નવસારી જિલ્લા પંચાયત: ભાજપે 3 બેઠકો બિનહરીફ જીતી:ગણદેવી અને ચીખલીમાં વિપક્ષ મેદાનમાં નહોતો

Gujarat4/11/2026, 10:45:36 AM
નવસારી જિલ્લા પંચાયત: ભાજપે 3 બેઠકો બિનહરીફ જીતી:ગણદેવી અને ચીખલીમાં વિપક્ષ મેદાનમાં નહોતો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. આ દરમિયાન નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયનો પ્રારંભ કર્યો છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવી પોતાનું ખાતું ખોલાવ્યું છે. આ ત્રણ બેઠકો ગણદેવી અને ચીખલી તાલુકાની છે. ગણદેવી તાલુકાની બે અને ચીખલી તાલુકાની એક બેઠક પર વિપક્ષી ઉમેદવારો મેદાનમાં ન રહેતા ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બિનહરીફ વિજેતા જાહેર થયેલા ઉમેદવારોમાં દેવસર બેઠક પરથી રેખાબેન બિપિનભાઈ પટેલ, બિગરી બેઠક પરથી ભીખુભાઈ અમરતભાઈ પટેલ અને ચીખલી તાલુકાની ઘેજ બેઠક પરથી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 10 ટકા બેઠકો ચૂંટણી પહેલા જ જીતી લેતા ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ 'બિનહરીફ' જીતની હેટ્રિક બાદ ભાજપના આગેવાનોએ ફૂલહાર અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
Read Original Article →