વિરોધ કાર્યક્રમ:ખોટા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે નવસારી કોંગ્રેસ શુક્રવારે કલેક્ટરને આવેદનપત્ર આપશે

Gujarat5/28/2026, 12:00:00 AM
રાજ્યમાં ખોટા આદિવાસી પ્રમાણપત્રના આધારે હક્કો છીનવવાની પ્રવૃત્તિ સામે આદિવાસી સમાજમાં રોષ છે. તાજેતરમાં આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદમાં વિવાદ થયો છે. આ પદ અનુસૂચિત આદિજાતિ માટે અનામત હતું ત્યાં કથિત રીતે મહારાષ્ટ્રના વતની અને શંકાસ્પદ પુરાવા ધરાવતી વ્યક્તિની નિમણૂક કરાઈ હોવાનો મુદ્દો ઉઠ્યો છે. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલ અને નવસારી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપક બારોટે જણાવ્યું છે કે સરકાર રાજકીય ફાયદા માટે આદિવાસીઓના શૈક્ષણિક, આર્થિક અને રાજકીય અધિકારો છીનવવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચી રહી છે. સરકારની કથિત તાનાશાહી અને અન્યાય સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ ઉગ્ર વિરોધ કાર્યક્રમ કરશે. આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે 29 મે શુક્રવારના રોજ સાંજે 4:00 કલાકે નવસારી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વાર આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રના આધારે અન્ય લોકોએ કેટલાય લાભ લીધાના ચર્ચાઓ અવાર નવાર ઉઠતી રહે છે ત્યારે સરકારના જ નેતાઓ કે હોદ્દેદારો ગેરકાયદે રીતે હોદ્દા પર બેસવા માટે ગેરકાયદે પ્રવૃત્તિ આચરે તો કેટલી યોગ્ય છે તેવા સવાલો ઉભા થયા છે.
Read Original Article →