ગૌરવની ક્ષણ:સત્યેન્દ્ર દીક્ષિતે સતત 365 દિવસ રોજ 2 કલાક સ્વિમિંગ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ઉંમર માત્ર એક આંકડો છે તે વાતને ફરી એકવાર સાબિત કરી બતાવી છે 68 વર્ષના અલ્ટ્રા સ્વિમર સત્યેન્દ્ર દિક્ષિતે. તેમણે 1 મે 2025થી 30 એપ્રિલ 2026 દરમિયાન એક વર્ષમાં સતત 365 દિવસ, રોજ 2 કલાક નોન-સ્ટોપ સ્વિમિંગ કરવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ ભગીરથ પ્રયાસ દરમિયાન તેમણે કુલ 733.9 કલાક પાણીમાં વિતાવીને 939 કિલોમીટર જેટલું લાંબું અંતર કાપ્યું છે. તેમની આ અસાધારણ સિદ્ધિ બદલ "USA BOOK OF WORLD RECORDS" ના ઇન્ટરનેશનલ ચેરમેન અવિનાશ ડી. સુકુંદે અને તેમની ટીમ દ્વારા સત્યેન્દ્ર દિક્ષિતને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર, મેડલ અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ ક્ષણે દિક્ષિતે અવિનાશ સુકુંદે અને તેમની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. આ રેકોર્ડ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વરિષ્ઠ નાગરિકો અને યુવાનો માટે ફિટનેસ અને દૃઢ સંકલ્પનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. સત્યેન્દ્ર દિક્ષિતે જણાવ્યું કે વિશ્વ વિક્રમ બનાવવા માટે અતૂટ જુસ્સો, સમર્પણ અને બલિદાનની જરૂર પડે છે. ભગવાનના આશીર્વાદ વિના આ સિદ્ધિ અશક્ય છે.
Read Original Article →