સેમિનાર યોજાયો:શરીર શુદ્ધિકરણનું 900થી વધુ નાગરિકોએ માર્ગદર્શન મેળવ્યું
ગુજરાત- એસએચએબીડી (શારદાબેન અરજણભાઈ ધોળકિયા વેલ્ફેર ટ્રસ્ટ) અને ગોલ્ડી સોલરે 23 મે ના રોજ અટલ બિહારી વાજપેયી સભાગૃહ, ડભોલી, સુરતમાં ‘શુદ્ધ આહારથી શુદ્ધ વિચાર સુધી’ વિષય પર સેમિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સુરત શહેરના તમામ નાગરિકો માટે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, બલરામ મીણા (આઈપીએસ) તેમજ વેલજીભાઈ શેટા (સંગિની ગ્રુપ), મનહરભાઈ સાંસપરા (યુરો ફૂડ્સ) અને રાકેશભાઈ દુધાત (શ્રી હરી ગ્રુપ) ની ઉપસ્થિતિમાં કરાયો હતો. આ કાર્યક્રમમાં 900થી વધુ લોકોએ ઉપસ્થિત રહી જાણીતા આરોગ્ય માર્ગદર્શક અને ઓજસ લાઈફના સ્થાપક અતુલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ માહિતીપૂર્ણ સેમિનારનો લાભ લીધો હતો. તેમણે જાગૃત જીવનશૈલી અને શરીર શુદ્ધિકરણ માટેના પ્રાયોગિક ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ગોલ્ડી સોલરના સ્થાપક અને વ્યવસ્થાપક નિયામક કેપ્ટન ઈશ્વર ધોળકિયા પણ સેમિનારમાં જોડાયા હતા અને તેમણે સર્વાંગી સુખાકારી પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જેમાં માનસિક આરોગ્ય, આગોતરી સ્વસંભાળ અને મજબૂત સમાજ નિર્માણ પર ભાર મૂકાયો હતો. આ વેલનેસ કેન્દ્રિત સાંજનું આયોજન SHABD (શારદાબેન અરજણભાઈ ધોળકિયા વેલ્ફેર ટ્રસ્ટ) અને ગોલ્ડી સોલર દ્વારા તેની સીએસઆર પહેલ હેઠળ ગોલ્ડી સોલર ફાઉન્ડેશનના સહકારથી કરાયું હતું. ઘરેલુ આહાર અને સભાન જીવનશૈલી: યુવાધનની તંદુરસ્તીની ચાવી
ભારત યુવાનો દ્વારા પ્રેરિત દેશ છે. જ્યારે યુવાનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ જીવન જીવશે, ત્યારે તેઓ દેશના વિકાસ અને પ્રગતિમાં સંપૂર્ણ સમર્પણ સાથે યોગદાન આપી શકશે. રોજિંદા ઘરેલુ ભોજન અને જીવનશૈલીમાં સરળ અને સ્વાભાવિક ફેરફારો અપનાવીને આપણે કુદરત અને ભગવાને આપેલી સ્વાસ્થ્યરૂપ અમૂલ્ય ભેટને વધુ સારી રીતે સાચવી અને પોષી શકીએ છીએ.
Read Original Article →