મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતના દરિયામાં 3 સિસ્ટમ, 4 દિવસ ભારે વરસાદની આગાહી, કાશ્મીરમાં વાદળ ફાટતાં તબાહી, ચીનથી પાકિસ્તાન પહોંચ્યા હતા પહેલગામ આતંકીઓના ફોન
નમસ્તે, પહલગામ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ચીનથી પાકિસ્તાન પહોંચ્યા હતા. એનઆઈએ (NIA) એ આ ખુલાસો કર્યો છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે સીબીએસઈ (CBSE) ના ચેરમેન અને સચિવને હટાવી દીધા છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈઝરાઈલી PM નેતન્યાહુ પર કેમ ભડક્યા...
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ડીકે શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે સાંજે 4 વાગ્યે શપથ લેશે. 📰 કાલના મોટા સમાચારો 1. પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ:NIAએ કહ્યું- કરાચી-લાહોરના સરનામે બે ચીની ફોન ડિલિવર થયા; આતંકીઓના ફોનમાં બાયસરન વિશે માહિતી હતી પહેલગામ હુમલાની તપાસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અનુસાર, પહેલગામ હુમલાના આતંકવાદીઓના મોબાઈલમાં બાયસરન વિસ્તારનું લોકેશન પહેલેથી જ હતું. ફોનની ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે બાયસરન વિસ્તારનું ભૌગોલિક લોકેશન નેવિગેશન એપમાં રેકોર્ડ થયેલું હતું. લોકેશનના સ્ક્રીનશોટ ફોનમાં સેવ કરવામાં આવ્યા હતા. NIA સૂત્રો અનુસાર આતંકવાદીઓએ હુમલાની તૈયારી પહેલેથી જ કરી રાખી હતી. હુમલાના લગભગ એક અઠવાડિયા પહેલા બાયસરનની રેકી કરવામાં આવી હતી. આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 2 ચાઈનીઝ મોબાઈલ પાકિસ્તાનના સરનામે મોકલવામાં આવ્યા હતા. સપ્લાય ચેઈન રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું કે આ ફોન કરાચી અને લાહોરના સરનામે ડિલિવર કરવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. તમે પાગલ થઈ ગયા છો?:ટ્રમ્પે નેતન્યાહુને ફોન કરીને ખખડાવ્યા, કહ્યું- હું ના હોત તો તમે જેલમાં હોત; રિપોર્ટ- લેબનોન પર ઇઝરાયલી હુમલાથી ટ્રમ્પ નિરાશ ટ્રમ્પે સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરતા લેબનોનમાં ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી પર સખત નારાજગી વ્યક્ત કરી. એક્સિયોસના અહેવાલ મુજબ ટ્રમ્પે ગુસ્સામાં નેતન્યાહુને ‘પાગલ’ કહ્યા અને તેમના પર ઉપકાર ન માનવાનો આરોપ લગાવ્યો. રિપોર્ટ મુજબ, લેબનોન પર હુમલા બાદ ઈરાને સોમવારે ચેતવણી આપી હતી કે જો ઇઝરાયલી કાર્યવાહી ચાલુ રહેશે તો તે અમેરિકા સાથે ચાલી રહેલી વાતચીત છોડી શકે છે. આનાથી નારાજ ટ્રમ્પે નેતન્યાહુને ફોન કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સરકારે CBSEના ચેરમેન અને સચિવને હટાવ્યા: વિવાદાસ્પદ ઓન-સ્ક્રીન માર્કિંગના ટેન્ડરના તપાસના આદેશ, આજે રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર સાયબર હુમલો કેન્દ્ર સરકારે CBSEમાં ઓન સ્ક્રીન માર્કિંગ (OSM) પ્રક્રિયાને લઈને વિવાદના કારણે બોર્ડના ચેરમેન અને સચિવને હટાવી દીધા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વિદ્યાર્થીઓએ ઓન સ્ક્રીન માર્કિંગ (OSM) પ્રક્રિયામાં ગડબડીની ફરિયાદ કરી હતી, જેના પછી મંગળવારે આ પગલું ભરવામાં આવ્યું. OSM સર્વિસના ટેન્ડર અને ખરીદ પ્રક્રિયાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. બીજી તરફ, રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર સાયબર હુમલો થયો. CBSE અનુસાર, 2 મિનિટમાં 15 લાખ એક્સેસ અટેમ્પ્ટ થયા, જ્યારે 1 લાખથી વધુ વખત સિસ્ટમની ફાઇલો સુધી પરવાનગી વિના પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો.