NMC નવસારીને વધુ સુવિધાજનક અને સ્માર્ટ સીટી બનાવવા કટીબદ્ધ:કમિશનરે આઇકોનિક રોડ સહિતના પ્રોજેક્ટ્સનું કર્યું સરપ્રાઇઝ નિરીક્ષણ

Gujarat5/22/2026, 12:00:00 AM
NMC નવસારીને વધુ સુવિધાજનક અને સ્માર્ટ સીટી બનાવવા કટીબદ્ધ:કમિશનરે આઇકોનિક રોડ સહિતના પ્રોજેક્ટ્સનું કર્યું સરપ્રાઇઝ નિરીક્ષણ
નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાયે ગુરૂવારના રોજ શહેરમાં ચાલી રહેલા મહાત્વકાંક્ષી પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી. કમિશનર સતત ચાર દિવસથી વિઝીટ પ્રક્રિયા સક્રિય રાખી રહ્યાં છે. તેમણે ફીલ્ડ વિઝીટમાં ગ્રીડથી વિવેકાનંદ સર્કલ સુધીના આઇકોનિક રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કબીલપોર તળાવ બ્યુટીફિકેશનની કામગીરી જોઈ અને ગ્રીડ અંડરબ્રિજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટનું કામકાજ, સ્વામી વિવેકાનંદ જીમખાના, તરણકુંડની સ્થિતિ તપાસી, ટાટા મ્યુઝિકલ ફાઉન્ટેનનું નિરીક્ષણ કર્યું હતું. શહેરના વિવિધ સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ તપાસ કરી હતી અને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ જાણી હતી. મુલાકાત દરમિયાન કમિશનરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. દરેક પ્રકલ્પમાં ઉચ્ચ ગુણવત્તાની કામગીરી જળવાઈ રહે. તમામ પ્રોજેક્ટ નક્કી કરેલી ડેડલાઇનમાં પૂર્ણ થાય. નાગરિકોને વહેલી તકે આધુનિક સુવિધાનો લાભ મળે તે માટે એનએમસી વહીવટી તંત્ર નવસારીને વધુ સુવિધાજનક અને સ્માર્ટ સિટી બનાવવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
Read Original Article →