એન્જિનિયરિંગ વિદ્યાર્થી સાથે રૂ. 96 હજારની છેતરપિંડી:નવસારીમાં ટેલિગ્રામ પર 'ટાઈપિંગ જોબ'ના નામે ઓનલાઈન ઠગાઈ

Gujarat5/28/2026, 1:07:17 PM
એન્જિનિયરિંગ વિદ્યાર્થી સાથે રૂ. 96 હજારની છેતરપિંડી:નવસારીમાં ટેલિગ્રામ પર 'ટાઈપિંગ જોબ'ના નામે ઓનલાઈન ઠગાઈ
નવસારીના જલાલપોર તાલુકાના સાજન રેસિડેન્સીમાં રહેતા 19 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી હર્ષ સંજયભાઈ પટેલ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમને 'લેપટોપ ટાઈપિંગ જોબ'ના બહાને સાયબર ઠગોએ રૂ. 96,018.41 પડાવી લીધા હતા. આ મામલે જલાલપોર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 318(4) અને આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હર્ષ પટેલના ટેલિગ્રામ એકાઉન્ટ પર ગત 30 એપ્રિલ, 2026ના રોજ 'LAPTOP TYPING JOB FOR HOME' નામની એક લિંક આવી હતી. લિંક ખોલતા 'TYPING JOB PLATFORM' નામનું પેજ ખુલ્યું હતું. નોકરી મેળવવાની આશામાં યુવકે મેસેજ કરતા, ઠગોએ રજિસ્ટ્રેશન ફી પેટે રૂ. 500 ઓનલાઈન સ્કેનર મારફતે ગુગલ-પેથી ટ્રાન્સફર કરાવી લીધા હતા. રજિસ્ટ્રેશન થયા બાદ સાયબર ઠગોએ પોતાને ડિલિવરી બોય અને કંપનીના મેનેજર તરીકે ઓળખાવી હર્ષને પોતાની જાળમાં ફસાવ્યો હતો. તેમણે અલગ-અલગ બહાના હેઠળ ટુકડે-ટુકડે નાણાં પડાવ્યા હતા. સૌપ્રથમ, ઘરબેઠા ટાઈપિંગ માટેની ફાઈલ મોકલવાના નામે બે વાર થઈને રૂ. 3,998.99 પડાવવામાં આવ્યા. ત્યારબાદ, ડિલિવરી બોય બનીને વોટ્સએપ નંબર (૭૩૪૦૪૮૩૭૩૫) પરથી લોકેશન માગી, સિક્યોરિટી પેટે બે વાર રૂ.4,250.06 અને લેટ પેમેન્ટના નામે રૂ. 7,488.09 સ્કેન કરાવ્યા. આ ઉપરાંત, ડિલિવરી કોડ જનરેટ કરવાના બહાને ભૂલો બતાવીને બે અલગ-અલગ સ્કેનર પર કુલ રૂ. 25,866.06 પડાવવામાં આવ્યા. અંતે, કંપનીના સત્તાવાર નંબર (૯૭૮૫૭૯૯૪૩૮) પરથી વાત કરાવી ફાઈલ એરર ચાર્જ પેટે વધુ રૂ. 25,966.01 પડાવી લીધા હતા.
Read Original Article →