મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી; પાકિસ્તાની શેરબજારે ઈતિહાસ રચ્યો; આખરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર

National4/8/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી; પાકિસ્તાની શેરબજારે ઈતિહાસ રચ્યો; આખરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર
નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ થવા અંગેના રહ્યા. બીજા મોટા સમાચાર પાકિસ્તાની શેરબજારમાં ઇતિહાસના સૌથી મોટા ઉછાળાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અસમ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પરિણામ 4 મેના રોજ આવશે. 2. સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા રેફરન્સ કેસની સુનાવણી ચાલુ રહેશે. 9 જજોની બેંચ સુનાવણી કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. અમેરિકાએ કહ્યું- ઈરાને ભીખ માંગી એટલે સીઝફાયર કર્યું:પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ; ટ્રમ્પ બોલ્યા- ઈરાનને હથિયાર આપ્યા તો 50% ટેરિફ લગાવીશું અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે દાવો કર્યો છે કે ઈરાનની લીડરશીપ સીઝફાયર માટે ભીખ માંગી રહી હતી, કારણ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. તેમણે કહ્યું કે હવે કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવા દેવામાં આવશે નહીં. હેગસેથે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે અને જહાજો ત્યાંથી પસાર થતા રહેશે. અમેરિકા અને ઈરાનની સેનાઓ આ વિસ્તાર પર નજર રાખી રહી છે. ટ્રમ્પ પાસે એટલી શક્તિ હતી કે તેઓ ઈચ્છત તો થોડી જ મિનિટોમાં ઈરાનનું સમગ્ર અર્થતંત્ર ઠપ્પ કરી શકતા હતા, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ ઈરાનને હથિયાર આપશે, તો તેના પર 50% ટેરિફ લગાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પાકિસ્તાની શેરબજારમાં ઇતિહાસનો સૌથી મોટો ઉછાળો:અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી માર્કેટ 14000 પોઈન્ટ વધ્યું, 9% વધીને 1,65,836 પર પહોંચ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત પછી આજે (8 એપ્રિલ, બુધવાર) પાકિસ્તાનના શેરબજારમાં 14,000 પોઈન્ટનો રેકોર્ડ ઉછાળો આવ્યો. કરાચી સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરાચી 100 (KSE) 14,162.58 પોઈન્ટ એટલે કે 9.34% વધીને 165,836.05 પર બંધ થયો. આ KSE-100 ઇન્ડેક્સના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા કરાચી સ્ટોક એક્સચેન્જમાં આટલો મોટો ઉછાળો ક્યારેય જોવા મળ્યો ન હતો. આ ઉછાળા પછી નિયમો હેઠળ ટ્રેડિંગ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભાજપનો આરોપ- કોલકત્તા રેપ મર્ડરની પીડિતાની મા સાથે દુર્વવ્યહાર:પ્રચાર દરમિયાન હુમલાની કોશિશ; મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી પશ્ચિમ બંગાળના પાનિહાટી મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રત્ના દેબનાથે બુધવારે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. તે કોલકાતા બળાત્કાર-હત્યા પીડિતાની માતા છે. તેમણે કહ્યું કે પ્રચાર દરમિયાન ટીએમસીના ગુંડાઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ મારી સાથે રહેલા કાર્યકરો ઘાયલ થયા હતા. ભાજપનો આરોપ છે કે કેટલીક મહિલાઓએ "જય બાંગ્લા" ના નારા લગાવતા વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને કેટલાક કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, તૃણમૂલ કોંગ્રેસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. CM મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ભાજપે આ મતવિસ્તારમાંથી સુવેન્દુ અધિકારીને ઉમેદવાર બનાવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન:યુપી-એમપી અને રાજસ્થાનમાં વાવાઝોડા સાથે વરસાદ; ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં કરા પડવાની ચેતવણી દેશમાં બેક-ટુ-બેક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હવામાન બદલાઈ ગયું છે. આજે યુપી-રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની સંભાવના છે. જ્યારે 10 રાજ્યોમાં કરા પડી શકે છે. જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ થઈ ગયો. જ્યારે હિમાચલના ચંબામાં મંગળવારે સવારે ભૂસ્ખલનને કારણે નિર્માણાધીન પુલ તૂટી ગયો. ઉત્તર પ્રદેશના લખનઉમાં મંગળવારે મોડી સાંજે ધૂળભરી આંધી ચાલી. 10થી વધુ જિલ્લાઓમાં વરસાદ થયો, ઘણી જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા પડ્યા. રાજસ્થાનના ઉદયપુરમાં આંધીના કારણે મકાનની દીવાલ પડી ગઈ, જ્યારે રણ પ્રદેશના જિલ્લાઓ જેસલમેર-નાગૌરમાં પણ વરસાદ ઉપરાંત કરા પડ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સરકારે કહ્યું- કોર્ટ ધાર્મિક પરંપરાને અંધશ્રદ્ધા કહી શકે નહીં:તમે નિષ્ણાત નથી, આ નિર્ણય વિધાનમંડળ કરશે; કોર્ટ બોલી- અમને સમીક્ષાનો પૂરો અધિકાર છે ધાર્મિક સ્થળોએ મહિલાઓ સાથે ભેદભાવના મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે બીજા દિવસે પણ સુનાવણી ચાલુ રહી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- કોઈ બિનસાંપ્રદાયિક અદાલત કોઈ ધાર્મિક પ્રથાને માત્ર અંધશ્રદ્ધા કહી શકે નહીં, કારણ કે તેની પાસે આવું નક્કી કરવાની નિપુણતા હોતી નથી. તેમણે કહ્યું કે જે વસ્તુ નાગાલેન્ડના કોઈ સમુદાય માટે ધાર્મિક હોઈ શકે છે, તે જ મારા માટે અંધશ્રદ્ધા લાગી શકે છે. આપણો સમાજ ખૂબ જ વૈવિધ્યસભર છે, અહીં અલગ-અલગ લોકો, ધર્મ અને માન્યતાઓ છે. આવા સંજોગોમાં અદાલત માટે આવો નિર્ણય આપવો જોખમી હોઈ શકે છે. આના પર જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું- મિસ્ટર મહેતા, તમે વાતને ખૂબ જ સરળ બનાવી દીધી છે. અદાલત પાસે ન્યાયિક સમીક્ષાનો અધિકાર છે કે તે નક્કી કરી શકે કે શું અંધશ્રદ્ધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર:એક્સ પર લખ્યું-ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. જો કે આ વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ એક્સ પર પોસ્ટ કરી દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું- કે ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો. મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલે રવિવારે ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને "અભણ" ગણાવ્યા હતા અને તેમના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને "મૂર્ખ" બનાવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સસ્પેન્ડેડ નાયબ મામલતદારની 1.22 કરોડની આવક કરતા વધુ સંપતિ:ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગરના NA કૌભાંડનો આરોપી, સગા-સંબંધીના નામે મિલકતો વસાવી સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા અને ફરજ મોકૂફ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી સામે એસીબી દ્વારા વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સામે રૂ. 