મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઇરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ, રાજનાથે કહ્યું- પાકિસ્તાનના કેટલા ટૂકડા થશે, ભગવાન જાણે, કાશ્મીરમાંથી LeTના 5 આતંકી ઝડપાયા
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી વિશેના રહ્યા. બીજા મોટા સમાચાર જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલા 5 લશ્કરના આતંકવાદીઓને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સબરીમાલા સંદર્ભ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલુ રહેશે. નવ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. 2. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમની છેલ્લી કેબિનેટ બેઠક યોજી શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાનમાં બ્રિજ અને પાવર પ્લાન્ટ બચાવવા લોકો રસ્તા પર ઉતર્યા, ઈરાનમાં અંદાજે 10 મહત્વની રેલ લાઈનો અને પુલો પર હુમલો ઈઝરાયલી એરફોર્સે મંગળવારે ઈરાનમાં અંદાજે 10 મહત્વની રેલ લાઈનો અને પુલો પર હુમલો કર્યો છે. 'દ ટાઈમ્સ ઓફ ઈઝરાયલ' ના અહેવાલ મુજબ, આ હુમલાઓ એટલા માટે કરવામાં આવ્યા છે જેથી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) પોતાના હથિયારો અને સૈન્ય સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ન લઈ જઈ શકે. હુમલાઓ પહેલા ઈઝરાયલે ઈરાનના લોકોને ચેતવણી આપી હતી કે તેઓ સાંજ સુધી ટ્રેનોથી દૂર રહે. સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ આ રેલવે અને હાઈવે પુલોનો ઉપયોગ હથિયારો અને યુદ્ધ સામગ્રીના પરિવહન માટે કરી રહી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા આજે રાત્રે તેની આખી સભ્યતા ખતમ કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું- આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, જેને ફરી ક્યારેય પાછી લાવી શકાશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 2. રાજનાથ સિંહે કહ્યું- પાકિસ્તાન કેટલા ટુકડામાં વહેંચાશે, ભગવાન જ જાણે:બંગાળ પર નજર નાખી તો ખરાબ પરિણામ આવશે; પાકિસ્તાને કહ્યું હતું- ભવિષ્યમાં કોલકાતા નિશાન પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફની કોલકાતા પર હુમલો કરવાની ધમકી પર જવાબ આપ્યો. રાજનાથે કહ્યું કે આસિફને આ પ્રકારનું ઉશ્કેરણીજનક નિવેદન ન આપવું જોઈતું હતું. 55 વર્ષ પહેલા જ્યારે પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયું હતું. ત્યારે તેમને તેના ખરાબ પરિણામો ભોગવવા પડ્યા હતા. જો તેમણે બંગાળ પર ખરાબ નજર નાખવાનો પ્રયાસ કર્યો, તો ભગવાન જ જાણે કે આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. આસામ પોલીસના કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે દરોડા:ખેડાએ આરોપ લગાવ્યો હતો- CM હિમંતાની પત્ની પાસે 3 પાસપોર્ટ આસામ પોલીસની એક ટીમ કોંગ્રેસ નેતા પવન ખેરાના દિલ્હી નિવાસસ્થાને પહોંચી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની દ્વારા દાખલ કરાયેલી FIR બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પવન તેના ઘરે નથી. આસામ પોલીસ તેમની પૂછપરછ કરવા માટે રાહ જોઈ રહી છે. દિલ્હી પોલીસ પણ હાજર છે. બે દિવસ પહેલા પવને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની રિંકી ભુઈયાન સરમા પર ઇજિપ્ત, એન્ટિગુઆ-બાર્બુડા અને UAEના પાસપોર્ટ રાખવાનો આરોપ લગાવ્યો હતો. હિમંત અને તેમના પત્નીએ આરોપોને નકારી કાઢ્યા હતા. દિલ્હીમાં દરોડા અંગે મુખ્યમંત્રી સરમાએ આજે કહ્યું કે તે ગઈકાલે