વિશ્વ પર્યાવરણ દિવસ:નવસારીના બંદરરોડે અઢી વીઘા જમીનમાં સર્જાયું મિયાવાકી જંગલ, ‘શ્રી રામ સ્મૃતિ ઉપવન’ બનાવાશે

Gujarat6/5/2026, 12:00:00 AM
વિશ્વ પર્યાવરણ દિવસ:નવસારીના બંદરરોડે અઢી વીઘા જમીનમાં સર્જાયું મિયાવાકી જંગલ, ‘શ્રી રામ સ્મૃતિ ઉપવન’ બનાવાશે
આજના આધુનિક યુગમાં જ્યાં જમીનની કિંમત પર સ્ક્વેર ફૂટના હિસાબે ગણાતી હોય, ત્યાં નવસારીના એક પર્યાવરણ પ્રેમી ઉદ્યોગપતિએ પોતાની અઢી વીઘા જેટલી કિંમતી જમીન માત્ર ને માત્ર ઘનઘોર જંગલ બનાવવા માટે ટ્રસ્ટને અર્પણ કરી દીધી છે. સ્ટેશન રોડ પર ગાયત્રી મંદિરની પાછળના ભાગમાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વે સ્થાપિત થયેલું આ મિયાવાકી જંગલ ‘શ્રી રામ સ્મૃતિ ઉપવન’ આજે નવસારી માટે એક ગૌરવ સમાન પર્યાવરણીય ક્રાંતિ તરીકે ઉભરી આવ્યું છે. આ અનોખા પ્રકલ્પ પાછળની કહાની ખૂબ રસપ્રદ છે. આશરે અઢી વર્ષ પૂર્વે એક ખેતી વિષયક કાર્યક્રમ દરમિયાન નવસારીના જાણીતા બિઝનેસમેન હાર્દિકભાઈ નાયક અને બીલીમોરાના હરિયાળી ગ્રુપ વચ્ચે WhatsApp પર માત્ર એટલો જ સંવાદ થયો હતો કે, "અમારે મિયાવાકી ફોરેસ્ટ બનાવવું છે" અને સામેથી વળતો જવાબ મળ્યો, "અમને જગ્યા આપો". આ ટૂંકી વાતચીતે આજે એક વિશાળ જંગલનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપનિષદના શ્લોકનું અદભૂત ગણિત ​ આપણા ઉપનિષદમાં ઉલ્લેખ છે કે: ‘દસ કુવા બરાબર એક વાવ, દસ વાવ બરાબર એક તળાવ, દસ તળાવ બરાબર એક પુત્ર અને દસ પુત્ર બરાબર એક વૃક્ષ.’ આ ગણતરી મુજબ જો ‘શ્રી રામ સ્મૃતિ ઉપવન’ના વૃક્ષોનું મૂલ્ય આંકવામાં આવે તો તે 6 કરોડ 80 લાખ કુવા જેટલું પુણ્યશાળી અને મૂલ્યવાન સાબિત થાય છે. હાલની ભયંકર ગરમીની સ્થિતિ જોતા આવા જંગલો સમયની માંગ છે.
Read Original Article →