કાર્યવાહી:વિજલપોર પરિવાર પર હુમલો કરનારા 6 સામે ગુનો, 4 ઝબ્બે
વિજલપોરના કૃષ્ણનગર વિસ્તારમાં ઘરના રિનોવેશન અને કલરકામ દરમિયાન વાહન સાઇડમાં મૂકવા જેવી નજીવી બાબતે એક પરિવાર પર લાકડાના દંડા અને ઢીક્કાપાટુ વડે ઘાતકી હુમલો કરવાના બનાવમાં વિજલપોર પોલીસે 6 ઇસમો સામે ગુનો નોંધી 4 આરોપીની અટકાયત કરી છે. કૃષ્ણનગરમાં જ્યોતિ જીમ પાસે રહેતા વેપારી અનિલ ગુપ્તાના ઘરે રિનોવેશનનું કામ ચાલતું હતું. તે દરમિયાન પડોશમાં રહેતા સંતોષ પવારની એક્ટિવા સાઇડમાં મૂકવા બાબતે બોલાચાલી થઈ હતી. આ અદાવતમાં અક્ષય જગતાપ, ગોટીયો, આકાશ, અજય મોરે, કમલેશ અને એક મોઢે રૂમાલ બાંધેલા અજાણ્યા ઇસમે અનિલભાઈના ઘરે આવી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અનિલભાઈ, તેમની પત્ની અને વચ્ચે છોડાવવા પડેલા ભાઈ સુનીલ તથા પુત્ર રિતેશને લાકડાના ફટકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જતા જતા જાનથી મારી નાખવાની ઘમકી પણ આપતા ગયા હતા.
Read Original Article →