વાંચો સંપૂર્ણ સમાચાર 4. TMCમાંથી હાંકી કાઢવામાં આવેલા 2 ધારાસભ્યો બોલ્યા- અમે અસલી તૃણમૂલ:અમારી સાથે 50 થી વધુ MLA, વિરોધ પક્ષના નેતાનું પદ અને ચૂંટણી ચિહ્ન મળે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ શકે છે. પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા રીજુ દત્તાએ દાવો કર્યો કે 80માંથી 50થી વધુ ધારાસભ્યો પોતાને અસલી તૃણમૂલ ગણાવવાની તૈયારી કરી રહ્યા છે. રીજુએ દાવો કર્યો છે કે આજે આ તમામ ધારાસભ્યો વિધાનસભા સ્પીકર પાસે જશે અને ત્રણ મુદ્દા ઉઠાવશે. પહેલો- અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે, 50 ધારાસભ્યો અમારી સાથે છે. અમે જ અસલી તૃણમૂલ કોંગ્રેસ છીએ. બીજો, વિપક્ષના નેતા ઋતબ્રત હશે, શોભનદેવ નહીં. ત્રીજો, અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે, તેથી ચૂંટણી ચિહ્ન અમારું હોવું જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 5. જમ્મુના કિશ્તવાડમાં 2 જગ્યાએ વાદળ ફાટ્યું:ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ, રાજસ્થાન-MPમાં વાવાઝોડા-વરસાદથી 5 લોકોનાં મોત જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે બે જગ્યાએ વાદળ ફાટ્યા છે. પહેલું વાદળ સરથલના ગહન વિસ્તારમાં અને બીજું માછીપાલ વિસ્તારમાં ફાટ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ, રેડ ક્રોસ, મહેસૂલ વિભાગ અને અન્ય એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે સ્થાનિક લોકો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 ST બસની ટક્કર, 7ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતાં ભૂંજાયા; બેભાન થયો ત્યાં સુધી બસ કંડક્ટરે મુસાફરોને બચાવ્યા સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો છે. બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 મુસાફરોના કરુણ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી આવી છે. 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 7 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાથી સુરત રિફર કરવામાં આવ્યા છે. રસ્તા પર પલટી મારી ગયેલા એક પાણીના ટ્રેક્ટરવાળા ટેન્કરને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસમાં ટક્કર બાદ તુરંત જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળી એ પહેલાં બસમાં ઈજા પામેલા કંડક્ટરે બસમાં સવાર મુસાફરોને બહાર કાઢીને બચાવ્યા હતા. જોકે, બસમાં આગ લાગી એ પહેલાં જ તે બેભાન થઈ ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો:3 સિસ્ટમ સક્રિય, ચાર દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી, દાહોદમાં ‘સ્માર્ટ સિટી’નું બોર્ડ પડતાં 3ના મોત હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે 2થી 5 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 50થી 60 કિમી સુધી પહોંચી શકે છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ ત્રણ સિસ્ટમોમાં બે સાયકલોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે, જેની અસર સમગ્ર ગુજરાતમાં અનુભવાઈ રહી છે. આજે અને આવતીકાલે (2 અને 3 જૂન) ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન, ગાજવીજ અને વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. આ બન્ને શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મમતા બોલ્યા- પોલીસ TMC કાર્યકર્તાઓને ધમકી આપી રહી છે:હું વિરોધ કરતી રહીશ, લડીશ અથવા મરી જઈશ; TMC નેતાઓના બસ સ્ટોપ પર ધરણા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકા ફર્સ્ટની નીતિ અપ્રવાસીઓનું રહેવું મુશ્કેલ બનાવી રહી છે:બાળકોની ડે-કેર જેવી સેવાઓ ઘટી, આરોગ્ય અને નાણાકીય સુવિધાઓ રોકાઈ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ટ્વિશા કેસ-પતિ અને સાસુને જેલમાં મોકલ્યા:CBIએ રિમાન્ડ ન માંગ્યા; ગિરિબાલાનો આરોપ- ટ્વિશાના વકીલે પુત્ર સમર્થ સાથે મારપીટ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હરિયાણામાં બેસીને અમેરિકાના લોકો સાથે છેતરપિંડી:એમેઝોનના અધિકારી બનીને વાત કરતા 21 લોકો પકડાયા; ₹11 લાખ રોકડા, નોટ ગણવાનું મશીન પણ મળ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : મુંબઈની લાઇફલાઇન રહેલા ડબ્બાવાળાઓનું અસ્તિત્વ સંકટમાં:હાર્વર્ડે ક્યારેક લોજિસ્ટિક્સનો માસ્ટરક્લાસ ગણાવ્યો હતો, પ્રિન્સ ચાર્લ્સ પોતે જોવા આવ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : આકિબ નબી નેટ બોલર તરીકે ભારતીય ટેસ્ટ ટીમ સાથે જોડાયો:છેલ્લી 2 રણજી સીઝનમાં 104 વિકેટ ઝડપી; 6 જૂનથી અફઘાનિસ્તાન સામે મેચ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : કર્ક રાશિમાં ગુરુ બળવાન બનશે:વૃષભ, કર્ક અને વૃશ્ચિક સહિતની છ રાશિને મજા જ મજા; ગ્રહની ‘અતિચારી’ ગતિ કેટલીક રાશિને ધંધે પણ લગાડશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પુત્રવધૂએ સાસુને માથા પર બેસાડીને 84 કોસની પરિક્રમા કરાવી યુપી (ઉત્તર પ્રદેશ)ના બ્રજ ક્ષેત્રમાં એક પુત્રવધૂએ પોતાની વૃદ્ધ સાસુને માથા પર ઉપાડીને 84 કોસની પરિક્રમા કરાવી. સાસુની લાંબા સમયથી ઈચ્છા હતી કે તેઓ આ પરિક્રમા કરે, પરંતુ વધતી ઉંમરના કારણે તેમના માટે પગપાળા ચાલવું શક્ય નહોતું. તેથી પુત્રવધૂએ તેમને એક ટબમાં બેસાડ્યા અને માથા પર ઉપાડીને આખી પરિક્રમા કરાવી. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: બંગાળમાં મહારાષ્ટ્ર મોડલથી TMCમાં બળવો:મમતા પાસેથી ચૂંટણી ચિહ્ન પણ છીનવાઇ શકે, સંસદમાં બે તૃતિયાંશ બહુમતી માટે ભાજપનો ખતરનાક ગેમ પ્લાન 2. એક્સક્લૂસિવ : મહિલા PSIએ પ્રજ્ઞાચક્ષુ વેપારીને પહેલાં માર્યા પછી સમાધાન કરવા પહોંચ્યા:પરિવારને કહ્યું-હું ગિલ્ટી ફીલ કરું છું, ભાસ્કર રિપોર્ટરને જોતા જ ભાગ્યા, પીડિતે કહ્યું-મારે ન્યાય જોઇએ 3. અનુભવી તપાસ અધિકારી બોલ્યા- ખૂની બહુ ચાલાક છે:પોલીસ 3 દિવસ સુધી ગટરો ફંફોસતી રહી, પ્લાસ્ટિકની કાળી થેલીઓએ આખા શહેરની ઊંઘ ઉડાડી દીધી 4. ચારેતરફ પથ્થર, બરફ અને હાડ થીજવતી ઠંડી:કપરી પરિસ્થિતિમાં 8 વર્ષની નિક્ષાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો, કહ્યું- ડર તો લાગતો હતો પણ હાર ના માની 5. રાહુલ સાથેની મીટિંગ પછી સિદ્ધારમૈયાએ 48 કલાક માંગ્યા:પહેલા 4 વાતો મનાવી પછી રાજીનામું આપ્યું, ડીકેને મુખ્યમંત્રી બનાવવા પાછળ કોંગ્રેસનો શું પ્લાન છે? 6. હમ લોગ : કેમેરા જોઈને ભાગ્યા ચોલાનાઈકન, ગુફામાં સંતાયા:માને છે ફોટો પડવાથી શક્તિ જતી રહેશે, ગુફાઓમાં રહેતી એશિયાની અંતિમ જનજાતિ, 250 જ અસ્તિત્વમાં 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:મેષ, સિંહ અને કુંભ રાશિના ભાગ્યોદયના યોગ, વૃશ્ચિક જાતકોને પ્રગતિમાં આવતી અડચણો દૂર થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read Original Article →