અકસ્માત:વેસ્માથી સીમલક જતા માર્ગ પર માટી ભરેલા ડમ્પરોએ વીજ પોલ ઉડાવ્યો
જલાલપોર તાલુકાના સીમલક તળાવમાંથી દિવસ-રાત માટી ભરીને ભારે ભરખમ ડમ્પરો કાયદાના ડર વગર ઓવરસ્પીડે દોડી રહ્યા છે. વેસ્મા તરફ આવેલી એક ખુલ્લી જગ્યામાં માટી ઠાલવવા જતી વખતે એક ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા વીજ થાંભલો તોડી અકસ્માત સર્જાયો હતો. જલાલપોરના વેસ્માથી સીમલક તરફ જતા માર્ગ પર બેફામ દોડતા ભારે વાહનોને કારણે અકસ્માતનો ભય ચરમસીમાએ પહોંચ્યો છે. સીમલક ગામના તળાવમાંથી છેલ્લા છ મહિનાથી મોટા પાયે ચાલી રહેલા માટી ખોદાણ બાદ, ઓવરલોડ ડમ્પરોએ આ પંથકમાં આતંક મચાવ્યો છે. બુધવારે એક માટી ભરેલી બેફામ ટ્રકે માર્ગ પરના હાઇ-ટેન્શન વીજ પોલ સાથે જોરદાર ટક્કર મારતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ડમ્પરો જ્યાં વળાંક લે છે ત્યાં કોઈ સ્પીડ બ્રેકર કે સાઇન બોર્ડ નથી. ઉપરાંત, ખુલ્લી માટીના કારણે રોડ પર સતત ધૂળ ઉડતા વાહનચાલકોની વિઝિબિલિટી શૂન્ય થઈ જાય છે. બેફામ દોડતા ડમ્પરોની સ્પીડ પર લગામ અને કડક કાયદાકીય કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ બચાવી શકાય. સમસ્યાના કાયમી ઉકેલ માટે આ પગલાં જરૂરી
Read Original Article →