એશિયન ગેમ્સ માટે‎ ક્વોલિફાય‎ કર્યું‎:આંધ્રપ્રદેશમાં યોજાયેલી નેશનલ એથ્લેટીક ચેમ્પિ.માં સ્કોટમાં ગોલ્ડ, બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટમાં બ્રોન્ઝ મેળવ્યો

Gujarat5/22/2026, 12:00:00 AM
એશિયન ગેમ્સ માટે‎ ક્વોલિફાય‎ કર્યું‎:આંધ્રપ્રદેશમાં યોજાયેલી નેશનલ એથ્લેટીક ચેમ્પિ.માં સ્કોટમાં ગોલ્ડ, બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટમાં બ્રોન્ઝ મેળવ્યો
નવસારી ​બીલીમોરા નજીકના ખાપરવાડા ગામની દીકરી કશિશ હિતેશભાઈ રાઠોડે રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી સમગ્ર માહ્યાવંશી સમાજ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આંધ્રપ્રદેશના અમ્લપુરમમાં યોજાયેલી નેશનલ એથ્લેટીક ચેમ્પિયનશીપમાં કશિશે સ્કોટ (Squat)માં 132.5 કિલોગ્રામ વજન ઉંચકીને ગોલ્ડ મેડલ, ​બેન્ચ પ્રેસમાં 55 કિલોગ્રામ વજન સાથે બ્રોન્ઝ મેડલ, ​ડેડ લિફ્ટમાં 140 કિલોગ્રામ વજન સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ​કશિશે કુલ 327.5 કિલોગ્રામ વજન ઉચકીને કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થવાનો માર્ગ મોકળો કર્યો છે. નોંધનીય છે કે, આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થવા માટે 325 કિલોગ્રામ વજન ઉચકવાનો નિર્ધારિત માપદંડ હતો, જે કશિશે સફળતાપૂર્વક પાર કર્યો છે. કશિશની આ સફળતા પાછળ તેની વર્ષોની મહેનત છુપાયેલી છે. આ સિદ્ધિ બદલ માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુરતીએ કશિશની અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આગામી કોમનવેલ્થ ગેમ્સ (જેમાં 72 દેશો ભાગ લેશે) અને એશિયન ગેમ્સ (જેમાં 45 દેશો ભાગ લેશે)માં પણ તે ગોલ્ડ મેડલ મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી છે. ખાપરવાડા ગામ અને સમગ્ર પંથકમાં કશિશની આ સિદ્ધિ બદલ આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહન આપી રહ્યાં છે. કશિશની કઠોર મહેનત ફળી કશિશ સવારે 6 થી 12 અને સાંજે 4થી 10 વાગ્યા સુધી અન્ય યુવતીઓને જીમમાં તાલીમ આપે છે અને આ વ્યસ્ત સમયપત્રક વચ્ચે પોતે મહારાષ્ટ્રના વિરાર જઈને કઠોર પ્રેક્ટિસ કરે છે. પોતાની ફિટનેસ જાળવવા માટે તેણે કરેલી મહેનત આજે ફળી છે. > પ્રતિભાબેન રાઠોડ, કશિશની માતા
Read Original Article →