સ્ટેન્ડિંગ કમિટી બનશે:નવસારી મનપાની 26 મેએ પહેલી સભા, મેયર-ડેપ્યુટી મેયર ચૂંટણી
સ્ટેન્ડિંગ કમિટી બનશે સત્તાનું કેન્દ્ર પ્રથમ બેઠક પહેલાં જ મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બનવાની શક્યતા છે. મેયરપદ જનરલ કેટેગરી માટે અનામત હોવાથી અનેક દાવેદારો સક્રિય બનશે. સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પસંદગી સત્તાનું કેન્દ્ર માનવામાં આવે છે. અંદરખાને જૂથબાજી અને લોબિંગ વધે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં છે. પહેલી બેઠકમાં જ મનપાની આગામી પાંચ વર્ષની સત્તા અને વહીવટી દિશા નક્કી થવાની હોવાથી બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવસારી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મંગળવાર, તા. 26-05-2026ના રોજ સવારે 11 વાગ્યે દેવીનાપાર્કમાં આવેલા મનપાના ટાઉન હોલમાં મળશે. મનપા કમિશનરે સત્તાવાર એજન્ડા જાહેર કર્યો છે. નવી રચાયેલી મનપાની આ પહેલી બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા કાયદાકીય જોગવાઈ મુજબ થશે. નિયમો મુજબ આ ટર્મ માટે મેયર પદ જનરલ કેટેગરી માટે અનામત છે. ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી થશે. બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણૂકનો નિર્ણય પણ લેવાશે. ટ્રાન્સપોર્ટ કમિટીના 8 સભ્યોની નિમણૂકનો નિર્ણય પણ થશે. મનપા તંત્રએ ઉમેદવારી પત્ર મેળવવા અને રજૂ કરવાની સમયમર્યાદા જાહેર કરી છે. મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ઇચ્છુક કાઉન્સિલરો તા. 25-05-2026 સુધી ઓફિસ સમય દરમિયાન મ્યુનિસિપલ સેક્રેટરી કચેરીથી ઉમેદવારી ફોર્મ લઈ શકશે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટેના નિયુક્તિ પત્રો પણ તા. 25 મે સાંજે 5 વાગ્યા સુધી સેક્રેટરી સમક્ષ રજૂ કરવાના રહેશે.
Read Original Article →