બીસીએ U-19 ટુર્નામેન્ટ:ઇન્ટર ક્લબ સાઉથ ડિસ્ટ્રિ. વન-ડે ટુર્નામેન્ટમાં બીલીમોરા વેટરનને હરાવી RDCA ચેમ્પિયન

Gujarat4/10/2026, 12:00:00 AM
બીસીએ U-19 ટુર્નામેન્ટ:ઇન્ટર ક્લબ સાઉથ ડિસ્ટ્રિ. વન-ડે ટુર્નામેન્ટમાં બીલીમોરા વેટરનને હરાવી RDCA ચેમ્પિયન
બરોડા ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજીત U-19 ઇન્ટર ક્લબ સાઉથ ડિસ્ટ્રિક વન-ડે ટુર્નામેન્ટ 2026-27નું આયોજન વી.એસ.પટેલ કોલેજ ગ્રાઉન્ડ, ચીખલી કોલેજ ગ્રાઉન્ડ, અગ્રવાલ કોલેજ ગ્રાઉન્ડ, નારણલાલા કોલેજ ગ્રાઉન્ડમાં 23 મેચ રમાઇ હતી. જેમાં 10 ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટુનામેન્ટ દરમિયાન બેટ્સમેનોએ 6 સદી અને બોલરોએ 7 વખત 5 વિકેટ લઈ સુંદર દેખાવ કર્યા હતા. ફાઇનલ મેચમાં બીલીમોરા વેટરન ક્રિકેટ એસોસિએશન અને R.D ક્રિકેટ એકેડમી વચ્ચે રમાઈ હતી. જેમાં બીલીમોરા વેટરન ક્રિકેટ એસો.એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 159 રનમાં ઓલઆઉટ થઇ હતી. જેમાં વિવેક યાદવના 60 રન, વંશ મહેતાએ 50 રન કર્યા હતા. નિલ પટેલે 3 વિકેટ, ફ્રેન્ક પટેલે 2 વિકેટ લીધી હતી. આરવ ભક્તાએ 37 રન, રૂદ્ર પટેલે 26 રન આપી 4 વિકેટ લીધી હતી. આરડીસીએ 160 રન 7 વિકેટે કરી ચેમ્પિયન બની હતી. સમગ્ર ટુર્નામેન્ટ બેસ્ટ બેટ્સમેન આરવ ભકતા, બેસ્ટ બોલર જસ નાયક,પ્લેપર ઓફ ધ ટુર્નામેન્ટ વિવેક યાદવ, રનર્સઅપ બીલીમોરા વેટરન ક્રિકેટ એસોસિએશન, આરડીસીએને ચેમ્પિયન ટ્રોફી જુનિયર સિલેકશન કમિટીના ચેરમેન ખગેશ અમીન, સિલેક્ટર અતુલ પંડ્યા, હેડ ડિસ્ટ્રિક્ટ સંજીવ સાવંત, ડો.મયુર પટેલ, નંદન સાવંત, બી.સી.એ બીલીમોરાના કોચ અને એડમિન અરવિંદ પટેલે ટુર્નામેન્ટનું સંચાલન કર્યું હતું.
Read Original Article →