નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયા:મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ ચેરમેન, કેયુરી દેસાઈ ડેપ્યુટી મેયર બનશે
નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી કરવામાં આવી છે. મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કેયુરી દેસાઈ ડેપ્યુટી મેયર અને નરેશ પુરોહિત શાસક પક્ષના નેતા બનશે. આ નામોની જાહેરાત પ્રદેશ ભાજપના મેન્ડેડ બાદ કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ પદાધિકારીઓની વરણી માટે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટાયેલા નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા મોકલવામાં આવેલું 'મેન્ડેડ' જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ દ્વારા ખોલવામાં આવ્યું હતું. નવા મેયર 42 વર્ષથી ભાજપ સંગઠનમાં જોડાયેલા
નવસારી મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2 ના સિનિયર નગરસેવક અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ છેલ્લા 42 વર્ષથી ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. ડેપ્યુટી મેયર કયા વોર્ડના બન્યા?
પ્રદેશ સંગઠનના મેન્ડેડ અનુસાર, અન્ય મુખ્ય પદાધિકારીઓમાં ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5), શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8) અને દંડક તરીકે રાકેશ પટેલ (વોર્ડ નંબર 7) ના નામ જાહેર કરાયા છે. મનપાની 52 બેઠકોમાંથી 50 બેઠકો પર ભાજપનો વિજ્ય
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી છે. કુલ 52 બેઠકોમાંથી 50 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. આ એકતરફી વિજયને કારણે ભાજપ સંગઠન માટે પોતાની પસંદગીના નેતાઓને હોદ્દાઓ પર મૂકવાનું સરળ બન્યું છે.
Read Original Article →