મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મમતા બોલ્યા- અમારા ધારાસભ્યોને ધમકાવવામાં આવી રહ્યા છે; કોકરોચ પાર્ટીના સ્થાપક ભારત પરત ફરશે; દેશભરમાં હીટવેવ સમાપ્ત, 3 જૂન સુધીમાં ચોમાસું

National6/1/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મમતા બોલ્યા- અમારા ધારાસભ્યોને ધમકાવવામાં આવી રહ્યા છે; કોકરોચ પાર્ટીના સ્થાપક ભારત પરત ફરશે; દેશભરમાં હીટવેવ સમાપ્ત, 3 જૂન સુધીમાં ચોમાસું
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મમતા બેનર્જી સાથે જોડાયેલા રહ્યા. તેમણે આક્ષેપ કર્યો કે ટીએમસી (TMC) ધારાસભ્યોને ધમકાવવામાં આવી રહ્યા છે. બીજા સમાચાર કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકના ભારત આવવાની જાહેરાતના છે. અમે તમને એ પણ જણાવીશું કે ચોમાસું કેરળ ક્યારે પહોંચશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ટ્વિશા શર્માના સાસુ પૂર્વ જજ ગિરિબાલા સિંહ અને પતિ સમર્થ સિંહની CBI રિમાન્ડ પૂરી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. દાવો- ઈરાને અમેરિકા સાથે યુદ્ધવિરામની વાતચીત અટકાવી:હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરવાની તૈયારી, લેબનોન પર હુમલાના વિરોધમાં નિર્ણય ઈરાને અમેરિકા સાથેની યુદ્ધવિરામ વાટાઘાટો હાલ પૂરતી રોકી દીધી છે. ઈરાની ન્યૂઝ એજન્સી તસ્નીમ અનુસાર, તેહરાને કહ્યું છે કે જ્યાં સુધી લેબનોનમાં ઈઝરાયલી હુમલાઓ અટકતા નથી, ત્યાં સુધી મધ્યસ્થીઓ દ્વારા અમેરિકા સાથે કોઈ વાતચીત થશે નહીં. રિપોર્ટ અનુસાર, ઈરાનનું કહેવું છે કે લેબનોનમાં શાંતિ જાળવી રાખવી યુદ્ધવિરામની મહત્વપૂર્ણ શરતોમાં સામેલ હતું. પરંતુ હવે લેબનોન સહિત અનેક મોરચે આ કરારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઈરાને ગાઝા અને લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક રોકવા અને લેબનોની ક્ષેત્રમાંથી ઈઝરાયલી સેનાની સંપૂર્ણ વાપસીની માગ કરી છે. તેહરાનનું કહેવું છે કે જ્યાં સુધી આ મુદ્દાઓ પર તેની અને તેના સહયોગીઓની માંગણીઓ પૂરી થતી નથી, ત્યાં સુધી વાતચીત ફરી શરૂ થશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મમતા બેનર્જીએ કહ્યું- TMC ધારાસભ્યો પર ભાજપમાં જોડાવા માટે દબાણ:પોલીસ ડરાવી-ધમકાવી રહી છે, પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપમાં બે ધારાસભ્યોને હાંકી કાઢ્યા બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ફેસબુક પર વીડિયો મેસેજ જાહેર કરીને ભાજપ અને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસ TMC ધારાસભ્યો પર પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા માટે દબાણ કરી રહી છે. મમતાએ દાવો કર્યો કે કેટલાક ધારાસભ્યો અને સાંસદોને ડરાવી-ધમકાવીને અથવા લાંચ આપીને TMCને નબળી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું- TMCને નબળી પાડી શકાય નહીં, બલ્કે તેનાથી પાર્ટી વધુ મજબૂત બની રહી છે. તેમણે કહ્યું કે પાર્ટીના મોટા નેતાઓ કાર્યકર્તાઓનો સાથ નથી આપી રહ્યા, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. મમતાના મતે, TMC કાર્યકર્તાઓને વિરોધ પ્રદર્શન માટે ઘરોમાંથી બહાર પણ નીકળવા દેવામાં આવી રહ્યા નથી અને પાર્ટી કાર્યાલયોમાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. CBIએ કહ્યું- પુણેના શિક્ષકે NEET પેપર ગોઠવ્યું:3 આરોપી 15 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં; SCએ કહ્યું- રી-એક્ઝામ પેન-પેપર મોડમાં જ થશે NEET પેપર લીક કેસમાં CBIએ સોમવારે જણાવ્યું કે પુણેની એક મેડિકલ એકેડમીમાં ફિઝિક્સ ફેકલ્ટી રહેલા હર્ષદકુમાર શાહે ક્વેશ્ચન પેપર ગોઠવવામાં ભૂમિકા ભજવી હતી. એજન્સી અનુસાર, શાહે ફિઝિક્સનું પ્રશ્નપત્ર મનીષા હવાલદાર સુધી પહોંચાડ્યું હતું. તપાસમાં આ જ પેપર મનીષાના મોબાઈલમાંથી મળી આવ્યું હતું. ડો. મનોજ શિરુરે, હર્ષદકુમાર શાહ અને મનીષા હવાલદારને સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 21 જૂને યોજાનારી NEET રી-એક્ઝામને કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)માં કરાવવાની માગ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કેસની આગામી સુનાવણી જુલાઈમાં નક્કી કરી છે. આથી, 21 જૂને યોજાનારી પરીક્ષા હાલ પૂરતી પેન-પેપરથી જ થશે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચ RJD સાંસદ સુધાકર સિંહની અરજી પર સુનાવણી કરી રહી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર 6 જૂને ભારત આવશે:શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈ જંતર-મંતર પર પ્રદર્શન કરશે, ઈન્સ્ટા ફોલોઅર્સ 2 કરોડને પાર કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે 6 જૂને ભારત પરત ફરશે. તેઓ દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. જેમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરશે. દીપકેએ પોતે આ માહિતી X ના કોકરોચ ઇઝ બેક એકાઉન્ટ પર આપી. 30 વર્ષના અભિજીત દિપકે મહારાષ્ટ્રના સંભાજી નગરના રહેવાસી ડિજિટલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ છે. અભિજીતે પુણેથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે. અભિજીત 2020 થી 2022 સુધી કેજરીવાલની આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ રહ્યા છે. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અભિજીત AAP માટે વાઇરલ મીમ આધારિત ઓનલાઈન પ્રચાર સામગ્રી બનાવતા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચોમાસું 2-3 દિવસમાં કેરળ પહોંચશે:દેશભરમાં હીટવેવ ખતમ, રાજસ્થાનના 3 જિલ્લામાં કરા પડ્યા; એમપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં દસ્તક દે છે, પરંતુ આ વખતે તેની ગતિ થોડી ધીમી રહી છે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે હવામાન અનુકૂળ બન્યું છે. આ સાથે બંગાળની ખાડીના ઘણા વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધી શકે છે. IMD એ અગાઉ અનુમાન લગાવ્યું હતું કે ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચશે, પરંતુ બાદમાં તેમાં વિલંબ થયો અને વિભાગે જણાવ્યું કે તેની શરૂઆત જૂનના પહેલા અઠવાડિયામાં થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગાંધીનગરના લાંચિયા ક્લાસ-1 અધિકારી પાસેથી 2.64 કરોડ મળ્યા:સ્વિફ્ટમાંથી 5 લાખ અને ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા, સોલાર પેનલની વીકમાં 100 ફાઇલ ક્લિયર કરી ACB દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન ઓફિસર એ.બી.ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સોલાર પેનલની એનઓસી (NOC) આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવીને દબોચી લીધો હતો. આ અટકાયત બાદ અધિકારીના ઘર અને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ તેમજ દાગીના મળી આવ્યા છે. ગાંધીનગરના લાંચિયા ક્લાસ-1 અધિકારી પાસેથી સુરત અને ગાંધીનગરમાંથી રૂ. 2.64 કરોડની મત્તા મળી આવી છે. અને અધિકારીની સ્વિફ્ટ કારમાંથી 5 લાખ અને તેના ઘરેથી 1.76 કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. નિવૃત્તિના એક દિવસ પહેલાં રાજકોટના ACP વી.જી.