1,22,27,658ની અપ્રમાણસર મિલકતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વઢવાણમાં રહેતા ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડ બાદ તેમની મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આ વર્ષે ચોમાસામાં 6% ઓછો વરસાદ થવાનો અંદાજ:MP, રાજસ્થાન અને પંજાબ-હરિયાણામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : યુદ્ધ વિરામ પાછળ અસલી ભેજું કોણ?:પાકિસ્તાની PMએ X પર મૂકેલો મેસેજ કોપી-પેસ્ટ, વોર સીઝફાયરની સ્ક્રીપ્ટ ટ્રમ્પે લખી કે જિનપિંગે?; યુઝર્સે દાવ લઈ લીધો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : આસારામના પુત્રના નારાયણ સાંઈના છૂટાછેડા:રેપ કેસમાં સુરત જેલમાં બંધ, 8 વર્ષની લડત બાદ ઈન્દોર ફેમિલી કોર્ટનો ચૂકાદો; 2 કરોડ ભરણપોષણનો આદેશ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 'આર્ટેમિસ-2'એ અંતરિક્ષમાં 'પૃથ્વી ઉદય'ની અદ્ભુત તસવીરો કેદ કરી:ક્રૂએ દુર્લભ સૂર્યગ્રહણ જોયું, ચંદ્રના અંધારા હિસ્સાના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : યુદ્ધ વિરામની માર્કેટ પર જબરદસ્ત અસર:ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટ્યા; સેન્સેક્સ 73,563 પર બંધ, સોનું 4 હજાર વધીને 1.53 લાખ; ચાંદીમાં 13 હજારનો ઉછાળો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સ્મૃતિ-પલાશનું પેચઅપ થયું?:શું હવે લગ્ન કરશે? બંનેના પરિવારના સભ્યો સાથે દેખાયા; સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો જોઈ ફેન્સ આશ્ચર્યમાં વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતની શિષ્યોને શીખ:સાચો પ્રેમ અને સાચી ભક્તિ બંને નિસ્વાર્થ હોવી જોઈએ, જ્યાં સ્વાર્થ આવે છે, ત્યાં પ્રેમની પવિત્રતા રહેતી નથી વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ શ્રીલંકાથી ભારત તરીને આવશે 7 વર્ષનો એક બાળક રાંચીનો 7 વર્ષનો ઇશાંક સમુદ્રમાં તરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તે 30 એપ્રિલના રોજ શ્રીલંકાના તલૈમન્નારથી ભારતના ધનુષકોડી સુધીનું આશરે 30 કિલોમીટરનું અંતર તરીને કાપશે. અઢી વર્ષની ઉંમરથી સ્વિમિંગ કરી રહેલો ઇશાંક દરરોજ 4-5 કલાક અભ્યાસ કરે છે. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: અડધી રાત સુધી ફોન કરતા રહ્યા શરીફ-મુનીર, કેવી રીતે રોક્યું ઈરાન યુદ્ધ; આ મધ્યસ્થીથી પાકિસ્તાનને શું મળશે? 2. Editor's View: ડેડલાઇનની 80 મિનિટ પહેલા શું થયું?: વ્હાઇટ હાઉસમાં બેઠક અને ટ્રમ્પનો મુનીરને ફોન, યુદ્ધવિરામમાં એક્સિડેન્ટલ હીરો બન્યું પાકિસ્તાન, ભારતના ખતરાને આ રીતે સમજો 3. ભાસ્કર સિરીઝ : પોલીસનું નામ સાંભળીને આસારામ છૂમંતર થઈ ગયા!: એક ટ્રિકથી બહાર આવ્યા ને મીડિયાથી ભાગવા દોડાદોડી કરી મૂકી; જુઓ સિરીઝનો એપિસોડ-30 4. પારકી પંચાત : સંઘવી સામે મોરેમોરો આવવા ઈટાલિયા તૈયાર: ઓડિયો વાઇરલ થતા ચોખવટો કરવી પડી; કરસનદાસ બાપુએ જગદીશ પંચાલના ચાળા પાડ્યા 5. MATCH મસાલા : ભલા મોરી રામા ગીત પર ભૂરી નાચી: નેહરાએ ઉઘાડા પગે આંટા માર્યા, દાંતણ કરતો દેખાયો; જયસ્વાલે ફિફ્ટી કરી કોને બેટ બતાવ્યું? 6. કેરલમમાં ટફ ફાઈટ, કોંગ્રેસ+ને 70-80 સીટોના અણસાર: લેફ્ટને મળી શકે છે 60થી 70 સીટે, BJP 3થી 5 સીટો પર આગળ 7. ભાસ્કર એક્સપ્લેનર : સીઝફાયર માટે કેવી રીતે રાજી થયા ટ્રમ્પ-ખામેની: શું 14 દિવસ પછી ફરી યુદ્ધ શરૂ થશે; અમેરિકા-ઈરાન સમજૂતીની ઈનસાઈડ સ્ટોરી 8. 'હું નીકિતાને કોઇપણ ભોગે સાસરે જવા દેવાની નથી': દાદી સાસુના એક લાફાનો બદલો પાવડાથી લીધો, લાશ ઘરમાં મૂકીને જમાઇ-પૌત્રી ગાયબ થઇ ગયા 9. આસામમાં હિમંતા આગળ, 90 બેઠકો જીતી શકે છે NDA: કોંગ્રેસને 15-20 સીટ મળવાની શક્યતા, મિયાં મુસ્લિમ કરતાં મહિલા ફેક્ટર વધુ મજબૂત 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મકર-ધન રાશિ માટે સાંજ રોમેન્ટિક, સિંહ અને તુલા રાશિના જાતકો માટે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →