કાર્યવાહી:ચૂંટણી પૂર્વે નવસારીના શાહુ ગામ પાસે 4 કારમાંથી 30.75 લાખનો દારૂ પકડાયો

Gujarat4/12/2026, 12:00:00 AM
નવસારી જિલ્લામાં ચૂંટણી પૂર્વે પ્રોહિબિશન મુદે સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં શાહુ ગામ પાસે ચાર કારમાંથી રૂ. 30.75 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે બાતમીના આધારે નવસારી ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા ભારતમાલા નેશનલ હાઈવે નંબર-4 પર શાહુ ગામ પાસે પ્રોહિબિશન રેડ કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે દરોડા દરમિયાન પોલીસને અલગ-અલગ 4 લક્ઝરી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 11,810 બોટલો રૂ. 30.75 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ સાથે 35 લાખની કિંમતના 4 વાહનો મળી રૂ.65,75,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં દારૂ સપ્લાય કરનાર અને વાહન ચાલકો સહિત કુલ 8 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભરત રાજકુમાર (ઉદવાડા, વલસાડ), અંકિત ભંડારી (ખડકીગામ, વલસાડ), અશ્વિન બડુ (દમણ, ભીમપોર), ચાર વાહનોના ડ્રાઈવરો અને દારૂ મંગાવનાર અજાણ્યો શખ્સનો સમાવેશ થાય છે. એસએમસીના પીઆઇ સી.એચ.પનારા અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →