પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનું પ્રદર્શન:વાંસદાના હનુમાનબારી સર્કલ પર MLA અનંત પટેલ અને યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા, બેનર સાથે સૂત્રોચ્ચાર

Gujarat5/27/2026, 11:55:03 AM
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનું પ્રદર્શન:વાંસદાના હનુમાનબારી સર્કલ પર MLA અનંત પટેલ અને યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા, બેનર સાથે સૂત્રોચ્ચાર
દેશભરમાં વધતી મોંઘવારી અને ઈંધણના ભાવવધારાને કારણે સામાન્ય જનતા પરેશાન છે. આ સ્થિતિમાં વિપક્ષ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શનો તેજ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલ પાસે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્ય એકત્રિત થયા હતા. તેમણે પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકર્તાઓએ જણાવ્યું કે, પેટ્રોલના ભાવ વધવાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે અને સરકાર ભાવ નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળ રહી છે. પેટ્રોલપંપ પર પ્રતિકાત્મક વિરોધ હનુમાનબારી સર્કલ પર પ્રદર્શન કર્યા બાદ, ધારાસભ્યની આગેવાની હેઠળ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ વાંસદા ટાઉન ખાતેના સ્થાનિક પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. અહીં કાર્યકર્તાઓએ પેટ્રોલ પંપ પર આવતા વાહનચાલકોને મોંઘવારી અંગે જાગૃત કર્યા હતા અને પંપ પરિસરમાં પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉગ્ર આંદોલનની ચીમકી આ વિરોધ પ્રદર્શનને કારણે થોડા સમય માટે સ્થાનિક સ્તરે લોકોની ભીડ એકઠી થઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે જો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.
Read Original Article →