ભાસ્કર ઈમ્પેક્ટ:ચોમાસામાં અધૂરા રસ્તા સહિત પ્રોજેક્ટ પૂર્ણ કરવા મેયરની તાકીદ
નવસારીમાં 100 કરોડથી વધુના જીયુડીસીના ચાલી રહેલ ડ્રેનેજ પાણીના કામો થકી ચોમાસામાં લોકોને મુશ્કેલી નહી પડે તે માટે મેયરે બુધવારે સ્થળ વિઝિટ બાદ સૂચના આપી હતી. નવસારીમાં 9 થી મોટા પ્રોજેક્ટો હાલ ચોમાસુ ડોકાય છે ત્યારે અધૂરા હોય તકેદારી નહી લેવાય તો મોકાણ સર્જાઈ શકે છે એ બાબતનો અહેવાલ દિવ્ય ભાસ્કરે મંગળવારે પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલ બાદ બુધવારે ખાસ કરીને શહેરમાં જીયુડીસીના ચાલતા 100 કરોડથી વધુના ડ્રેનેજ પાણીના પ્રોજેક્ટ અધૂરા હોય તે જોવા મેયર અશોક ધોરાજીયા, કમિશનર જયેશ ઉપાધ્યાય વગેરેએ ઉક્ત કામો જોવા વિરાવળ, ઇટાળવા, ગ્રીડ રોડ, એરુ વગેરે વિસ્તારની વિઝિટ કરી હતી. વિઝિટ દરમિયાન ચોમાસુ નજીક હોય સ્થિતિનું મૂલ્યાંકન કરી અનેક જગ્યાએ ખોદકામ થયું હોય, રસ્તા તૂટ્યા હોવાનું જણાયું. જેને લઈ જલ્દી પુરાણ કરી લોકોને મુશ્કેલી નહી પડે તે માટે સૂચના આપી હતી.
Read Original Article →