માર્કેટયાર્ડમાં સિઝન અંત ભણી‎:નવસારીના માર્કેટયાર્ડમાં 1500 મણથી ઓછો જથ્થો ઠલવાયો

Gujarat5/28/2026, 12:00:00 AM
નવસારીના માર્કેટ યાર્ડમાં કેરીની સિઝન અંત ભણી જઈ રહી છે. જથ્થો અને ભાવ બન્ને ઘટી રહ્યાં છે. જથ્થો બુધવારે 1500 મણથી ઓછો આવ્યો તો ભાવ પણ ઘટ્યા.ચાલુ સાલ નવસારીમાં પણ કેરીનો પાક ઓછો આવ્યો હતો. પાક ઓછો હતો ત્યારે ભાવ વધુ રહેવાની આશા હતી પણ લોકોની ખરીદશક્તિ ઘટતા, એક્સપોર્ટ અસરગ્રસ્ત થતા તથા પરપ્રાંતિય માલ પણ સ્થાનિક માર્કેટમાં આવતા ભાવ વધ્યા નહીં. એપ્રિલ અંતમાં નવસારીના માર્કેટયાર્ડમાં કેરી આવવાની શરૂ થયા બાદ મે અંતમાં હવે જથ્થો ઘટવાની શરૂ થયાનું જણાઈ રહ્યું છે. સોમવારે જથ્થો ઓછો આવ્યા બાદ બુધવારે પણ 1500 મણથી ઓછો નવસારીના માર્કેટ યાર્ડમાં આવ્યો હતો. ભાવ પણ મહત્તમ કેસર કેરીના મણના 1200 રૂપિયાની નીચે બોલાયા છે. જોકે ગત વર્ષે મે મહિનામાં જે રીતે વાવાઝોડું અને વાતાવરણથી ભારે નુકસાન થયું હતું તે હાલ સુધી થયું નથી. માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી અઠવાડિયું યા 10 દિવસ સિઝન કેરીની ચાલશે એવું લાગી રહ્યું છે.
Read Original Article →