ચેકિંગ:નવસારીના 53 કિમી લાંબા દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ

Gujarat5/19/2026, 12:00:00 AM
ચેકિંગ:નવસારીના 53 કિમી લાંબા દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, ડ્રગ્સ, શંકાસ્પદ પેકેટ્સ, બેગ, ડ્રોન, દાણચોરી તથા કેફી પદાર્થોની હેરફેર અટકાવવા રાજ્યભરમાં સઘન કોસ્ટર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તથા દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના 53 કિમી લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં 5 થી 10 કિમીના વ્યૂહાત્મક વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 18 મેના રોજ ઉભરાટથી દીપલા સુધી નવસારી સેક્ટરના પીઆઇ એમ.જે. પટેલના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સંયુક્ત રીતે કોસ્ટલ વિસ્તારમાં શંકાસ્પદ ઇસમો, વાહનો, બોટો તેમજ અવાવરુ સ્થળોનું ચેકિંગ હાથ ધર્યું હતું.
Read Original Article →