તાલુકા પ્રીમિયર લીગ નાઈટ ટુર્નામેન્ટ 2026 શરૂ:દેસરા તળાવ ખાતે ચેમ્પિયન ગ્રુપ દ્વારા આયોજન, રમતગમત અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવાનો હેતુ

Gujarat6/9/2026, 11:41:17 AM
તાલુકા પ્રીમિયર લીગ નાઈટ ટુર્નામેન્ટ 2026 શરૂ:દેસરા તળાવ ખાતે ચેમ્પિયન ગ્રુપ દ્વારા આયોજન, રમતગમત અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવાનો હેતુ
ચેમ્પિયન ગ્રુપ દ્વારા આયોજિત તાલુકા પ્રીમિયર લીગ (TPL) નાઈટ ટુર્નામેન્ટ 2026નો દેસરા તળાવ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો. નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય અને રીબન કાપીને ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય રમતગમત અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવાનો છે. આ નાઈટ ટુર્નામેન્ટમાં ગણદેવી અને ચીખલી તાલુકાની કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે. પ્રત્યેક મેચ 8-8 ઓવરની રાખવામાં આવી છે, જે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મક મુકાબલો પૂરો પાડશે. પાંચ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં વિજેતા બનનારી ટીમને એક લાખ રૂપિયા અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે દેસરા તળાવ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો, ખેલાડીઓ અને ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા હતા. મુખ્ય અતિથિ પ્રજ્ઞેશભાઈ પટેલે તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમને ખેલદિલીથી રમવા પ્રોત્સાહિત કર્યા અને આયોજકોને અભિનંદન પાઠવ્યા.
Read Original Article →