતાને હરાવી શકાય. બીજા મોટા સમાચાર ચાંદીના ભાવમાં આવેલા 12 હજાર રૂપિયાના ઘટાડાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પુડુચેરીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ દરમિયાન તેઓ 2 કિલોમીટર લાંબો રોડ શો કરશે. 2. ભારતીય નૌસેનામાં INS તારાગીરી વૉરશિપ સામેલ કરવામાં આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. ભારત બોલ્યું- હોર્મુઝમાં નાવિકો ગુમાવનાર અમે એકમાત્ર છીએ:આ સંકટનો ઉકેલ વાતચીતથી જ શક્ય છે, ઓનલાઈન બેઠકમાં 60 દેશો સામેલ થયા બ્રિટનની પહેલ પર હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે એક મોટી ઓનલાઈન બેઠક યોજાઈ હતી, જેમાં 60થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર રહ્યા હતા. બેઠકમાં વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સંકટમાં અત્યાર સુધી માત્ર ભારતના જ નાગરિકો માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોર્મુઝ સંકટમાં અત્યાર સુધીમાં 3 ભારતીય નાવિકો માર્યા ગયા છે, જેઓ બધા વિદેશી જહાજો પર કામ કરી રહ્યા હતા. ભારતે કહ્યું કે આ સમગ્ર સંકટનો ઉકેલ માત્ર વાતચીત અને શાંતિથી જ આવી શકે છે. ભારતે તમામ દેશોને અપીલ કરી કે તણાવ ઓછો કરે અને પરસ્પર વાતચીત દ્વારા માર્ગ શોધી કાઢે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પશ્ચિમ બંગાળમાં 7 ઈલેક્શન ઓબ્ઝર્વર બંધક, સુપ્રીમ નારાજ:કહ્યું- અમને ખબર છે કે આ કોણે કર્યું, મતદાર યાદીમાંથી નામ કમી થવા પર સતત બીજા દિવસે પ્રદર્શન સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં SIR સાથે સંકળાયેલા 7 ચૂંટણી નિરીક્ષકોને બંધક બનાવવાની ઘટના પર નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમે કહ્યું- તેમને નવ કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા. ખાવા-પીવાનું પણ મળ્યું નહીં. આ ઘટના સુનિયોજિત અને ઉશ્કેરણીજનક લાગે છે. તેનો હેતુ ન્યાયિક અધિકારીઓનું મનોબળ તોડવાનો અને ચૂંટણી પ્રક્રિયાને રોકવાનો છે. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. બેન્ચે રાજ્યના ગૃહ સચિવ, ડીજીપી અને અન્ય અધિકારીઓ પાસેથી તેમની નિષ્ક્રિયતા પર જવાબ માંગ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ચંદીગઢમાં પંજાબ BJP હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ:ગ્રેનેડ પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું, 2 શંકાસ્પદ લોકોની શોધખોળ ચંદીગઢમાં BJPના પંજાબ મુખ્યાલયની બહાર બુધવારે સાંજે 5 વાગ્યે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ પછી ત્યાં પાર્કિંગમાં ઉભેલી ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા. BJP ઓફિસની દીવાલ પર 70થી 80 છરા જેવા નિશાન બની ગયા છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ગ્રેનેડની પિન ખોલીને તેને ફેંકીને ભાગી રહ્યો છે. આ દરમિયાન ધમાકાનો અવાજ પણ સંભળાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો BJP ઓફિસ પર થયેલા હુમલાનો છે. તપાસમાં આ ગ્રેનેડ પાકિસ્તાન બનાવટનો હોવાનું સામે આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. AAPએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા:કહ્યું- ગૃહમાં પાર્ટી વતી નહીં બોલે; ગિર્ગ વર્કર્સ-રીચાર્જ જેવા મુદ્દા ઉઠાવી ચૂક્યા છે આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ આ પદ રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને આપવામાં આવ્યું છે. પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને આ માહિતી આપી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે સદનમાં પાર્ટી તરફથી બોલવાનો સમય ન આપવામાં આવે. રાઘવ 2022થી પંજાબથી રાજ્યસભા સાંસદ છે. તેમનો કાર્યકાળ 2028 સુધીનો છે. પાર્ટીએ આ નિર્ણયનું કારણ જણાવ્યું નથી. જોકે, તેમણે લાંબા સમયથી પાર્ટીથી અંતર બનાવી લીધું હતું અને AAPને લઈને કોઈ નિવેદન આપી રહ્યા ન હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટ્રમ્પના ભાષણ પછી સોના-ચાંદીના ભાવ તૂટ્યા:સોનામાં ₹3,263, ચાંદીમાં ₹13 હજારનો ઘટાડો; ઈરાન યુદ્ધથી 34 દિવસમાં સોનું ₹16 હજાર સસ્તું થયું અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ગુરુવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 5,346 રૂપિયા ઘટીને 1.46 લાખ રૂપિયા થયું છે. આ પહેલા બુધવારે તે 1.51 લાખ પર હતું. જ્યારે, એક કિલો ચાંદી 15,176 રૂપિયા ઘટીને 2.25 લાખ રૂપિયા થઈ ગઈ, જે 25 માર્ચે 2.40 લાખ રૂપિયા પર હતી. અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે સોનું 34 દિવસમાં 13,590 અને ચાંદી 42,040 સસ્તી થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. LRD ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર:14 જૂને લેખિત પરીક્ષા, ચેક કરો તમારું નામ ગુજરાત રાજ્યમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક કેડરની શારીરિક કસોટી પૂર્ણ થતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તા. