નવસારીમાં ઈંધણનું સંકટ?:પંપ સંચાલકો કહે છે ‘ગભરાશો નહીં,સ્ટોક પૂરતો છે’
રશિયા-યુક્રેન યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ફેરફારની અસર હવે સ્થાનિક સ્તરે દેખાઈ રહી હોય તેમ જણાય છે. નવસારી શહેર અને જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની ચર્ચાઓ વચ્ચે ‘ ભાસ્કર'' એ ગ્રાઉન્ડ રિયાલિટી તપાસી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે છતાં કેટલાક લોકો ડરના કારણ પંપ ઉપર લાઈન લગાવી રહ્યાં છે. પેટ્રોલ- ડિઝલ માટે પેટ્રોલ પંપ સંચાલકો સાથેની ખાસ વાતચીતમાં જાણવા મળ્યું છે કે અગાઉ પંપ સંચાલકો જેટલો જથ્થો મંગાવતા તેટલો મળી રહેતો, પરંતુ હવે કંપનીઓએ માપદંડો નક્કી કર્યા છે. જે પંપ પર રોજનું સરેરાશ 3,000 લિટર વેચાણ થતું હોય, ત્યાં કંપની હવે તેટલો જ સ્ટોક ફાળવે છે, વધારાનો સ્ટોક આપવાનું ટાળી રહી છે. કેટલાક પેટ્રોલ પંપ પર બાઇકમાં 500થી વધુનુ પેટ્રોલ ભરવા પર બ્રેક લગાવી દઇ મર્યાદાઓ ઉભી કરવામાં આવી છે. જેથી જથ્થો ખુટે નહીં. શહેરમાં અંદાજે 30 હજાર લીટર પેટ્રોલનો વપરાશ.. નવસારીમાં ઈંધણના વપરાશના આંકડા જોઈએ તો, શહેરમાં દરરોજ અંદાજે 30,000 લિટર પેટ્રોલ તો ડીઝલ તેનાથી ઓછું 14 હજારનો વપરાશ થાય છે, જ્યારે સમગ્ર જિલ્લાનો કુલ દૈનિક વપરાશ 1,00,000 લિટર જેટલો અંદાજવામાં આવ્યો છે અને સરેરાશ એક પેટ્રોલ પંપ પર પ્રતિ દિવસ 3,000 થી 5,000 લિટરનું વેચાણ નોંધાય છે.
Read Original Article →