રજૂઆત:નવસારીમાં ફરી મોંકાણ, ઢેલતલાવડી વિસ્તારમાં‎પ્રેશરના અભાવે પુરતા પ્રમાણમાં પાણી મળતુ નથી‎

Gujarat5/19/2026, 12:00:00 AM
રજૂઆત:નવસારીમાં ફરી મોંકાણ, ઢેલતલાવડી વિસ્તારમાં‎પ્રેશરના અભાવે પુરતા પ્રમાણમાં પાણી મળતુ નથી‎
નવસારી મહાનગરપાલિકા અંતર્ગત આવતા ઢેલતલાવડી વિસ્તારના રહીશો છેલ્લા કેટલાક સમયથી પીવાના અને વપરાશના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. આ બાબતે રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોએ ભેગા મળીને નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને એક લેખિત રજૂઆત કરી યોગ્ય વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવી છે. નવસારી ઢેલતલાવડીના સ્થાનિકો અને નગરસેવક પ્રકાશ હળપતિ અને સામાજિક કાર્યકર પિયુષ ઢીમ્મર દ્વારા આપવામાં આવેલા પત્ર અનુસાર, ઢેલતલાવડી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણીનું પ્રેશર ખૂબ જ ધીમું આવી રહ્યું છે. આ ઉપરાંત,મહાનગરપાલિકા દ્વારા પાણી આપવાનો સમય પણ ખૂબ જ ટૂંકો અને અનિયમિત રાખવામાં આવ્યો છે. પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે અહીંના રહેવાસીઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે અને રોજિંદા ઘરકામ માટે પણ પાણી વગર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે અધિકારી દ્વારા તેમની સમસ્યા નું નિરાકરણ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરતા લોકો. છ માસથી રસ્તો ખોદાયેલો છે, ગટરની સમસ્યા પણ યથાવત અમારા વિસ્તારમાં છેલ્લા 6 માસથી રસ્તા ખોદાયેલા છે. ગટર લાઇન નથી, પાણીની સમસ્યા છે. આ બાબતે મહિલા નગરસેવકના પતિને જાણ કરી પણ જોવા પણ આવતા નથી. જો ટેક્સ સમયસર લેવાતો હોય તો પ્રાથમિક સુવિધા સમાન પાણી પણ અમને પૂરતા પ્રમાણમાં અને નિયમિત મળવું જ જોઈએ. તંત્ર વહેલી તકે અમારી આ હાલાકીનો અંત લાવે તેવી આશા છે.> ઢેલતલાવડીના સ્થાનિકો
Read Original Article →