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં LRDની શારીરિક કસોટી માટે 10 લાખ લોકોએ દોડમાં ભાગ લીધો હતો, જેમાંથી 1.10 લાખ લોકો ઉત્તિર્ણ થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મિલ્ક પનીર છે કે એનાલોગ, હોટલ-રેસ્ટોરન્ટમાં ફરજિયાત બોર્ડ લાગશે:નકલી, સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ રોકવા સરકાર એક્શન મોડમાં; અસલી પનીરને આ રીતે ઓળખો જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્ત્વના છે. રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી છે કે હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે 'એનાલોગ', તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અમિત શાહે કહ્યું- 15 દિવસ બંગાળમાં જ રહીશ:મમતાને ઘરમાં જ હરાવવાના છે, TMCને ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી દો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિની ઠેકડી ઊડાવી, મેક્રોને કહ્યું- માપમાં રહો:ટ્રમ્પે કહ્યું- પત્નીના હાથે થપ્પડ ખાધા કરે છે, ખરાબ વ્યવહાર કરે છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : TMCનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળતી I-PACને ત્યાં EDના દરોડા:દિલ્હી-બેંગલુરુ, હૈદરાબાદમાં EDની તપાસ, કોલસા કૌભાંડ સાથે સંકળાયેલો મામલો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નેપાળમાં એવરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ:ખાવામાં બેકિંગ સોડા ભેળવીને બીમાર કરતા હતા, પછી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાવીને વધુ કમાણી કરતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : PPF એકાઉન્ટમાંથી દર મહિને ₹61 હજારની કમાણી:₹1.03 કરોડનું ફંડ પણ તૈયાર થઈ જશે, જાણો શું છે તેનો 15+5+5 ફોર્મ્યુલા વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : સર્જાયો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’:મંગળનું મીન રાશિમાં 'મંગળ' ગોચર; વૃષભ, મિથુન, કર્ક સહિત 8 રાશિઓ પર સંકટમોચન ખુશખુશાલ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ₹167.2 કરોડમાં વેચાયું ‘યશોદા-કૃષ્ણ’નું પેઇન્ટિંગ રાજા રવિ વર્માના પ્રખ્યાત ‘યશોદા અને કૃષ્ણ’ના પેઇન્ટિંગની મુંબઈમાં ₹167.2 કરોડમાં હરાજી થઈ. 130 વર્ષ જૂના આ પેઇન્ટિંગ સાયરસ પૂનાવાલાએ ખરીદી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય પેઇન્ટિંગે લાઈવ ઓક્શનમાં આટલી મોટી કિંમત હાંસલ કરી હોય. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: પેટ્રોલ-ડીઝલ ને ગેસ માટે ફરી લાઇનો લાગી શકે:બીજો રૂટ પણ બંધ કરી દેવાની ઇરાનની ધમકી, 20 મિનિટમાં ટ્રમ્પે 18 ફાંકા માર્યા, હોર્મુઝ ખોલવા 35 દેશ મેદાને 2. ભાસ્કર સિરીઝ: ‘તારા પર પ્રેતાત્માનો પડછાયો છે, બાપુ જ તેને હટાવી શકશે’: દોઢ કલાક સુધી આસારામે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, એપિસોડ-24માં જુઓ માતા-પિતાએ જ દીકરીને આસારામની રૂમમાં મોકલી 3. જામનગરની દીકરી જજની ખુરશી સંભાળશે:2 વાર નિષ્ફળતા મળી છતાં હિંમત ન હારી, ઘૂંઘટની મર્યાદા પણ પાળી અને ઇતિહાસ પણ રચ્યો 4. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પ હોર્મુઝ નહીં ખોલાવે, ન તો પરમાણુ બોમ્બનું યુરેનિયમ જપ્ત કરશે; ટ્રમ્પના 4 મોટા સંકેત, ઈરાન યુદ્ધમાં આગળ શું થશે? 5. ભાસ્કર એનાલિસિસ : ગુજરાતમાં દારૂની પરમિટ આપવા કેવા સગવડિયા નિયમો?:આરોગ્યના નામે પરવાનગી લેવાના ફોર્મમાં કારણો અગાઉથી છાપ્યા; ડૉક્ટરો, WHOના રિપોર્ટે સરકારી તર્કની પોલ ખોલી 6. દુનિયામાં પહેલી ચૂંટાયેલી વામપંથી સરકાર કેરળમાં બની:ઈન્દિરાના કહેવાથી નહેરૂએ સરકાર બરતરફ કરી; આજે લેફ્ટ કેમ કેરળમાં જ બચ્યો? 7. ઉનાળામાં પથરીનું જોખમ વધુ:ભારતમાં 12% લોકો આ સમસ્યાથી પીડિત, જાણો કઈ ભૂલોના લીધે થાય છે કિડની સ્ટોન; બચવા માટે 12 ટિપ્સ અપનાવો 8. બ્લેકબોર્ડ-હટ્ટો-કટ્ટો ભરતી થયો, સેનાએ વિકલાંગ બનાવીને મોકલી દીધો:8 મહિના કોમામાં રહ્યો, ભાનમાં આવ્યો તો ખબર પડી - મને આર્મીમાંથી કાઢી મૂક્યો છે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: કન્યા-મકર રાશિના જાતકો નવી સિદ્ધિઓ હાંસલ કરશે, સિંહ-વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતોમાં સાવધ રહેવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →