સરકારી દસ્તાવેજમાં ચેડા:મ્યુલ એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડ્સ મળતા પોલીસની બેંકોમાં તપાસ તેજ
એરુમાં મિત્રના ઘરે રહી મૂળ જયપુરના લખવિંદર પાજી સુરત રહી સાયબર ક્રાઇમ કરતા હેકરો સાથે કામ કરીને સાયબર ક્રાઇમ બાદ તેના નાણાં માટે મ્યુલ એકાઉન્ટ બનાવવા અને લોકોને લાલચ આપી હોય તેમની પાસે 43 જેટલા નવસારીની વિવિધ બેંકોના ખાતા મળી આવ્યા હતા. જેમાં નામ ક્યારેય ન સંભળાયું હોય તેવા બેંકના ખાતા સાથે ક્રેડિટ કાર્ડ મળી આવતા પોલીસે બેંકમાં જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ નવસારી સાયબર ક્રાઇમની કાર્યવાહીમાં નવસારીના 43 બેંક ખાતામાં 110થી વધુ ફરિયાદ અને 91.54 કરોડની છેતરપિંડી થયાનું સરકારી પોર્ટલના સામે આવ્યું હતું. એરૂમાં આદિત્ય ઉર્ફે અક્ષય પટેલના પિતા સચિનમાં નોકરી કરતા હોય ત્યાં લખવિંદરના પિતા દંત મંજન વેચતા હોય ત્યાં ઓળખ થઈ અને ઘર જેવા સબંધ રાખતા હતા. પરિવારમાં વિખવાદ બાદ લખવિંદર પાજી એરૂ અક્ષયના ઘરે જ પરિવારના સભ્ય તરીકે રહેતો અને અક્ષયને પણ મ્યુલ એકાઉન્ટ બાબતે શીખવી દીધું હતું. છેલ્લા દોઢ વર્ષથી સુરતથી નવસારી આવી લખવિંદર પાજી સાયબર ક્રાઇમ ટીમમાં મ્યુલ એકાઉન્ટ ખોલવામાં કાર્ય કરતો હોવાનું પોલીસે માહિતી આપી હતી. સરકારી દસ્તાવેજમાં ચેડા થયા
સાયબર ક્રાઇમ બ્રાન્ચે 43 જેટલા ખાતા મ્યુલ એકાઉન્ટ તરીકે નાણાંની લેવડ દેવડ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.જેમાં સ્લાઈસ બેંક નામની ક્યારેય ન સાંભળેલ બેંકનું ક્રેડિટ કાર્ડ પણ અક્ષય પટેલના નામે મળી આવ્યું તો લખવિંદર પાજીના નામે ચાર આધાર કાર્ડ અને ચાર પાન કાર્ડમાં તસવીર એક નામ અલગ અને આધાર કાર્ડના નંબર પણ અલગ હોય પોલીસે સરકારી દસ્તાવેજના ચેડા થવાની અલગ કલમ પણ ઉમેરી હતી.
Read Original Article →