તંત્રની બેદરકારી:નવસારી પાઇનેપલ રેસિડેન્સી પાસે 15 દિવસથી ગટર લાઇનમાં ભંગાણ છતાં મનપા તંત્ર નિંદ્રામાં

Gujarat5/20/2026, 12:00:30 AM
તંત્રની બેદરકારી:નવસારી પાઇનેપલ રેસિડેન્સી પાસે 15 દિવસથી ગટર લાઇનમાં ભંગાણ છતાં મનપા તંત્ર નિંદ્રામાં
રી નવસારી શહેરના મુલતાની હોલની સામે આવેલી પાઈનેપલ રેસિડેન્સી પાસે છેલ્લા 15 દિવસ જેટલા લાંબા સમયથી ગટરની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેના કારણે 24 કલાક રસ્તાઓ પર ગટરનું પાણી સતત વહી રહ્યું છે. આ ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને આજીજી પહોંચતી ન હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, ગટરની લાઇન તૂટતા આ અંગે મહાપાલિકાના સંબંધિત વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં અઠવાડિયાઓ વિતી જવા છતાં હજુ સુધી કોઈ અધિકારી કે કર્મચારી આ ભંગાણ સરખું કરવા કે સ્થળ તપાસ માટે પણ ફરક્યા નથી. રસ્તા પર ગટરની પાણી ભરાવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની અને મચ્છરોનો ઉપદ્રવ વધવાની ભીતિ સેવાઈ રહી છે. નગરસેવકો પોતાના વિસ્તારમાં ચૂંટણી બાદ ફરક્યા જ નહીં હાલમાં નગરસેવકો ચૂંટણી જીત્યા બાદ ચૂંટણી પહેલા પ્રજાની સમસ્યા ચૂંટણીમાં નિરાકરણ કરી દેવાની વાતો કરી મત લેનાર હવે પાંચ વર્ષ જનતા નેતાઓના ઘરે આંટા મારી નિરાકરણ કરાવશે. નગરસેવકો પોતાના મત વિસ્તારમાં ફરક્યા નહીં હોવાની માહિતી પણ સ્થાનિકો આપી રહ્યાં છે.
Read Original Article →