નવસારી:સરબતિયા તળાવ મુદ્દે મનપા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે

Gujarat6/5/2026, 12:00:00 AM
નવસારીના સરબતિયા તળાવ પ્રોજેક્ટનું કામ સ્થાનિક કોર્ટે અટકાવ્યા બાદ હવે મનપા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે એમ જાણવા મળે છે. નવસારીના લુન્સીકૂઇ વિસ્તારમાં આવેલ સરબતિયા તળાવમાં મનપાના 7 કરોડના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે,જેમાં તળાવના વિકાસ સાથે લોકોના હરવા ફરવા માટે અનેક પ્રકલ્પ પણ બની રહ્યું છે. આ પ્રોજેક્ટમાં તળાવની મૂળ સ્થિતિ બદલાઈ રહી છે અને નિયમોના ઉલ્લંઘન મુદ્દે નવસારીની સ્થાનિક કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી સંદર્ભે હાલ સરબતીયા તળાવમાં કામો નહી કરવાનો વચગાળાનો હુકમ કર્યો છે. ખૂબ મોટા પ્રોજેક્ટનું કામ ચોમાસા ટાણે અટકી મુશ્કેલી ઉભી થઈ છે. આ મામલે મનપામાં છેલ્લા બે દિવસથી વિચારવિમર્શ ચાલી રહ્યો હતો. મળતી માહિતી મુજબ મનપા હવે આ મુદ્દે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે અને પક્ષ રજૂ કરશે એમ જાણવા મળે છે. હાલ શહેરમાં કોર્ટના સ્ટે બાદ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે શું થશે તે ઉપર નજર ઠરી છે. હાલ મહાનગર પાલિકા દ્વારા વિકાસના કામોને અટકાવવામાં આવ્યા છે.
Read Original Article →