નવસારી નેશનલ હાઈવે પર SMCનો સપાટો:4 લક્ઝરી કારમાંથી 65.75 લાખનો દારૂ ઝડપાયો, 8 સામે ગુનો
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક્શન મોડમાં આવી છે. નવસારીના ભારતમાલા નેશનલ હાઈવે પર SMCની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવી 4 લક્ઝરી કારમાંથી 65.75 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂનો ઉપયોગ આગામી ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે થવાનો હોવાની આશંકા સેવાઈ રહી છે. શાહુ ગામ પાસે વોચ ગોઠવી કાર્યવાહી
ચોક્કસ બાતમીના આધારે SMCના PI સી. એચ. પાનારા અને તેમની ટીમે નવસારીના શાહુ ગામ પાસે નેશનલ હાઈવે પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી 4 લક્ઝરી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 11,810 બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો વલસાડ અને દમણથી સપ્લાય કરવામાં આવ્યો હતો. 65.75 લાખનો મુદ્દામાલ જપ્ત
SMCની આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે 30 લાખની કિંમતનો દારૂ અને લક્ઝરી વાહનો મળી કુલ 65.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે વલસાડ અને દમણના મુખ્ય સપ્લાયરો સહિત કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પહેલા SMC દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી દક્ષિણ ગુજરાતના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →