મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હી હોટલ અગ્નિકાંડમાં 21 લોકોના મોત, મમતાની TMC તૂટી; ટ્રમ્પ બોલ્યા- મેં નેતન્યાહુને ગાળ આપી, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પોણા 3 વર્ષે જેલમાંથી બહાર

National6/3/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હી હોટલ અગ્નિકાંડમાં 21 લોકોના મોત, મમતાની TMC તૂટી; ટ્રમ્પ બોલ્યા- મેં નેતન્યાહુને ગાળ આપી, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પોણા 3 વર્ષે જેલમાંથી બહાર
નમસ્તે, દિલ્હીમાં એક હોટલમાં આગ લાગવાથી 21 લોકોના મોત થયા છે. આમાં 19 વિદેશી નાગરિકો છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટી તૂટી ગઈ છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલી PM નેતન્યાહુને ગાળ કેમ આપી... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રિપુરાના પ્રવાસે રહેશે. તેઓ ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. દિલ્હીમાં 6 માળની હોટલમાં આગ, 21 જીવતા ભડથું થયા:તેમાં 11 વિદેશી અને 10 ભારતીય નાગરિકો, ફાયર NOC વગર જ ચાલતી હતી હોટલ દિલ્હીના માલવીય નગરની ફ્લોરિશ સ્ટે હોટલમાં બુધવારે આગ લાગવાથી 21 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં 11 વિદેશી નાગરિકો છે. જેમાં 9 આફ્રિકન અને 2 તુર્કમેનિસ્તાનના છે. એજન્સીએ પહેલા આ આંકડો 17 જણાવ્યો હતો. ભાસ્કરને મળેલી માહિતી અનુસાર, મૃતક 10 ભારતીયોમાંથી 8 પરસ્પર સંબંધી હતા. જેમાં 3 રાજસ્થાનના અને 5 હરિયાણાના રહેવાસી હતા. આ દુર્ઘટનામાં કુલ 35 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 19 લોકોની હાલત ગંભીર છે. દિલ્હી ફાયર સર્વિસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, માલવીય નગરના લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં સવારે 8.50 વાગ્યે આગ લાગી હતી. આગ રેસ્ટોરન્ટની ઉપર બનેલા હોટેલ ફ્લોરિશ સ્ટે સુધી પહોંચી ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મમતાની TMC તૂટી, 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવ્યું:ઋતબ્રત બેનર્જીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા, દાવો- સ્પીકરે તેમને વિરોધ પક્ષના નેતા માન્યા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં મોટું ભંગાણ સામે આવ્યું છે. પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી લીધું છે. તેમણે દાવો કર્યો કે તેમની સાથે વધુ બે ધારાસભ્યો પણ છે. ઋતબ્રતે બુધવારે કહ્યું કે 58 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ રથીન્દ્ર બોઝને સમર્થન પત્ર આપીને તેમને ધારાસભ્ય દળના નેતા અને વિરોધ પક્ષના નેતા જાહેર કરવાની માગ કરી, જેને સ્પીકરે મંજૂરી આપી દીધી છે. જાવેદ ખાન, સંદીપન સાહા અને સિઉલી સાહાને ઉપનેતા બનાવવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ડીકે શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા:જી પરમેશ્વર નાયબ મુખ્યમંત્રી બન્યા, સિદ્ધારમૈયાના પુત્ર સહિત 12 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા ડીકે શિવકુમારે બુધવારે બેંગલુરુના લોક ભવનમાં કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શિવકુમારને 30 મેના રોજ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ સિદ્ધારમૈયાની જગ્યાએ રાજ્યની કમાન સંભાળશે. તેમના ઉપરાંત, જી પરમેશ્વરે નવા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત 12 ધારાસભ્યો પણ મંત્રી પદના શપથ લીધા. તેમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયાના એમએલસી પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાનો પણ સમાવેશ થાય છે. સિદ્ધારમૈયાએ 28 મેના રોજ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. સિદ્ધારમૈયા 20 મે 2023 થી 28 મે 2026 સુધી મુખ્યમંત્રી રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ટ્રમ્પે સ્વીકાર્યું- નેતન્યાહૂને ફોન પર ગાળો આપી હતી: કહ્યું- હું તેમનો ખૂબ આદર કરું છું, પરંતુ લેબનોન પરના હુમલાઓથી પરેશાન હતો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમણે સોમવારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત દરમિયાન તેમને ‘*** પાગલ’ કહ્યા હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેઓ નેતન્યાહુનું સન્માન કરે છે અને તેમની સાથે ખૂબ સારા સંબંધો છે. એક પોડકાસ્ટમાં ટ્રમ્પે કહ્યું- ઇઝરાયલના લેબનોન પરના હુમલાને લઈને હું ચિંતિત હતો. મને નેતન્યાહુ ખૂબ ગમે છે અને હું તેમની સાથે ખૂબ સારી રીતે કામ કરું છું. નેતન્યાહુ વિરુદ્ધ ટ્રમ્પની અપમાનજનક ટિપ્પણીના સમાચાર સૌથી પહેલા એક્સિયોસે સોમવારે પ્રકાશિત કર્યા હતા. બાદમાં ઇઝરાયલી અધિકારીઓએ આ અહેવાલનું ખંડન કર્યું હતું. એક્સિયોસના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે નેતન્યાહૂને સીધી ફટકાર લગાવતા કહ્યું હતું કે, "શું તમે પાગલ થઈ ગયા છો… તમે કરી શું રહ્યા છો?" વાંચો સંપૂર્ણ સમાચાર 5. MP-UP સહિત 11 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ:આગ્રામાં રસ્તા-ફૂટપાથ ધસી પડ્યા, કાર-ટ્રેક્ટર ખાડામાં પલટ્યા; જમ્મુ-કાશ્મીરમાં 3 જગ્યાએ વાદળ ફાટ્યું દેશભરમાં વાવાઝોડા અને વરસાદને કારણે પારો 40°C થી નીચે આવી ગયો છે. મંગળવારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં વરસાદ થયો. યુપીના આગ્રામાં લગભગ એક કલાક સુધી ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ફૂટપાથ ધસી પડ્યા. તેમાં ટ્રેક્ટર-ટ્રોલી, કાર અને ટ્રક પલટી ગયા. એમપીના સિંગરૌલીમાં વીજળી પડવાથી એક કિશોરનું અને નીમચમાં જર્જરિત મકાનની છત પડવાથી માતા-પુત્રનું મૃત્યુ થયું. જમ્મુ-કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને પુંછ જિલ્લામાં વાદળ ફાટ્યા. જેના કારણે રસ્તાઓ જામ થઈ ગયા, રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા અને વાહનો કાટમાળમાં ફસાઈ ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. તથ્ય પટેલ પોણા ત્રણ વર્ષે જેલમાંથી બહાર નીકળ્યો:ફોર્ચ્યુનર કારમાં પિતા પ્રગ્નેશ પટેલ જેલ લેવા પહોંચ્યા'તા, માથે ટોપી અને મીડિયાના સવાલો સામે આરોપીનું મૌન અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 27 મે, 2026ના રોજ એટલે કે પોણા ત્રણ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી આરોપી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા હતા. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને બોનાફાઈડ બતાવવા માટે 1 કરોડની રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા કહ્યું હતું, ત્યારે આજે 3 જૂન, 2026ના રોજ આરોપી તથ્ય પટેલના વકીલ નિસાર વૈધ ગ્રામ્ય કોર્ટથી બીડું લઈને અમદાવાદ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. વકીલે જેલમાં બીડું જમા કરાવ્યું તે દરમિયાન આરોપી તથ્યના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં જેલ ખાતે પહોંચ્યા હતા. આરોપી તથ્ય પટેલ 2 વર્ષ 10 મહિના અને 14 દિવસે જેલમાંથી બહાર નીકળ્યો હતો અને ફોર્ચ્યુનર કારમાં પિતા સાથે પોતાના ઘરે પરત ફર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રાજ્યમાં હજુ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે: પવનની ગતિ પ્રતિ કલાક 40 થી 50 કિમીની રહેશે, 6 જૂન બાદ તાપમાનમાં ફરી વધારો થશે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 જૂને 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ પ્રતિ કલાક 40 થી 50 કિમીની રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસ ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો રહેશે. ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થશે. હવામાન વિભાગના મતે આવતીકાલે (4 જૂને) કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ભારત સહિત દુનિયાભરમાં 3 મહિના સુધી દુષ્કાળની આશંકા:કેન્દ્રનો નિર્દેશ- રાજ્યો આનો સામનો કરવા માટે યોજના લાગુ કરે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 13 થી 16 વર્ષની ઉંમર વચ્ચે 600-700 પુરુષોએ રેપ કર્યો:બ્રિટન સંસદમાં ગ્રૂમિંગ ગેંગના પીડિતોની આપવીતી; મોટાભાગના આરોપીઓ પાકિસ્તાની મૂળના વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ખાન સરના કોચિંગ પર હુમલાનો VIDEO સામે આવ્યો:લોકોએ ગાર્ડને ઢીબી નાખ્યો, ઈંટ-પથ્થર ફેંક્યા; જ્ઞાનબિંદુ કોચિંગના ડાયરેક્ટર સહિત 3ની ધરપકડ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુના 4 મહિના પછી થશે અંતિમ સંસ્કાર:ઈરાનના મશહદ શહેરમાં દફનાવવામાં આવશે, 2 કરોડ લોકો અંતિમ યાત્રામાં સામેલ થઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ₹3,300 ઘટી, એક કિલોના ₹2.62 લાખ થયા:ઓલ ટાઈમ હાઈથી ₹1.24 લાખ નીચે આવી; સોનું પણ આજે ₹1,030 સસ્તું થયું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ઇંગ્લેન્ડ મહિલા ટીમે T-20માં ભારતને હરાવ્યું:સીરિઝ 2-1થી જીતી, કેપ્સી-નાઈટ વચ્ચે 137 રનની વિનિંગ પાર્ટનરશીપ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પરિણામનો ડર અને ચિંતા કેવી રીતે છોડવી?:ગીતાના ત્રીજા અધ્યાયમાંથી શીખો નિર્ણય લેવાની કળા, દરેક નિર્ણય સચોટ સાબિત થશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ સેન્ટ્રલ જેલ જોવા માટે તમંચો તાક્યો ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક યુવકે સેન્ટ્રલ જેલ જોવા માટે પોતાની પત્ની પર તમંચો તાણ્યો. પછી તે ગેરકાયદેસર તમંચો લઈને બહાર ફરવા નીકળી ગયો. બાદમાં તેને પોલીસે પકડી લીધો. આરોપીએ જણાવ્યું કે તે પહેલા ઉરઈ જેલ જઈ ચૂક્યો છે, હવે સેન્ટ્રલ જેલ જોવા માંગતો હતો. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : પોલીસ વિભાગે 3 મહિનામાં 70 અધિકારીની ચરબી ઉતારી દીધી: ધોકાવાળી કરનાર PSI મેડમ ભાગ્યા; સાબરમતીના પટમાં નેતાએ ફોટા પડાવ્યા 2. આજનું એક્સપ્લેનર: જમીન વેચીને ચૂંટણી લડ્યા, EDએ પકડ્યા તો રડી પડ્યા, જ્યોતિષીએ કહ્યું- સત્તા છીનવવી પડે છેને બન્યા સૌથી ધનિક CM ડીકે શિવકુમાર 3. Editor's View: દિલ્હી અગ્નિકાંડ અને 5 સવાલ: સરકારો બદલે સિસ્ટમ નહીં, હવે તો આગમાં રોટલા શેકાશે, તક્ષશિલાથી TRP ગેમ ઝોન કાંડ સુધી, પ્રજાની નિષ્ઠુરતા પર જબરા ચાબખા 4. દીકરાની લાશ માટે ડૉક્ટર પરિવારની આંસુ ભરેલી આજીજી: લાચાર પિતા બોલ્યા- છેલ્લીવાર ચહેરો પણ ન જોઇ શક્યા, જ્યોર્જિયાથી અંતિમ કોલમાં ધ્વનિતે કહ્યું હતું- મમ્મી ચિંતા ન કરતાં 5. મિત્ર પાસે શૈલેન્દ્રની પત્નીના પ્રાઇવેટ ફોટો હતા: પોલીસને કહ્યું- એ દોસ્ત નહોતો, દગાબાજ હતો; બજારમાંથી આરી લાવી લાશના 9 ટુકડા કર્યાં 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: વૃષભ, કર્ક, મકર અને મીન રાશિની નોકરીમાં પ્રગતિ પાક્કી, ધન રાશિને મૂંઝવણમાંથી રાહત મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →