નવસારી:બંને બાળકોના મોત ગૂંગળામણથી જ થયા હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો
નવસારીના ધારાગીરી વિસ્તારમાં બે બાળકો રમવા ગયા બાદ એક બંધ કારમાં બેસી જતા ત્યારબાદ દરવાજો ન ખુલતા ગુંગળાઈને મોતને ભેટ્યા હતા. નવસારીના ધારાગીરીમાં માતા સાથે રહેતા બે બાળકો બુધવારે સવારે રમવા જઈએ છીએ તેમ કહી નીકળ્યા બાદ બપોરે ઘરે ફર્યા ન હતા. શોધખોળ દરમિયાન એક મહિલાને તેમના ઘર નજીક આવેલ એક ગેરેજમાં બંધ કારમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં ગૂંગળામણથી બાળકોના મોત થયાનું તપાસ અધિકારી વી.જી ભરવાડે જણાવ્યું હતું. બંધ કાર નવસારીના રહીશની નીકળી
બાળકો બપોરના સમયે રમવા ગયા અને રિપેર માટે આવેલ કાર (નં. GJ-5-CF-9512) છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગેરેજમાં સંદીપભાઈ દેસાઈ (રહે. નવસારી)ની હોવાનું પોલીસે જણાવ્યું હતું. કાર રિપેર કરવા માટે નાણાં ન હોય ગેરેજમાં પાછો ન આવતા કાર માલિકે લેવા ન જતા ત્યાં જ બંધ હાલતમાં પડી રહી હતી. જે લેવા ન જતા બાળકો માટે જીવલેણ સાબિત થઇ હતી.
Read Original Article →