ગુવાહાટીથી ભાગી ગયા હતા. "મને મીડિયા દ્વારા ખબર પડી કે પોલીસ દિલ્હીમાં તેમના ઘરે ગઈ હતી, પરંતુ તે હૈદરાબાદ ભાગી ગયા હતા. કાયદો પોતાનું કામ કરશે." વાંચો સંપૂર્ણ સમાચાર 4. જમ્મુ-કાશ્મીરમાં 2 પાકિસ્તાની આતંકવાદીઓ પકડાયા:આમાંથી એક 16 વર્ષથી ફરાર હતો; લશ્કર-એ-તૈયબા ટેરર મોડ્યુલ સાથે સંકળાયેલા 3 મદદગારો પણ પકડાયા જમ્મુ-કાશ્મીર પોલીસે લશ્કર-એ-તૈયબા ટેરર મોડ્યુલ સાથે સંકળાયેલા કુલ 5 લોકોની ધરપકડ કરી છે. આમાંથી બે પાકિસ્તાની આતંકવાદીઓ છે, બાકીના તેમના મદદગારો છે. એક આતંકવાદીની ઓળખ અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરેરા તરીકે થઈ છે. અબ્દુલ્લા 16 વર્ષથી ફરાર હતો. જ્યારે બીજો પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ઉર્ફે ખુબૈબ છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સેન્ટ્રલ એજન્સીઓ પણ આ ઓપરેશનમાં સામેલ હતી. જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને હરિયાણા સહિત 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેટલોક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં LeT ના એક નેટવર્કનો પર્દાફાશ થયો જે આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને નાણાકીય મદદ કરતું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. મણિપુરમાં બોમ્બ હુમલામાં 2 બાળકોનાં મોત, માતા ઘાયલ:ઘટનાના વિરોધમાં પ્રદર્શન; પોલીસ ચોકી તોડી, બે ઓઇલ ટેન્કરોમાં આગ લગાડી મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ટ્રોંગલાઓબી વિસ્તારમાં કેટલાક ઉગ્રવાદીઓએ એક ઘરમાં બોમ્બ ફેંક્યો. જેમાં 5 વર્ષના એક છોકરા અને છ મહિનાની બાળકીનું મોત થયું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે ઘરમાં બોમ્બ ફાટ્યો, ત્યારે બે બાળકો અને તેમની માતા તેમના બેડરૂમમાં સૂઈ રહ્યા હતા. માતા ઘાયલ છે. સ્થાનિક લોકોએ ઘટનાના વિરોધમાં મંગળવારે સવારે વિરોધ પ્રદર્શન કર્યું. વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે બે ઓઇલ ટેન્કર અને એક ટ્રકમાં આગ લગાડી દીધી. તેમણે મોઇરાંગ પોલીસ સ્ટેશન સામે ટાયર સળગાવ્યા અને એક પોલીસ ચોકી તોડી નાખી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પોલીસે મારા ઘરે જઈ માતા સાથે ગાળાગાળી કરી- ઈટાલિયા:'હર્ષ સંઘવી તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી નથી પડતા, હું વિસાવદરમાં જ છું જ્યારે ધરપકડ કરવી હોય છૂટ છે' ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગોપાલ ઈટાલિયાના સુરતમાં આવેલા ઘર પર પોલીસે પહોંચી વૃદ્ધ માતા સાથે ગાળાગાળી અને ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. એક વીડિયોના માધ્યમથી ગોપાલ ઈટાલિયાએ પ્રહાર કરતા કહ્યું કે, હર્ષ સંઘવી, તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી પડતા નથી. તમારે મારી સાથે તકલીફ હોય તો હું વિસાવદરમાં જ છું. જે કલમ હેઠળ જ્યારે ધરપકડ કરવી હોય તેની છૂટ છે. અમે ડરી જવાના નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પાકિસ્તાનથી વોટ્સએપથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ:ગુજરાત ATSએ 25 કરોડના મેથામ્ફેટામાઈન સાથે બેની રાજસ્થાનથી ધરપકડ કરી, આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે જથ્થો મૂકાવ્યો હતો ગુજરાત અને રાજસ્થાન ATSએ સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાનથી આવેલા 5 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સની નેશનલ હાઈવે 68 પરથી ગઈકાલે (6 એપ્રિલે) ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મલગર મારફતે મેળવી તેના મળતિયાઓને ડિલીવરી કરે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : MP-UP સહિત 20 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ, કરા પડવાની ચેતવણી:રાજસ્થાનમાં તાપમાન 3°C સુધી વધ્યું; ઉત્તરાખંડના કેદારનાથમાં 3 દિવસથી હિમવર્ષા ચાલુ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઓઈલ સંકટની અસર ચીન પર કેમ ન થઈ?:20 વર્ષ પહેલાં ઇમરજન્સી ભંડાર બનાવ્યા, નવી પદ્ધતિઓથી વીજળી; કેમિકલ માટે પણ નિર્ભર નથી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : સરકારે કહ્યું- સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીનો નિર્ણય ખોટો:જસ્ટિસ નાગરત્ના બોલ્યા- મહિલાને મહિનાના 3 દિવસ 'અછૂત' માનો અને ચોથા દિવસે નહીં, એવું શા માટે? વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના ચુકાદાથી મૂળ ગુજરાતી જજ અમિત મહેતા ચર્ચામાં:કેપિટલ હિલ હિંસાના કેસમાં ટ્રમ્પને ઝટકો, જજે સંરક્ષણની દલીલ ફગાવી દીધી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પ્રવાસી મજૂરોને સરળતાથી મળશે 5 કિલોનો ગેસ સિલિન્ડર:સરકારે રાજ્યોની દૈનિક મર્યાદા બમણી કરી, ઈરાન યુદ્ધને કારણે લીધો નિર્ણય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં ફસાયો:આવતા મહિને કોર્ટમાં હાજરી આપવી પડશે; PSL માટે પાકિસ્તાન પરત ફરશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ઘરના મંદિરમાં ખંડિત મૂર્તિઓ ન રાખવી જોઈએ:પૂજા-પાઠ સાથે જોડાયેલી માન્યતાઓ; પૂજા ઘર ઉત્તર કે પૂર્વ દિશામાં હોવું જોઈએ, સ્વચ્છતાનું ધ્યાન રાખો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ શખ્સે પાળીતા પોપટ માટે સબમરીન બનાવી અમેરિકામાં એક શખ્સે તેના પાળીતા પોપટને સમુદ્રની અંદર સફર કરાવી. ખરેખર, તેણે તેના પોપટ ‘બેબી’ માટે એક નાનકડી સબમરીન બનાવી, જેમાં ઓક્સિજન સિસ્ટમ અને એર પાઇપ લગાવવામાં આવ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ઇરાનમાં કતલની રાત:ટ્રમ્પની ડેડલાઇન પહેલા ખાર્ગ આઇલેન્ડ પર મહાવિનાશ, લાખો ઇરાનીઓ મરવા માટે મેદાનમાં, રશિયા-ચીન સીધા અમેરિકાના વિરોધમાં 2. એક્સક્લૂસિવ : વન વિભાગમાં 'સાફ સફાઇ'ની ઇનસાઇડ સ્ટોરી:વર્ષોથી એક જગ્યાએ જામેલા RFOને હટાવવા CMનો કડક નિર્ણય, જયપાલસિંઘને પ્રમોટ કરવા એ.પી.સિંઘની પાંખો કપાઇ 3. ભાસ્કર સિરીઝ : આશ્રમમાંથી બાતમી મળી, ‘આસારામને રોજ રાત્રે નવી છોકરી જોઇતી’: ‘વૉર્ડન શિલ્પી અને રસોઇયો પ્રકાશ છોકરીઓ પર ડોળો માંડીને જ બેઠાં હોય છે’; જુઓ સિરીઝનો એપિસોડ-29 4. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પની ઈરાન પર હુમલાની ડેડલાઈન ખતમ થઈ રહી છે; શું પાવર પ્લાન્ટ, પુલ પર પરમાણુ હુમલો થશે, ઈરાન કેવી રીતે જવાબ આપશે? 5. 'બા, અમે જઇએ છીએ....':પૌત્રીના છેલ્લા શબ્દો પછી રકઝક શરૂ થઇ, 100 નંબર પર એક ફોન આવ્યો ને PIનો રજાનો પ્લાન ખૂનની તપાસમાં ફેરવાઇ ગયો 6. હમ લોગ : મોત પછી ગળું કાપવાની પરંપરા:જ્યાં આજે પણ રાજાનું જ ચાલે છે રાજ, પૂર્વજોની ખોપરીમાં વસે છે આત્મા; વાંચો જનજાતિની ચોંકાવનારી દુનિયા 7. MATCH મસાલા: ચિયર લિડરે કોને ફ્લાઇંગ કિસ આપી?:ફિમેલ ફેને ક્રિકેટરનો હાથ ખેંચી લીધો, ઠેકડા માર્યાં; KKR ટ્રોલ થઈ, SRK ભડક્યો!, જુઓ VIDEO 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:મિથુન અને કન્યા રાશિના સંપત્તિના વિવાદો ઉકેલાશે, વૃશ્ચિક અને તુલા રાશિને પ્રમોશનના યોગ વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →