નવસારી નર્સિંગ કોલેજમાં ABVPનું ઉગ્ર આંદોલન:ગંદા પાણી,સુવિધાના અભાવ અને ધમકી મુદ્દે ટ્રસ્ટીની ઓફિસમાં રોકડ રકમ ઉછાળી હોબાળો મચાવ્યો
નવસારી સ્થિત 'પ્રાઈમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ' કોલેજમાં વહીવટી બેદરકારી, હોસ્ટેલમાં જીવાતવાળું પાણી અને વિદ્યાર્થીઓ સાથે થતી છેતરપિંડી સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની પાયાની સુવિધાઓ છીનવી લેવા બદલ અને એડમિશન રદ કરાવવા માંગતા વિદ્યાર્થીઓ પર પ્રોફેસરો દ્વારા અપાતી ધમકીઓના વિરોધમાં ABVPએ ભારે હોબાળો મચાવી કોલેજના ટ્રસ્ટીની ઓફિસમાં રોકડ રકમ ઉછાળી હતી. સંગઠને કોલેજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવીને તમામ સમસ્યાઓના નિરાકરણ માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. કોલેજ સત્તાધીશોને આવેદનપત્ર અને પોલીસ સાથે ઘર્ષણ
નવસારી સ્થિત 'પ્રાઈમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ' કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી અગવડો અને વહીવટી બેદરકારી સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પાયાની સુવિધાઓ છીનવી લેવાઈ હોવાના અને એડમિશન રદ કરાવવા માંગતા વિદ્યાર્થીઓ પર દબાણ લાવવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ABVPએ કોલેજના ટ્રસ્ટીની ઓફિસમાં રોકડ રકમ ઉછાળી હતી. ABVP દ્વારા કોલેજ સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. કોલેજની નીતિનો વિરોધ કરતા પોલીસ અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં કેટલાક વિદ્યાર્થીઓને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
હોસ્ટેલમાં અસુવિધાનો અંબાર અને જીવાતવાળું પાણી
વિદ્યાર્થીઓ અને વાલીઓ લાંબા સમયથી કોલેજની અવ્યવસ્થાથી ત્રસ્ત છે. ABVPના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં પીવાનું પાણી અત્યંત ગંદુ આવે છે અને વોટર કૂલરમાં જીવાતો જોવા મળી છે. આ ઉપરાંત, 3-3 દિવસ સુધી પાણી અને વીજળી ગુલ રહે છે, જેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. પ્રેક્ટિકલ લેબનો અભાવ અને પ્રોફેસરો દ્વારા ધમકી
વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ લેબમાં લઈ જવામાં આવતા નથી અને લેબમાં જરૂરી ઉપકરણો પણ ઉપલબ્ધ નથી. જ્યારે વિદ્યાર્થીઓ આ બાબતે રજૂઆત કરવા જાય છે, ત્યારે પ્રોફેસરો દ્વારા તેમને ઇન્ટર્નલ એક્ઝામમાં ફેલ કરી દેવાની ધમકી આપવામાં આવે છે. ખાનગી એજન્ટો દ્વારા એડમિશન ફીના નામે છેતરપિંડી
આવેદનપત્રમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે કોલેજ દ્વારા રાખવામાં આવેલા ખાનગી એજન્ટોએ એડમિશન ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 10,000 થી 15,000 પડાવી લીધા છે અને તેની ખોટી રસીદો આપી છે. આ એજન્ટોએ વિદ્યાર્થીઓને ડરાવવા માટે પોતાને ABVPના કાર્યકર્તા ગણાવી, તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. વિદ્યાર્થી હિતમાં ABVPની મુખ્ય માંગણીઓ
ABVPની મુખ્ય માંગણીઓમાં 24 કલાક શુદ્ધ પાણી અને વીજળીની સુવિધા, પાવર બેકઅપ માટે જનરેટર, નર્સિંગ કાઉન્સિલની ગાઇડલાઇન મુજબ યોગ્ય ઉપકરણો સાથે લેબ લેક્ચર્સ, ફૂલ ટાઈમ વોર્ડન અને સિક્યુરિટી, વિદ્યાર્થીઓને ધમકી આપતા સ્ટાફ સામે પગલાં, ઈચ્છુક વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પરત કરવા અને એજન્ટો સામે કાનૂની કાર્યવાહી કરી ફી પરત અપાવવાનો સમાવેશ થાય છે.
લેખિત માફી: ABVPનું ખોટું નામ વાપરનાર એજન્ટો સંગઠનની લેખિતમાં માફી માંગે. ફીનું દબાણ બંધ કરો: કોલેજની ખામીના કારણે વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડ્યું હોવાથી, ફીનું દબાણ બંધ કરી અન્ય કોલેજમાં એડમિશન માટે ટેકનિકલ સહાય કરવી. માંગણીઓ સંતોષવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ
"અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 77 વર્ષથી વિદ્યાર્થી હિતમાં કાર્યરત છે. જો આગામી 48 કલાકમાં આ તમામ માંગો સ્વીકારવામાં નહીં આવે, તો ABVP આ મામલે 'ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ' (INC)માં રજૂઆત કરશે અને કોલેજ સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલન છેડશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે."
Read Original Article →