મનપાની ટીમની વિઝીટ ટાણે સ્થાનિકોની રજૂઆત:નવસારીના જલાલપોરમાં ચોમાસા માટે વૈકલ્પિક માર્ગનો વિકાસ કરો

Gujarat6/10/2026, 12:00:00 AM
નવસારીના જલાલપોર વિસ્તારમાં જનતા સ્કૂલથી બોદાલી રોડ પર ચોમાસામાં પાણી ભરાઈ જતા વૈકલ્પિક માર્ગના વિકાસની રજૂઆત થઈ છે. મંગળવારે નવસારીના મેયર ધોરાજીયા, ડે. મેયર કેયુરી દેસાઇ, કમિશનર ઉપાધ્યાય વગેરેએ જલાલપોર વિસ્તારની વિઝિટ કરી હતી. અહીં ચોમાસુ આવી રહ્યું હોય જનતા સ્કુલથી બોદાલી જતા રોડ પર પાણી ભરાવા અંગે સ્થાનિક અગ્રણી પરિમલ પટેલ વગેરેએ રજૂઆત કરી હતી. પૂર આવતા યા વધુ વરસાદ પડતા આ રોડ બંધ થવાથી વાહનવ્યવહાર અસરગ્રસ્ત થાય છે. આ અંગે બોદાલી રોડથી ઓવાઈ ફળિયા, મોહાણીયા થઈ જલાલપોરના હયાત રોડના વિકાસ કરવા રજૂઆત થઈ હતી. મનપાના ઉચ્ચ સત્તાધીશોએ થાણા તળાવની કામગીરી, પાણી ફિલ્ટરેશન પ્લાન્ટ વગેરેની પણ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. નવા મેયર દ્વારા નવસારીમાં વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી રહી છે. જ્યાં ભુલ હોય ત્યાં સુધારવા તાકીદ કરી છે.
Read Original Article →