કેરીના ભાવ ઘટ્યા:યુદ્ધની પરિસ્થિતિએ કેરી માર્કેટ મંદ રહ્યું જેને લઇ કેરીના ભાવમાં 20 ટકા જેટલો ઘટતા ખેડૂતોને નુકસાન

Gujarat5/22/2026, 12:00:00 AM
કેરીના ભાવ ઘટ્યા:યુદ્ધની પરિસ્થિતિએ કેરી માર્કેટ મંદ રહ્યું જેને લઇ કેરીના ભાવમાં 20 ટકા જેટલો ઘટતા ખેડૂતોને નુકસાન
નવસારી પંથકમાં વર્તમાન વર્ષમાં કેરીનો પાક ઓછો હોય ખેડૂતોને માર પડ્યો ત્યાં ઓછો પાક હોવા છતાં ભાવ પણ ઓછા રહેતા બમણો માર પડ્યો છે. નવસારી જિલ્લાના મુખ્ય પાકમાં કેરીનો સમાવેશ થાય છે. જિલ્લામાં 34 હજાર હેક્ટરથી વધુ જમીનમાં હજારો ખેડૂતો પાક લે છે. લેબરનો ઓછો પ્રશ્ન અને ભાવ પણ સારો મળતા છેલ્લા કેટલાક કેટલાક વર્ષથી વાવેતર વધ્યું, જોકે છેલ્લા ત્રણ વર્ષથી સ્થિતિ વિપરીત બની છે. ચાલુ સાલ પણ વાતાવરણ, જીવાત વગેરેને લઈ પાક નવસારી પંથકમાં ઓછો ઉતર્યો. સામાન્યતઃ પાક ઓછો હોય, સપ્લાય ઓછો હોય તો ભાવ વધે છે પણ હાલમાં ભાવ વધ્યા જ નહીં. ત્રણ-ચાર વર્ષથી ભાવ નહિવત વધ્યા છે. સૌથી વધુ કેરીની જાત જે ઉત્પાદન થયું તે કેસરનો સરેરાશ ભાવ હરાજીમાં 20 કિલોનો ત્રણ વર્ષ અગાઉ માર્કેટયાર્ડમાં 1200 રૂપિયાની આસપાસ હતો, આજે પાક ઓછો છતાં ફરક પડ્યો નથી. આ ભાવ નહીં વધવાના અનેક કારણો નિષ્ણાતો જણાવી રહ્યાં છે. જેમાં લોકોની ખરીદશક્તિ ઘટવા ઉપરાંત પરપ્રાંતિય માલ ઠલવાવો અને એક્સપોર્ટનો અભાવ પણ છે. હજારો ખેડૂતોનું સતત ત્રીજું વર્ષ ખરાબ 2023ની સાલ નવસારી જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોની પ્રમાણમાં સારી રહી હતી. પાક સારો ઉતર્યો હતો. નવસારી માર્કેટયાર્ડમાં પણ 3 લાખ મણથી વધુ કેરી આવી હતી. જોકે છેલ્લા બે વર્ષથી દોઢ લાખ મણથી ઓછી આવે છે. કેરીનો પાક ઓછો આવવાનું કારણ મુખ્યત્વે વાતાવરણ ઉપરાંત ચાલુ સાલ જીવાત પણ છે. 5થી 6 વીઘા આંબાની વાડી હોય તેવા ખેડૂતોને 3 થી 4 લાખ મળવા જોઈએ પણ ઘણાંને 50 હજારથી ઓછી આવક પણ થઈ છે. સતત ત્રીજું વર્ષ ખરાબ જતા અનેક ખેડૂતો હવે કેરીની ખેતી ભવિષ્યમાં કરવી કે નહીં તે વિચારતા થયા છે. ખેડૂતોને ઓછો પાક સાથે ચાલુ સાલ ભાવનો માર પણ પડ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષમાં કેરીનું વાવેતર જિલ્લામાં વધ્યું છે. ચાલુ વર્ષે ઉત્પાદન ઓછુ છતાં વિષમ સ્થિતિ રહી કેરીના ભાવ ઓછો પાક હોવા છતાં વધ્યા નહીં તેના અનેક કારણો છે. ભાવ નહી વધવાના અનેક કારણ છે તેમાં એક કારણ ચાલુ સાલ યુદ્ધ યા અન્ય કારણોને લઈ કેરીના એક્સપોર્ટ ખૂબ ઓછો યા નહિવત થયો છે. આ ઉપરાંત અન્ય કારણો પણ છે. મારા મતે કેરીના ભાવમાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ભાવ માંડ 1 હજાર રૂપિયાની આસપાસ 20 કિલોના કેસરના છે. -નિમેષ નાયક, પ્રમુખ, અમલસાડ સહકારી મંડળી દક્ષિણ ભારત મહારાષ્ટ્ર વગેરેથી કેરીનો માલ વધ્યો લોકોની ખરીદશક્તિમાં ખૂબ ઘટાડો થયો છે. કેરી મોંઘું ફળ હોય તે ખરીદી શકતા નથી. ઉપરાંત આપણે ત્યાં દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર વગેરેથી કેરી વધુ આવવા લાગી છે. જેની અસર થકી પણ સ્થાનિક પાક ઓછો છતાં ભાવ વધ્યા નહીં પણ ઘટાડો થયો છે. -સંજયભાઇ નાયક, પ્રગતિશીલ ખેડૂત, ગણદેવા
Read Original Article →