મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હી બ્લાસ્ટના આતંકીઓએ યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યું હતું, ફાલતામાં ભાજપની જીત; અમદાવાદના 'હમાસ'ને બ્રિટનના ડ્રગ્સ નેટવર્ક સાથે સીધા તાર

Gujarat5/24/2026, 11:30:00 PM
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હી બ્લાસ્ટના આતંકીઓએ યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યું હતું, ફાલતામાં ભાજપની જીત; અમદાવાદના 'હમાસ'ને બ્રિટનના ડ્રગ્સ નેટવર્ક સાથે સીધા તાર
નમસ્તે, NIAની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે દિલ્હીમાં બ્લાસ્ટ કરવા માટે આતંકીઓએ યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યું હતું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ વ્હાઇટ હાઉસ પાસે થયેલા ફાયરિંગ વિશે જણાવીશું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર 2026 વિતરણ સમારોહ યોજાશે. 2. એક્ટ્રેસ ટ્વિશાના ડેથ કેસમાં સુપ્રિમ કોર્ટ સુનાવણી કરશે. અદાલતે આ મામલામાં સ્વતઃ સંજ્ઞાન લીધું છે. 3. વારાણસીની સ્પેશિયલ MP-MLA કોર્ટમાં રાહુલ ગાંધીના ભગવાન રામ પર અપાયેલા કથિત નિવેદનને લઈને સુનાવણી હાથ ધરાશે. 📰 કાલના મોટા સમાચારો 1. એક્ટ્રેસ ટ્વિશાના 12 દિવસ પછી અંતિમ સંસ્કાર:ભાઈએ ભોપાલમાં મુખાગ્નિ આપ્યો, દિલ્હી AIIMSની ટીમે ફરીથી પોસ્ટમોર્ટમ કર્યું અભિનેત્રી ટ્વિશાના મૃત્યુના 12 દિવસ પછી રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ભોપાલના ભદભદા સ્મશાન ઘાટમાં ભાઈ મેજર હર્ષિતે ટ્વિશાને મુખાગ્નિ આપ્યો. આ દરમિયાન ટ્વિશાની માતા અને પરિવાર ભાવુક થઈને રડી પડ્યા. આ પહેલા રવિવારે જ દિલ્હી AIIMSની ટીમે ટ્વિશાના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કર્યું. ભોપાલ AIIMSમાં લગભગ 3 કલાક ચાલેલી પ્રક્રિયા પછી ટીમ ભોપાલથી રવાના થઈ ગઈ. પોસ્ટમોર્ટમ સંબંધિત સેમ્પલ અને વિસેરા ભોપાલ AIIMSમાં જ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ટીમ પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સોંપશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. દિલ્હી બ્લાસ્ટ માટે આતંકવાદીઓએ યુટ્યુબ-ChatGPTનો ઉપયોગ કર્યો:રોકેટ કેવી રીતે બનાવવું, મિક્સચર રેશિયો જેવા પ્રશ્નો પૂછ્યા; 7500 પાનાની NIA ચાર્જશીટમાં ઘટસ્ફોટ દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ કેસની NIA તપાસમાં મોટો ખુલાસો થયો છે. એજન્સીની ચાર્જશીટ મુજબ, અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદીઓએ ટેરર ​​એન્જિનિયરિંગ માટે ChatGPT અને YouTube જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આતંકવાદીઓએ 'રોકેટ કેવી રીતે બનાવવું અને મિશ્રણ કયા પ્રમાણમાં હોવું જોઈએ' જેવા પ્રશ્નો સર્ચ કર્યા હતા. તપાસમાં રોકેટ IED, ડ્રોન અને વિસ્ફોટકો તૈયાર કરવાના ષડયંત્રનો પણ ખુલાસો થયો છે. NIAએ 14 મેના રોજ સ્પેશિયલ કોર્ટમાં 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 3. બંગાળના ફાલતામાં ભાજપની જીત:દેબાંગ્શુ એક લાખથી વધુ મતોના અંતરથી જીત્યા, TMCના જહાંગીર ચોથા નંબરે રહ્યા પશ્ચિમ બંગાળની ફાલતા બેઠક પર ભાજપે જીત મેળવી લીધી છે. ભાજપના ઉમેદવાર દેબાંગ્શુએ 1 લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી. તેમને 1.49 લાખથી વધુ મત મળ્યા.CPMના ઉમેદવાર શંભુનાથ કુર્મી 40 હજાર મતો સાથે બીજા નંબરે રહ્યા. જ્યારે ચૂંટણીમાંથી પાછા હટી ગયેલા TMCના જહાંગીર ચોથા નંબરે છે. અહીં 285 બૂથ પર 21 મેના રોજ ફરીથી મતદાન કરાવવામાં આવ્યું હતું. રીપોલિંગમાં મતદાન લગભગ 2% વધી ગયું. ચૂંટણી પંચ મુજબ અહીં 88.13% મતદાન થયું. આ પહેલા, 29 એપ્રિલે આ જ બેઠક પર 86.71% મતદાન થયું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 4. વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ, ટ્રમ્પ અંદર હાજર હતા:સુરક્ષા દળોએ શંકાસ્પદને ગોળી મારી, મોત; ટ્રમ્પની પુત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અમેરિકાના વૉશિંગ્ટનમાં શનિવારે એક શંકાસ્પદ વ્યક્તિએ વ્હાઇટ હાઉસ પાસે આશરે 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા. અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના શંકાસ્પદ હુમલાખોરે સિક્યોરિટી ચેકપોઇન્ટ પર ગોળીઓ ચલાવી, જ્યાં US સીક્રેટ સર્વિસના અધિકારીઓ તૈનાત હતા. અધિકારીઓની જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાખોરને ગોળી વાગી હતી. હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 5. બલુચિસ્તાનના ક્વેટામાં રેલવે ટ્રેક પાસે આત્મઘાતી હુમલો, 24 લોકોના મોત:82 ઘાયલ, જાફર એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતર્યા પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં રવિવારે ચમન ફાટક પાસે રેલવે ટ્રેક નજીક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, જેની ઝપેટમાં જાફર એક્સપ્રેસ આવી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આત્મઘાતી હુમલા સમયે ટ્રેન ક્વેટા કેન્ટ તરફ જઈ રહી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સંપૂર્ણ સમાચાર વાંચો 6. RBIની તિજોરીમાંથી 9 બોક્સ ભરીને 8.70 કરોડની ઉઠાંતરી, CCTV:7 ખોખા ટ્રોલીમાં ગોઠવ્યા અને બીજા બેને ધક્કો મારીને લઈ ગયા, અમદાવાદમાં એ રાત્રે રોકડાનો ખેલ કરી ગયા અમદાવાદના ગાંધીરોડની બેંક ઓફ બરોડામાં આવેલી RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ચોરી મામલે ચોરી કરનાર કસ્ટોડિયનની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદના 13 જાન્યુઆરીના રાતના 9.12 વાગ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ભંગારના ખોખાની આડમાં કરોડો રૂપિયા લઈ જતો કસ્ટોડિયન અને તેના બે સાથીઓ દેખાઈ રહ્યા છે. પોલીસે આરોપીના બે સાથીઓની પણ અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. બેંક ઓફ બરોડામાં હરસિદ્ધ કડિયાર કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા હતા. લાંબા સમયની નોકરી બાદ વધુ પૈસા કમાવવા અને આરામની જિંદગી જીવવા માટે આરોપીએ RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ચોરી કરી હતી. આરોપી પાસેથી 2.20 કરોડ રોકડ મળી આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમદાવાદના 'હમાસ' ને બ્રિટનના ડ્રગ્સ નેટવર્ક સાથે સીધા તાર:226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કમાં મોટો ઘટસ્ફોટ, 42 લાખનું ફંડીગ કર્યું; 2 વર્ષથી ફરાર ગુલામઅલી પકડાયો 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ડાર્કવેબ પર ડ્રગ્સનો વેપાર, ગંભીર સાયબર ફ્રોડ અને વૈશ્વિક આતંકવાદી સંગઠનોને "ડર્ટી ક્રિપ્ટો" (Dirty Crypto)ના માધ્યમથી ફંડિંગ પૂરું પાડતી સંગઠિત ટોળકીના મુખ્ય ફરાર આરોપી ગુલામઅલી કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. આ 226.54 કરોડ રૂપિયાના તાર સીધા પેલેસ્ટાઈનના આતંકી સંગઠન 'હમાસ' (Hamas) અને બ્રિટનના ડ્રગ્સ સામ્રાજ્ય સાથે જોડાયેલા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ભાજપે કહ્યું- રાહુલનું મોદી સરકારને પાડવું, સપના જોવા જેવું:'ટૂલકિટ ગેંગ'ની પ્રકૃતિ સૌ જાણે છે; રાહુલે કહ્યું હતું- એક વર્ષમાં મોદીની વિદાય નક્કી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ અમેરિકા-કેલિફોર્નિયામાં ડિઝનીલેન્ડ નજીક કેમિકલ ટેન્ક લીક:ઝેરી ગેસ-ટેન્ક ફાટવાનું જોખમ; 40 હજાર લોકોએ ઘર છોડ્યું, સ્કૂલો બંધ, શેલ્ટર ફુલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ PM મોદીએ ભૂલકાઓ જોડે મસ્તી કરી:તેડ્યા, રમાડ્યા અને લાડ લડાવ્યા; ટેબલ પર ફાઈલોની બાજુમાં કેન્દ્રીય મંત્રીના પુત્રને બેસાડ્યો; દીકરીને ઓટોગ્રાફ આપ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ રશિયાનો યુક્રેન પર પ્રલયકારી હુમલો:પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ ઓરેશ્નિક મિસાઈલ છોડી, આખી રાતમાં 690 હુમલા; શાળા-બજાર ખાખ; ભયાનક તસવીરો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ મુંબઈને હરાવી રાજસ્થાનની પ્લેઓફમાં 'રોયલ' એન્ટ્રી:હૈદરાબાદ સામે રમશે એલિમિનેટર મેચ; આર્ચરે 3 અને બર્ગર-બ્રિજેશની 2-2 વિકેટ, સૂર્યાની ફિફટી કામ ન લાગી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો SMS-ઈમેલથી રિકવર કરો:UIDAIની વેબસાઇટ પરથી પણ આધાર નંબર જાણી શકાય છે, જાણો તેની પ્રક્રિયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ શ્રીકૃષ્ણ પર લાગ્યો હતો મણિ ચોરીનો આરોપ!:સત્રાજિતની મણિ શોધવા પૂર્ણ પુરુષોત્તમે જામવંત સાથે યુદ્ધ છેડ્યું, અધિક માસમાં જાણો સંપૂર્ણ કથા (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ગુરિન્દરવીર 100 મીટરમાં ભારતના સૌથી ઝડપી દોડવીર પંજાબના ગુરિન્દરવીર સિંહે રાંચીના બિરસા મુંડા સ્ટેડિયમમાં યોજાયેલી 100 મીટર રેસ 10.09 સેકન્ડમાં પૂરી કરીને નવો નેશનલ રેકોર્ડ (રાષ્ટ્રીય રેકોર્ડ) બનાવ્યો છે. આ પ્રથમ વખત છે, જ્યારે કોઈ ભારતીયે આ રેસ 10.10 સેકન્ડ કરતા ઓછા સમયમાં પૂરી કરી હોય. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. હવે ધોની બનશે કોચ!:અમદાવાદમાં મિટિંગ, ગંભીરની એન્ટ્રી પર મોટો ફેંસલો; રિયાન પરાગે કોમેન્ટેટરને શું સલાહ આપી? 2. એક યુવકના 500 મહિલાઓ સાથે સંબંધ!:એકસ્ટ્રા મેરિટલ અફેર્સના 5 ચોંકાવનારા કિસ્સા, સેક્સોલોજિસ્ટે જણાવ્યું સોશિયલ મીડિયાથી કેવી રીતે શરૂ થાય છે ચક્કર? 3. આજનું એક્સપ્લેનર:'ટ્વિશા પાર્લર ગઈ, વોક કર્યું પછી ફાંસી લગાવી લીધી', પતિના નિવેદનમાં ક્યાં ગરબડ છે; ફરીથી પોસ્ટમોર્ટમથી શું જાણવા મળશે? 4. 18 મહિનામાં 72 લોકોને મારનાર ‘કનપટીમાર શંકરિયા’:પાંચ-પચીસ રૂપિયા માટે આખા પરિવારોને પતાવી નાખતો, નગ્ન થઇને હત્યાઓ કરતો 5. કોણ છે શ્રિયા, ભારતની પ્રથમ K-pop સ્ટાર:ઓડિશાથી પહોંચી સાઉથ કોરિયા; 40 વખત રિજેક્ટ થઈ, હવે એક શોની ફી 6 લાખ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:આજે રોકાણ કરવાથી મિથુન રાશિના જાતકોને છપ્પરફાડ કમાણી થશે, વૃશ્ચિક રાશિના લોકોને કરિયરમાં સફળતાના યોગ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Read Original Article →