મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:UPમાં વાવાઝોડાંથી 111 મોત, પુતિને દુ:ખ વ્યક્ત કર્યું, દિલ્હીમાં ચાલુ બસે રેપ; ચોટીલા પાસે બર્નિંગ બસમાં 4 ભડથું
નમસ્તે, હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું વધુ એક જહાજ ડૂબી ગયું. બીજી તરફ, યુપીમાં આંધી-તોફાનને કારણે 110 થી વધુ લોકોના મોત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે, દિલ્હીમાં ચાલતી બસમાં મહિલા પર ગેંગરેપનો મામલો સામે આવ્યો છે.
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની યાત્રા પર રવાના થશે. 2. ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ સંબંધિત ઘટનાઓ. 3. ટ્રમ્પના ચીન પ્રવાસનો ત્રીજો દિવસ. 4. ભારતમાં BRICS ના વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું- હવે પાછળ હટવાની કોઈ શક્યતા નથી:અમારી સેના સંપૂર્ણપણે તૈયાર, અમેરિકાને અમારી તાકાતનો સાચો અંદાજ નથી ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું વધુ એક માલવાહક જહાજ ડૂબી ગયું. 'હાજી અલી' નામનું જહાજ 13 મેની સવારે ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેને કોઈ ડ્રોન કે મિસાઈલ જેવું હથિયાર ટકરાયું. આ દુર્ઘટના બાદ જહાજમાં આગ લાગી ગઈ, જોકે ઓમાન કોસ્ટગાર્ડે તમામ 14 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લીધા. ગુજરાતના દ્વારકા નિવાસી અને જહાજ માલિક સુલતાન અહેમદ અંસારે જણાવ્યું કે MSV હાજી અલી જહાજ બેરબેરા પોર્ટથી શારજાહ જઈ રહ્યું હતું. સવારે લગભગ 3:30 વાગ્યે ઓમાનના દરિયાકિનારા પાસે જહાજ દુર્ઘટનાનો શિકાર બન્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. જિનપિંગે ટ્રમ્પને કહ્યું- અમેરિકા-ચીન પાર્ટનર બને, હરીફ નહીં: ટ્રેડવોરમાં કોઈ જીતતું નથી; ટ્રમ્પે કહ્યું- તમારા મિત્ર બનવું એ સન્માનની વાત
ગુરુવારે બેઇજિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે શી જિનપિંગે ટ્રમ્પનું સ્વાગત કર્યું. ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા હતા. ટ્રમ્પ-જિનપિંગની બેઠક બે કલાક ચાલી હતી. બેઠકની શરૂઆતમાં, શી જિનપિંગે કહ્યું કે આખી દુનિયા આ બેઠક પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને યુએસ-ચીન સંબંધો વૈશ્વિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. જિનપિંગે કહ્યું કે બંને દેશોએ “પાર્ટનર બનવું જોઈએ, હરીફ નહીં.” તેમણે કહ્યું, "વારંવાર સાબિત થયું છે કે ટ્રેડ વોરમાં કોઈ વિજેતા હોતું નથી. ચીન-અમેરિકા આર્થિક સંબંધોનો પાયો પરસ્પર લાભ અને જીત સહયોગ પર આધારિત છે." વાંચો સંપૂર્ણ સમાચાર 3. UPમાં વાવાઝોડાંએ 111નો ભોગ લીધો, પુતિને દુ:ખ વ્યક્ત કર્યું:વાવાઝોડા-વરસાદમાં ટિનશેડ સાથે 50 ફૂટ ઉડ્યો યુવક, 100 મીટર દૂર ખેતરમાં પડ્યો યુપીમાં વાવાઝોડા, તોફાન અને ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 111 લોકોના મોત થયા છે. સૌથી વધુ 21 મોત પ્રયાગરાજમાં અને 17 મોત ભદોહીમાં થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનો શોક સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાને કારણે થયેલી ભારે જાનહાનિ અને મોટા પાયે થયેલા વિનાશ પર મારી ઊંડી સંવેદનાઓ છે. મુખ્યમંત્રી યોગીએ તમામ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓને અસરગ્રસ્ત પરિવારોને મળવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા જણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલુ બસમાં મહિલા પર ગેંગરેપ:2 કલાક સુધી દોડતી બસમાં બળાત્કાર કરતા રહ્યા, પછી રસ્તા પર ફેંકીને ભાગી ગયા; ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ દિલ્હીમાં ફરી નિર્ભયા જેવો કાંડ થયો છે, જ્યાં એક ચાલુ સ્લીપર બસમાં મહિલા પર બે કલાક સુધી બળાત્કાર કર્યો હતો. પછી તેને રસ્તા પર ફેંકીને ભાગી ગયા. જે પ્રાઈવેટ બસમાં આ ઘટના બની તે બિહારની છે. જે દિલ્હીથી બિહારના રૂટ પર ચાલે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ જણાવ્યું કે આરોપીઓ ઘટના પછી તેને સુમસામ વિસ્તારમાં ફેંકીને ભાગી ગયા. કોઈક રીતે પીડિતાએ પોલીસને ફોન કરીને આખી ઘટનાની જાણકારી આપી. જેના પછી રાણીબાગ પોલીસ સ્ટેશનની પોલીસે આસપાસ લાગેલા CCTV ફૂટેજ તપાસ્યા અને બસની ઓળખ કરી. આ પછી બસ જપ્ત કરીને ડ્રાઈવર અને કંડક્ટર બંનેની ધરપકડ કરવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. SIRનો ત્રીજો તબક્કો જાહેર, હરિયાણા-ઉત્તરાખંડ સહિત 19 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ:37 કરોડ મતદારોનું વેરિફિકેશન થશે ચૂંટણી પંચે ગુરુવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કા હેઠળ 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 36.73 કરોડ મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે. 16 રાજ્યોમાં હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવનો સમાવેશ થાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બર્નિંગ બસના રૂંવાડા ઉભા કરી દેતા દ્રશ્યો, 4 જીવતા સળગ્યા:DNA સિવાય ઓળખ મુશ્કેલ, અમદાવાદથી રાજકોટ જતી બસ ટેન્કરમાં ઘુસી ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી રાજકોટ જતી મધુરમ કંપનીની ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફર જીવતા સળગી ગયા છે. હવે તેમની ઓળખ કરવા માટે DNA જ એક રસ્તો છે. જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કુદ્યા તો કેટલાક નીચે પડેલા ગરમ ડાંમર પર પડ્યા હતા... આ અંગે ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ જણાવ્યું કે, બસ અકસ્માતમાં ડ્રાઇવરની સીટ પાછળ સોફાવાળી સીટમાં જબ્બારભાઈ ખિંચી (ઉંમર વર્ષ- 60) અને એમના પત્નિ નસુબેન ખિંચી (ઉંમર વર્ષ- 55) બેઠા હતા. એ બંનેના મૃત્યુ પામ્યાના સમાચાર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'ટાઈગરના રૂપમાં દુલ્હો તૈયાર છે, અમને દુલ્હનનો ઈંતજાર':મોઢવાડિયાએ કેન્દ્રીય વનમંત્રી પાસે વાઘણની માગ કરી, રતનમહાલના જંગલમાં સવા વર્ષથી વાઘનો વસવાટ ગુજરાતના રતનમહાલના જંગલમાં સવા વર્ષથી એક વાઘ વસવાટ કરી રહ્યો છે. આ વાઘ ગુજરાતમાં જ રહે અને વાઘની વસતી વધે તે માટે ગુજરાત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ પૂર્વે સાસણમાં યોજાયેલી પ્રિ ઈવેન્ટમાં રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આગવા અંદાજમાં કેન્દ્રીય વનમંત્રી પાસે વાઘણની માગ કરી હતી. મોઢવાડિયાએ કહ્યું હતું કે, અમારે દુલ્હાના રૂપમાં વાઘ તૈયાર છે, દુલ્હનનો ઈંતજાર છે. આ પહેલા પણ ગુજરાતના વનવિભાગ દ્વારા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ( NTCA)ને જાણ કરી એક વાઘણની માગ કરવામાં આવી છે. ત્યારે NTCA પણ આ વિસ્તારમાં વાઘ-વાઘણનું નેચરલ એલાયન્સ શક્ય બને તે માટે પ્રયાસ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેન્દ્ર-દિલ્હી-યુપી સરકારમાં અઠવાડિયામાં બે દિવસ વર્કફ્રોમ હોમ:ત્રિપુરામાં 50% કર્મચારીઓ જ ઓફિસ આવશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ રડાર પર:10 હજાર વિદ્યાર્થીઓ તપાસના ઘેરામાં; શેલ કંપનીઓ અને નકલી નોકરીથી વીઝા મેળવવાનો ખેલ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મમતા બેનર્જી કાળો કોટ પહેરીને કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યા:ચૂંટણી હિંસા સંબંધિત કેસમાં દલીલ કરી, બહાર નીકળ્યા ત્યારે ચોર-ચોરના નારા લાગ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.બિઝનેસ : જથ્થાબંધ મોંઘવારી એપ્રિલમાં 8.30%, એક મહિનામાં બમણી:રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ગેસ-વીજળીના ભાવ વધ્યા, ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 5.સ્પોર્ટ્સ : પ્લેઓફની રસાકસી વચ્ચે CSKને ઝટકો!:જેમી ઓવરટન ઈજાના કારણે ઈંગ્લેન્ડ પરત ફર્યો, IPLની બાકીની મેચ રમવી મુશ્કેલ; ઘોષની જગ્યાએ નોરોન્હાને તક મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : શુક્રનું રાશિ પરિવર્તન:8 જૂન સુધી શુક્ર મિથુન રાશિમાં રહેશે; જાણો તમામ 12 રાશિઓ માટે આવનારો સમય કેવો રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ સ્પાઇડર મેન બનવા માટે પોતાને કરોળિયાથી કરડાવ્યો બોલિવિયામાં 8 વર્ષના એક બાળકે પોતાને બ્લેક વિડો કરોળિયાથી કરડાવ્યો. બાળકને લાગ્યું કે આનાથી તેને સ્પાઇડર-મેન જેવી સુપરપાવર મળી જશે અને તે સુપરહીરો બની જશે. પરંતુ તેની હાલત બગડી ગઈ અને તેને હોસ્પિટલ પહોંચાડવો પડ્યો. ડોકટરોએ એન્ટિવેનમ આપીને તેનો જીવ બચાવ્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. MATCH મસાલા : લલિત મોદીએ IPL 2026નો મોટો કાંડ ઉઘાડો પાડ્યો:કોહલી ટીમ ઈન્ડિયા વિશે આ શું બોલી ગયો?; ત્રણ કેપ્ટનનું ભવિષ્ય જોખમમાં, જુઓ VIDEO 2. એક્સક્લૂસિવ : ધોનીએ ઉર્વિલને પૂછ્યું- તારા પિતા ગુસ્સે થતા હશે ને?:ફાસ્ટેસ્ટ ફિફ્ટી પછી રડી પડ્યો હતો, પરિવારે કહ્યું- ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તેની ખબર નહોતી 3. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : 400 કરોડના ગુજરાતી કૌભાંડીનો ઉદયપુરમાં 100 કરોડનો ભવ્ય રિસોર્ટ:ઉત્પલ પટેલે ગિફ્ટ સિટીના નામે 8 રાજ્યના લોકોને છેતર્યા, ઝૂમ મિટિંગમાં ધમકી આપી 4. પારકી પંચાત …તો હવે પોલીસ ‘BEFORE-AFTER’ વીડિયો નહીં બનાવી શકે?: કોંગ્રેસના નેતા બોલ્યા, ‘દેશમાં બે વડાપ્રધાનની જરૂર છે’! 5. 5 દિવસ મિટિંગ, પ્રિયંકા એક્ટિવ, હવે સતીશન બન્યા કેરલમના CM:રાહુલની પસંદ પર ભારી પડ્યું સતીશનનું 'લોકલ કનેક્ટ', વેણુગોપાલ હાંસિયામાં ધકેલાયા 6. બ્લેકબોર્ડ- 'હવે તમે હિન્દુ નથી, બાપની લાશ ગટરમાં ફેંકી દો':પોસ્ટમોર્ટમ રૂમમાં 22 દિવસ સુધી સડતો રહ્યો મૃતદેહ, વાંક એટલો જ કે ધર્મ બદલ્યો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ અને કન્યા રાશિના જાતકોને પ્રમોશનના પ્રબળ યોગ, ગ્રહદશાના સાથથી ધન રાશિને મોટી સફળતા મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →