નવસારી પ્રીમિયર લીગ-4 નિક ખેલાડીઓને પ્લેટફોર્મ:નવસારી NPLમાં ૩ હજારથી વધુ દર્શકો ઉમટે છે, ડે-નાઇટ મેચો જોવા ધારાસભ્ય આર.સી. પટેલ પણ પહોંચ્યા
નવસારી જિલ્લામાં ક્રિકેટ પ્રતિભાઓને મંચ પૂરો પાડવાના હેતુથી 'નવસારી પ્રીમિયમ લીગ' (NPL) ની ચોથી સીઝનનો પ્રારંભ થયો છે. સ્થાનિક ખેલાડીઓ માટે NPL એક એવું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે, જ્યાં તેઓ પોતાની ક્ષમતા દર્શાવીને ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકે છે. NPLની પ્રથમ સીઝન 2013માં, બીજી 2015માં, ત્રીજી 2025માં અને ચોથી સીઝન ચાલુ વર્ષ 2026માં યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 18 મેચો રમાશે, જેમાં 15 લીગ મેચ, 2 સેમી-ફાઇનલ અને 1 ફાઇનલ મેચનો સમાવેશ થાય છે. ક્રિકેટ રસિકોના ઉત્સાહને વધારવા માટે 18માંથી 15 મેચો રાત્રિના સમયે (ડે-નાઇટ) અને 3 મેચો દિવસ દરમિયાન રમાડવામાં આવી રહી છે. ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને ₹5 લાખ અને રનર્સ-અપ ટીમને ₹3 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA) ના પ્રમુખ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ મેચ નિહાળવા ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. તેમણે તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય પટેલે જણાવ્યું કે, નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ આપવા માટે આવી ટુર્નામેન્ટનું આયોજન ખૂબ જ જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, બોમ્બે, બરોડા, પુણે અને સૌરાષ્ટ્રથી આવેલા દિગ્ગજ ખેલાડીઓને કારણે સ્થાનિક ખેલાડીઓને ઘણું શીખવા મળી રહ્યું છે, જેનાથી તેમની પ્રતિભામાં મોટો સુધારો થશે. નવસારીના યુવા ખેલાડીઓ અત્યારે ક્રિકેટ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યા છે. NPL ના પ્રમુખ રાજેશ હિરાણીએ ટુર્નામેન્ટની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ એનપીએલનો છઠ્ઠો દિવસ છે. આ વખતની પિચ ફાસ્ટ બોલર્સ, સ્પિનર્સ અને બેટ્સમેન - તમામ માટે મદદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રાઉન્ડ પર 208 અને 210 જેવા હાઈ-સ્કોરિંગ મેચો જોવા મળી રહી છે. રનનો સ્કોર પણ ચેઝ થયો છે, જ્યારે 135થી 165 રન તો અહીં નોર્મલ સ્કોર બની ગયા છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, "અમારો નાઇટ ટુર્નામેન્ટનો કોન્સેપ્ટ 100 % સફળ રહ્યો છે. આજુબાજુની જનતા એટલી ખુશ છે કે રાત્રે 09:30 વાગ્યે આખી ફેમિલી સાથે મેચ જોવા આવે છે. રોજ રાત્રે ગ્રાઉન્ડ પર અઢીથી ત્રણ હજાર લોકોનો ભવ્ય માહોલ જોવા મળે છે, જેમાં ગામના પ્રતિષ્ઠિત અગ્રણીઓ પણ સામેલ થાય છે. સૌરાષ્ટ્ર, સુરત, વલસાડ, બોમ્બે અને પુણેથી આવેલા ગેસ્ટ પ્લેયર્સે પણ સ્વી
Read Original Article →