પોલીસની લાલ આંખ:ગણદેવીમાં CCTV ન રાખનારા 3 વેપારીઓ સામે સખત કાર્યવાહી
નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર સુરક્ષાના હેતુથી વ્યવસાયિક એકમો પર સી.સી.ટી.વી. કેમેરા લગાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના અમલીકરણ માટે ગણદેવી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ત્રણ વેપારીઓ કસૂરવાર મળી આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગણદેવી પોલીસે 17 મે રવિવારના રોજ ગણદેવી પોલીસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કોલવા પાદર ફળિયામાં "ભેરૂનાથ" દુકાનના માલિક રામપ્રસાદ લક્ષ્મણલાલ સુખવાલ, સરીબુજરંગ વાસણ નાકા પાસે ભંગારની દુકાન ધરાવતા કમલેશ ગંગાપ્રસાદ પટેલ અને સુદામાનગર વિસ્તારમાં ભંગારની દુકાન ચલાવતા કર્મરાજ હીરાલાલ પ્રજાપતિ સામે ગુના નોંધવામાં આવ્યા છે. આ ત્રણેય વેપારીઓએ પોતાની દુકાનોમાં સીસીટીવી કેમેરા ન લગાવી કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ પોલીસ આ દિશામાં નક્કર કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
Read Original Article →