વિમાકવચની સહાય:વાડા પ્રા. શાળાના ઉપશિક્ષિકાના અકસ્માત ‎બાદ પરિવારને 1 કરોડનો વીમા ચેક એનાયત‎

Gujarat6/5/2026, 12:00:00 AM
વિમાકવચની સહાય:વાડા પ્રા. શાળાના ઉપશિક્ષિકાના અકસ્માત ‎બાદ પરિવારને 1 કરોડનો વીમા ચેક એનાયત‎
ગણદેવી તાલુકાની દુવાડા પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા સ્વ. કંચનબેન રવજીભાઈ પટેલનું તા. 26 જાન્યુઆરી, 2026ના રોજ માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. તેમના અકાળ અવસાનથી પરિવાર તેમજ શિક્ષણ જગતમાં શોકની લાગણી પ્રસરી હતી. સ્વ. કંચનબેન પટેલના પરિવારને આર્થિક સંબળ અને સુરક્ષા પ્રદાન કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ગણદેવી શાખાના સહયોગથી સાઉથ ઝોનના આસિસ્ટન્ટ રિજનલ ઓફિસરના હસ્તે પરિવારને રૂ. 1 કરોડની વીમા કવચની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બેન્ક દ્વારા પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા અને સંવેદના વ્યક્ત કરાઇ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સંઘના પ્રમુખ અજુવેન્દ્રભાઈ, ઘટક સંઘ ગણદેવીના પ્રમુખ કલ્પેશભાઈ ટંડેલ, એસબીઆઇ ગણદેવી શાખાના મેનેજર જીતુભાઈ, રીજનલ ઓફિસર દ્વિવેદી, ઘટક સંઘ ગણદેવીના તમામ હોદ્દેદારો, ટીચર સોસાયટીના સભ્યો, દુવાડા પ્રા. શાળાના આચાર્ય આશિષભાઈ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજેશભાઈ તેમજ સ્વ. કંચનબેન પટેલના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈના પ્રતિનિધિ તરીકે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અગ્રવાલે ટેલિફોનિક સંદેશા દ્વારા સ્વ. કંચનબેન પટેલના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વ. કંચનબેન પટેલની સેવાને યાદ કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી અને ભવિષ્યમાં પણ જરૂરી સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી.
Read Original Article →