ઘટનાનો વીડિયો નવસારી પંથકમાં વહેતો થતા વાલીઓમાં ચિંતા:મનપાના સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પુલમાં તૂટેલી ટાઇલ્સથી યુવાનને ઇજા
નવસારીમાં સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા એક યુવકને પાણીની અંદર તૂટેલી ટાઈલ્સ વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આટલી મોટી દુર્ઘટના છતાં મનપા શાસકો કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્વિમિંગ પૂલની મુલાકાત લેતા નાગરિકોના જણાવ્યા મુજબ, સ્વિમિંગ પુલના પાણીની સમયસર સફાઈ થતી નથી. પુલનું પાણી અત્યંત ડહોળું અને દૂષિત થઈ ચૂક્યું છે, જેના કારણે ચારેય તરફ ગંદકી ફેલાઈ રહી છે. આ ગંદા પાણીને લીધે ચામડીના રોગો થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના અને પુલની ખરાબ હાલત દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. વીડિયો વહેતો થતાં જ મનપાની લાપરવાહી સદંતર બહાર આવી છે. સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે ? જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડાં બંધ કરી, તંત્ર તાત્કાલિક પુલનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે.
Read Original Article →