ગંભીર અકસ્માત નોંધાયા:કંબાડા એક્સપ્રેસ-વે પર પૂરપાટ ધસી જતા વાહનની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત
નવસારી જિલ્લાના કંબાડા ગામની હદમાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે યુવાનને અડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ચીખલીના ખુંધ ગામના રહેવાસી રમેશભાઇ ભીખુભાઈ પટેલે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કંબાડા ગામની હદમાં એક્સપ્રેસ વેના બીજા ટ્રેક પર અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી આશરે 40થી 45 વર્ષના અજાણ્યા પુરુષને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એટલો ભયાનક હતો કે યુવાનને માથા તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક વાહન સહિત નાસી છૂટ્યો હતો. અકસ્માત થતા સીસીટીવીના આધારે ચાલકની અટક કરવા અને વધુ તપાસ પીઆઇ વી.જી. ભરવાડ કરી રહ્યા છે. એક્સપ્રેસ વે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નેશનલ એક્સપ્રેસ વે પર હવે ધીરે ધીરે અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ઓવરસ્પીડિંગ અને બેદરકારીના કારણે હાઈવે રક્તરંજિત બની રહ્યો છે. છેલ્લા ચાર માસમાં આ માર્ગ પર 7થી વધુ નાના-મોટા અકસ્માતો નોંધાયા છે, જેમાં ફેટલ (જાનલેવા), ગંભીર અને સામાન્ય અકસ્માતોનો સમાવેશ થાય છે.
Read Original Article →