પટેલ ડિસમિસ:વડોદરામાં જુગારના કેસમાં આરોપીને ઘરે ન રહેવાની સલાહ આપી હતી રાજકોટ કન્ટ્રોલરૂમના ACP વી. જી. પટેલની નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી ડિસમીસ (બરતરફ) કરવામાં આવ્યા છે. 31 મે નિવૃત થનાર આ અધિકારી સામે વડોદરામાં ફરજ દરમિયાન જુગારના એક આરોપીને મદદ કરવાનો ગંભીર આક્ષેપ હતો. આ મામલે ચાલી રહેલી ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં તેઓ દોષિત જાહેર થતાં, ગૃહ વિભાગે કડક વલણ અપનાવીને 30 મેના જ તેમની બરતરફીનો ઓર્ડર જારી કરી દીધો છે. રાજકોટ શહેર પોલીસના કંટ્રોલ રૂમ એસીપી તરીકે ફરજ બજાવતા વિનાયક જી. પટેલ ગઈકાલ તારીખ 31 મેના રોજ સાંજે વય મર્યાદા અંતર્ગત નિવૃત થવાના હતાં. તે નિવૃત્તિની રાહ જોઈ રહ્યા હતા, તેના એક દિવસ પૂર્વે એટલે 30 મેના રોજ સાંજે ગૃહ વિભાગ દ્વારા ડિસમિસ કરતો હુકમ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પશ્ચિમ બંગાળમાં કેબિનેટનું વિસ્તરણ:35 મંત્રીઓએ શપથ લીધા, અર્જુન સિંહ, દીપક બર્મન મંત્રી બન્યા; શુભેન્દુના મંત્રીમંડળમાં હવે 41 મંત્રીઓ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : લગ્નનાં થોડાં કલાકોમાં જિંદગીનો છેલ્લો પ્રવાસ:દુલ્હનની આંખ ખુલી તો છાતી પર પતિનો મૃતદેહ હતો, કલાકો કાટમાળમાં ફસાયેલી રહી; હેલિકોપ્ટર ક્રેશમાં કેરળના પાઇલટનું મોત વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલનો દાવો- આન્સરશીટ મોબાઈલથી સ્કેન કરવામાં આવી:ખાસ વેન્ડરને ફાયદો પહોંચાડ્યો; રી-ઇવેલ્યુએશન ફી પર બોલ્યા- CBSEના ખિસ્સાકાતરુઓથી સાવધાન વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ભારતીય જમીન પચાવી પાડવાના દાવા સામે નેપાળી સંસદમાં વિરોધ:વિપક્ષે કહ્યું- PM બાલેન પુરાવા આપે, અથવા નિવેદન પાછું ખેંચે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : મોંઘવારી સાથે થઈ જૂન મહિનાની શરૂઆત:ગેસના બાટલાના ભાવ વધ્યાં, 5KGનો છોટું સિલિન્ડર પણ મોંઘો થયો; લોકોનું બજેટ વિખેરશે આ 4 મોટા ફેરફાર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : RCB IPLમાં જીત પછી વિક્ટરી પરેડ નહીં કરે:બેંગલુરુ પોલીસની એડવાઇઝરી બાદ નિર્ણય, ગયા વર્ષે નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : તમામ રાશિ માટે જૂન મહિનો કેવો રહેશે?:મેષ, ધન સહિત ચાર રાશિને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ, વૃશ્ચિક અને મકર રાશિને ભાગ્યનો સાથ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ અરજીના 21 વર્ષ પછી મળી નોકરી કેરળના મલપ્પુરમના અબ્દુલ મજીદે 2005માં સરકારી શિક્ષક ભરતી પરીક્ષા પાસ કરી હતી. પરંતુ નિમણૂક પત્ર 21 વર્ષ પછી 2026માં મળ્યો. ત્યાં સુધીમાં તેઓ 60 વર્ષના થઈને નિવૃત્તિની ઉંમર વટાવી ચૂક્યા હતા. આ મામલો સરકારી ભરતી સિસ્ટમ પર સવાલો ઉભા કરી રહ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : મંત્રીજી અધિકારીઓને ગાળ બોલ્યા: મહિલાઓની હાજરીથી મીટિંગમાં સોંપો, રાજભા ગઢવી અંગે સવાલ પૂછતા મોઢવાડિયાએ માઈક કાઢી નાખ્યું, જુઓ વીડિયો 2. Editor's View: 'નેપાળે પણ ભારતની જમીન દબાવી': PM બાલેનના ધડાકાથી દિલ્હી સુધી ભૂકંપ!, પડદા પાછળ ચીન કે બ્રિટન? સરહદ વિવાદની ક્રોનોલોજીથી સમજો અસલી કહાની 3. મંડે મેગા સ્ટોરી : શું IPLનો ડાઉનફોલ શરૂ?: ટીવી દર્શકોમાં 26%નો ઘટાડો, વિદેશી ખેલાડીઓ પણ રમવાના મૂડમાં નથી; ટોપ એક્સપર્ટે જણાવ્યા સાચા કારણ અને સોલ્યુશન્સ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ અને સિંહ રાશિના પારિવારિક વિવાદો ઉકેલાશે; મિથુન, મકર અને મીન રાશિએ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →