તંત્રની ગંભીર ઉદાસીનતા:નવસારી-જલાલપોર કચેરીથી આવેદન બાજુમાં કલેક્ટર કચેરી સુધી ન પહોંચ્યા
નવસારી જિલ્લા સહિત રાષ્ટ્રમાં ગૌમાતાને 'રાષ્ટ્રીય માતા'નો દરજ્જો આપવા માટે ગત 7 મેના રોજ નવસારી જિલ્લાના 4 તાલુકામાંથી મામલતદાર મારફતે દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. જોકે, આ કાર્યમાં સરકારી તંત્રની ગંભીર ઉદાસીનતા સામે આવી છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી રાકેશ શર્માએ જણાવ્યું કે, આવેદનપત્ર આપ્યાના 7 દિવસ બાદ જ્યારે તેઓ કલેક્ટર કચેરીએ સ્પીડ પોસ્ટની રસીદ લેવા પહોંચ્યા ત્યારે ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. ચીખલી અને વાંસદાના પત્રો પહોંચી ગયા હતા, પરંતુ નવસારી અને જલાલપોર મામલતદાર કચેરીના પત્રો હજુ સુધી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા જ નહતા. નવાઈની વાત એ છે કે આ બન્ને કચેરીઓ કલેક્ટર કચેરીની બિલકુલ સામે આવેલી છે. તંત્ર દ્વારા "સ્ટાફ નથી" તેવું બહાનું આગળ ધરી કામગીરીમાં વિલંબ થયાનું જણાવ્યું હતું.
Read Original Article →