ફરિયાદ:નવસારીમાં રિક્ષામાં મહિલા પેસેન્જરોના દાગીના સેરવતી ટોળકી ઝડપાઇ, મહિલા આરોપી ફરાર

Gujarat4/12/2026, 12:00:00 AM
નવસારી જિલ્લામાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી સોનાના દાગીના ચોરી કરતી ટોળકીને નવસારી એલસીબીએ ઝડપી પાડી છે. નવસારી અને બીલીમોરામાં મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી સોનાની વસ્તુઓ સેરવી લેવાની બે ઘટના બની હતી જેમાં એલસીબી પીઆઇ અને સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે નવસારી રિંગ રોડ રેલવે ગરનાળા પાસેથી એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી. જેમાં સવાર સલમાનખાન ઉર્ફે સલ્લુ પઠાણ અને વિક્રમભાઈ દંતાણી (બન્ને રહે. મહેમદાવાદ, જિ. ખેડા)ની અટક કરી હતી. એલસીબી દ્વારા સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમીને આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા. તેઓએ મહિલાઓને નિશાન બનાવી ત્રણ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં આશાબેન ચંદુભાઇ દેવીપૂજક નામની મહિલા આરોપી દાગીના ચોરવામાં મુખ્ય ભૂમિકા હોય વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે સોનાની લગડી, ઓટોરિક્ષા, મોબાઈલ અને રોકડ મળી રૂ. 6.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ટોળકી મહેમદાવાદથી પોતાની રિક્ષાની નંબર પ્લેટ કાઢીને અલગ-અલગ જિલ્લામાં ફરતી હતી. તેઓ ખાસ કરીને બપોર કે સાંજના સમયે એકલી જતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં બે આરોપી ઉપર 12 થી વધુ છેતરપિંડીના ગુના દાખલ હોવાનું પોલીસે જણાવ્યું છે. નવસારી અને બીલીમોરા વિસ્તારમાં બે ગુના ઉકેલાયા પૂછપરછ દરમિયાન તેઓએ નવસારી ટાઉનમાં તા.5 ડિસેમ્બર 2025 ના રોજ અતુલભાઈ રાઠોડની માતાને પારસી હોસ્પિટલ નજીક તિઘરા રોડ પર રિક્ષામાં ગેંગ આવીને રિક્ષામાં બેસાડી સોનાની ચેઇન રૂ.1.80 લાખ સેરવી લીધી હતી અને બીલીમોરા વિસ્તારમાં 7 માર્ચ 2026ના રોજ ડિમ્પલબેન કેવટ બીલીમોરા સોમનાથ રોડ ગણેશ બેકરી પાસે રીક્ષામાં બેસાડી સોનાનું મંગળસૂત્ર રૂ.1.20 લાખ સેરવી લીધું હતું.
Read Original Article →