નવસારીમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક:મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર, 70% નવા ચહેરાઓને સ્થાન; અનેક દિગ્ગજોના પત્તા કપાયા

Gujarat4/10/2026, 4:45:43 PM
નવસારીમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક:મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર, 70% નવા ચહેરાઓને સ્થાન; અનેક દિગ્ગજોના પત્તા કપાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપે આ વખતે 'નો રિપીટ થીયરી'નો કડક અમલ કરતા અનેક વગદાર નેતાઓના પત્તા કાપી નાખ્યા છે અને 70 ટકા જેટલા નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. નવસારી મહાનગરપાલિકાની ભાજપ ઉમેદવારોની યાદી મહાનગરપાલિકાના 13 વોર્ડમાં 52 ઉમેદવારો જાહેર નવસારી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે ભાજપે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સૌથી મોટું નામ અશોકભાઈ ધોરાજીયાનું છે. દક્ષિણ ગુજરાતના સંગઠનમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં પકડ ધરાવતા અશોકભાઈને મેયર પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો ભાજપ બહુમતી મેળવશે તો તેમનું મેયર બનવું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. ત્રણ ટર્મ અને 60ની વયમર્યાદા નડી ભાજપ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો મુજબ, ત્રણ ટર્મથી વધુ ચૂંટણી લડનારા અને 60 વર્ષથી વધુ વય ધરાવતા નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી. આ નિર્ણયના કારણે નવસારીના રાજકારણના દિગ્ગજ ગણાતા જીગીશ શાહ, મીનલબેન દેસાઈ અને જગદીશ મોદી જેવા પૂર્વ પ્રમુખોના નામ યાદીમાંથી ગાયબ છે. નવસારી જિલ્લા પંચાયતની ભાજપ ઉમેદવારોની યાદી પંચાયત અને પાલિકાનું ગણિત નવસારી જિલ્લા પંચાયતના કુલ 30 બેઠકો માટે ઉમેદવારો જાહેર. તાલુકા પંચાયતોમાં નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયતની કુલ 132 બેઠકો પર નામોની જાહેરાત. ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ઉમેદવારો નક્કી. વિજલપોરમાં MLA આર.સી. પટેલનો દબદબો વિજલપોર વિસ્તારમાં ધારાસભ્ય આર.સી. પટેલની પકડ ફરી એકવાર સાબિત થઈ છે. મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની વિજલપોરની તમામ બેઠકો પર આર.સી. પટેલના સમર્થકોને ટિકિટ અપાવવામાં તેઓ સફળ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં 'આખાબોલા' નેતા તરીકેની છાપ ધરાવતા પટેલનો દબદબો આ યાદીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. મહિલા ઉમેદવારો સામે પડકારો ભાજપે નવસારી મહાનગરપાલિકામાં 90 ટકા જેટલી 'કોરી સ્લેટ' જેવી નવી મહિલા ઉમેદવારોને તક આપી છે. જોકે, રાજકીય વિશ્લેષકો મુજબ, ચૂંટાયા બાદ આ મહિલા ઉમેદવારોના વહીવટમાં તેમના પતિઓનો હસ્તક્ષેપ રોકવો એ સંગઠન માટે મોટો પડકાર બની રહેશે.
Read Original Article →