ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ, છતાં ભાજપ-કોંગ્રેસની યાદીઓ અજાણ!:અનંત અંબાણીએ ઉજવ્યો 31મો બર્થ ડે, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનું ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી!
અમદાવાદમાં ભાજપના 54 ઉમેદવારના નામ લગભગ નક્કી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે...ત્યારે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોને ફોન કરી જાણ કરવાનું શરૂ કર્યુ છે...અમદાવાદમાં ભાજપના 54 ઉમેદવારોના નામો લગભગ નક્કી છે પરંતુ હજુ ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતા ચર્ચા ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ પહેલા ભાજપે ગાંધીનગર, પાટણ અને નર્મદા જિલ્લાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અમદાવાદમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારનો વિરોધ કરનાર ભાજપે 23 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. તો રાજકોટની 11 તાલુકા પંચાયતનું લિસ્ટ મહામંત્રીની સહી વગર સોશિયલ મીડિયામાં ફરતું થયું
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પૂર્વ મેયરને ભાજપની ઓફિસમાંથી ધક્કા મારી કાઢ્યા ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને ભાજપ કાર્યાલયમાથી ધક્કા મારી કાઢવામાં આવ્યા હતા... જે બાદ ગુસ્સામાં તેમણે કહ્યુ કે પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યાં વડોદરાની પોર બેઠક પર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની પસંદગી થતા નયના પરમારની ટિકિટ કપાઇ છે જેથી તેઓએ બળવો પોકાર્યો છે. તેમના પતિએ અપક્ષ ફોર્મ ભરવાની જાહેરાત કરી
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાહી થયુ. જેમાં એક વ્યક્તિનું મોત થયુ જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલાએ બચાવ કામગીરી હાથ ધરી...
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
જમીન બચાવવા 10 ગામના રહીશો મેદાને મહેસાણા મનપાએ અમલમાં મુકેલી ડીપી-ટીપી સ્કીમના વિરોધમાં 10 ગામના રહીશો મેદાને આવ્યા છે ... આખા વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતાં જમીનો કપાતમાં જતી રોકવા માટે વિરોધ થઇ રહ્યો છે ...
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત નેશનલ હાઇવે 48 પર કરજણ નજીક ભરૂચ તરફ જઈ રહેલી આર્ટિગા કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ અકસ્માતમાં કારનો બુકડો બોલી જતાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ડ્રાઈવર અને બે મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ચાંદખેડા બાળકીઓના મોત કેસમાં ડાયરીનો વળાંક અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના શંકાસ્પદ મોત કેસમાં માતાની એક ડાયરી મળી આવી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટેની ઘેલછા અને શિવ મંદિરની માનતાનો ઉલ્લેખ મળ્યો છે. તો પૂછપરછ દરમિયાન પિતાનું વારંવાર બીપી હાઈ થઈ રહ્યું છે. જોકે પોલીસ તપાસ ચાલુ છે પરંતુ વધુ સ્પષ્ટતા એફએસએલ અને વિસેરા રિપોર્ટ બાદ થશે
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પથ્થર, ધોકા અને બૂટ-ચપલથી ધિંગાણુ સુરતના અડાજણમાં બે જૂથ વચ્ચે પથ્થર, ધોકા અને બૂટ-ચપલથી મારામારી થઈ. ભીડભાડવાળા રસ્તા પર અચાનક જ સાતથી આઠ લોકો એકબીજા પર તૂટી પડતા નાસભાગ મચી ગઈ પોલીસ તપાસ શરુ ...
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
અનંત અંબાણીના બર્થ ડેનુ શાનદાર સેલિબ્રેશન અનંત અંબાણીએ પોતાનો 31મો જન્મદિવસ ફિલ્મ સ્ટાર્સ, પરિવારના લોકો અને મિત્રો વચ્ચે જામનગરના વનતારામાં ઉજવ્યો.. ગ્રાન્ડ પાર્ટી પહેલા અનંતે દાન-પુણ્ય કરીને ઉજવણીની શરૂઆત કરી. ફેન્સ અને સેલિબ્રિટીઓએ અનંતને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →