મનપાની નીતિ સામે વેપારીઓના સવાલ:‘કચરાપેટી આપતા નથી અને દંડ વસુલે છે'

Gujarat6/5/2026, 12:00:00 AM
મનપાની નીતિ સામે વેપારીઓના સવાલ:‘કચરાપેટી આપતા નથી અને દંડ વસુલે છે'
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટેના દાવાઓ વચ્ચે દંડનીય કાર્યવાહી કરતા માછલી વેચતા વેપારીઓ દ્વારા મહાપાલિકાની કામગીરી અને દંડનીય નીતિ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે મનપાની કચરો એકત્રિત કરવાની વ્યવસ્થામાં રહેલી ગંભીર ખામીઓ તરફ તંત્રનું ધ્યાન દોર્યું છે. મચ્છી માર્કેટના વેપારીઓ ઉપર દંડ લેવા બાબતે મનપાની કામગીરી બાબતે પ્રત્યુતરમાં નવસારી કહાર સમાજના અગ્રણી અશ્વિન કહારે નારાજ થઈ જણાવ્યું હતું કે, મચ્છી માર્કેટમાં કચરો ઉપાડવા માટે જરૂરી ટ્રેક્ટર કે છોટા હાથી જેવા વાહનોની પણ પૂરતી વ્યવસ્થા જોવા મળતી નથી. જ્યારે કચરો એકત્રિત કરવા માટેના પૂરતા સાધનો જ નથી ત્યારે લોકો કચરો ક્યાં નાખે તે એક મોટો પ્રશ્ન છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જો શહેરમાં લાખો ટન કચરો પેદા થતો હોય, તો તેને સુરક્ષિત રીતે નિકાલ કરવાની જવાબદારી મહાપાલિકાની છે. મહાપાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે અને બીજી તરફ કચરો જાહેરમાં દેખાય તો લોકો પાસેથી દંડ વસૂલવાની નીતિ અપનાવી રહી છે. અશ્વિન કહારે માંગ કરી છે કે મનપા પહેલા પૂરતી સંખ્યામાં કચરાપેટીઓ મુકે અને કચરો ઉપાડવાની ગાડીઓની ફ્રીક્વન્સી વધારે સુવિધા આપ્યા વગર માત્ર દંડ વસૂલવો એ ન્યાયી નથી. જેથી મનપા દંડ ને બદલે સુવિધા તરફ ધ્યાન આપે. મનપામાં કહાર સમાજના નગરસેવિકા પણ ચૂંટાયા છે નવસારી મહાનગર પાલિકામાં માછલી વેચતા વેપારીઓના સમાજમાંથી એક મહિલા નગરસેવિકા પણ ચૂંટાયા છે. તેઓએ પણ મચ્છી માર્કેટના વેપારીઓને કરેલા દંડનીય કાર્યવાહીનો વિરોધ કરી પહેલા સુવિધા પૂરી પાડવા આગળ આવે જેથી ગંદકીના કારણે દંડનીય કાર્યવાહીથી બચી શકે.
Read Original Article →